Heart Attack: સુરતમાં નાની વયે હાર્ટ એટેકથી મોતના બે કિસ્સા, બન્ને યુવાનો છાતીમાં દુઃખાવો ઉપડ્યા બાદ ઢળી પડ્યા
Heart Attack News: આજે શહેરના બે વિસ્તારમાં હાર્ટ એટેકથી મોતના કેસ સામે આવ્યા છે. સરથાણા અને જહાંગીરાબાદમાં બે યુવકને હ્રદય રોગનો હુમલો આવતા ઢળી પડ્યા હતા
Heart Attack News: રાજ્યમાં હાર્ટ એટેકથી મોત થવા કિસ્સા સતત વધી રહ્યાં છે, સુરતમાં આજે એક સાથે બે યુવાનો મોતને ભેટ્યા છે. તાજા અપડેટ પ્રમાણે, શહેરના સરથાણા અને જહાંગીરપુરામાં હાર્ટ એટેક આવ્યા બાદ બે યુવાનોએ જીવ ગુમાવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં હાર્ટ એટેકથી મોતોના આંકડા સતત વધી રહ્યાં છે.
સુરતમાં નાની વયે યુવાનોમાં હાર્ટ એટેકનો સિલસિલો યથાવત છે, આજે શહેરના બે વિસ્તારમાં હાર્ટ એટેકથી મોતના કેસ સામે આવ્યા છે. સરથાણા અને જહાંગીરાબાદમાં બે યુવકને હ્રદય રોગનો હુમલો આવતા ઢળી પડ્યા હતા. માહિતી પ્રમાણે, સરથાણાના 33 વર્ષીય અંકુર વઘાસીયાનું ઓફિસમાં જ મોત થયુ હતુ, ઓફિસમાં અંકુરને ઓચિંતો છાતીમાં દુઃખાવો ઉપડ્યા બાદમાં તે બેભાન થઈ ઢળી પડ્યો હતો. જ્યારે બીજા કિસ્સામાં જહાંગીરાબાદમાં 40 વર્ષીય ચિંતન ઠક્કરનું ઉલટી બાદ મોત થયુ હતુ. ચિંતનને પણ ઓચિંતી તબિયત લથડી હતી અને ઉલટી બાદ બેભાન થઈ ઢળી પડ્યો હતો. જોકે, હાર્ટ એટેકના કિસ્સામાં આ યુવાનો સારવાર મળે તે પહેલા જ મોતને ભેટ્યા હતા.
હૃદયરોગથી બચવા માટે શું ખાવું શું ન ખાવું ?
અમેરિકન હાર્ટ અસોશિએશને લોકોને હૃદય રોગથી બચવા માટે આહાર અને જીવનશૈલીમાં સુધાર લાવવા પર ભાર મૂક્યો છે. શોધકર્તાએ જણાવ્યું કે, હૃદય રોગોના જોખમને ઓછું કરવા માટે વિભિન્ન પ્રકારના ફળો અને શાકભાજી,સાબુત અનાજ, કમ વસા વાળા ડેરી પ્રોડક્ટ, નોન ટ્રોપિકલ વનસ્પતિ તેલનો ઉપયોગ કરવો જોઇએ. તો બીજી તરફ સેચ્યુરેટેડ અને ટ્રાન્સ ફેટ, સોડિયમ, લાલ માંસ, મિઠાઇ અને શુગર ડ્રિન્ક જેવી ચીજોનું સેવન ઓછું કરવું ફાયદાકારક છે.
શું કહે છે એક્સપર્ટ ?
અધ્યયનના પ્રમુખ લેખક ડો યૂની ચોઇ કહે છે કે, હૃદયને સ્વસ્થ રાખવા માટે જેટલું શક્ય હોય પ્રાકૃતિક ચીજોનું સેવન કરવું જોઇએ. પ્રોસેસ્ડ ચીજોની માત્રા ઓછું કરવી ઉત્તમ રહે છે. શક્ય હોય તેટલું ડાયટમાં નોન વેજ ઓછું કરી દો. આંકડા મુજબ દુનિયામાં સૌથી વધુ મોતનું કારણ હાર્ટ અટેક છે. આ સ્થિતિમાં જો નાની ઉંમરથી હાર્ટને હેલ્થી રાખતા ફૂડને ડાયટમાં સામેલ કરવાં આવે તો હાર્ટ અટેકના જોખમને ઘટાડી શકાય છે.
આ પણ વાંચો
સુરતમાં બનાવટી નોટો સાથે ત્રણ ઝડપાયા, અઢી કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત