શોધખોળ કરો

Uttarayan: સુરતમાં ઉત્તરાયણમાં ઊંધીયાના ભાવોમાં વધારો, એકાએક 150 રૂપિયા વધ્યા, જાણો

આવતીકાલે ઉત્તરાયણનો તહેવાર છે, ઉત્તરાયણ માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ દેશ અને દુનિયાના કેટલાક ભાગોમાં ધામધૂમથી ઉજવવામાં આવ છે

Uttarayan News: આવતીકાલે ઉત્તરાયણનો તહેવાર છે, ઉત્તરાયણ માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ દેશ અને દુનિયાના કેટલાક ભાગોમાં ધામધૂમથી ઉજવવામાં આવ છે, આ દિવસે ગુજરાતમાં પતંગ રસિયાઓ પતંગ ઉડાવવાની સાથે ઊંધીયાનો ખાસ સ્વાદ માણે છે, પરંતુ આ વખતે શાકભાજીના ભાવોમાં વધારો થવાના કારણે ઊંધીયાનો ભાવ આસમાને પહોચ્યો છે. હાલમાં જ મળતી માહિતી પ્રમાણે, સુરતમાં આ વખતે ઊંધીયામાં 150 રૂપિયાનો વધારો થયો છે.

મળતી માહિતી પ્રમાણે, આવતીકાલે ઉત્તરાયણનું મહાપર્વ છે, અને આ દિવસે ગુજરાતીઓમાં ઊંધીયું, જલેબી અને અન્ય ખાવાનુ વસ્તુઓની ઉત્સુકતા હોય છે. હવે સુરતમાં ઉત્તરાયણના તહેવારને લઇને ઊંધીયાની ડિમાન્ડમાં જોરદાર વધારો થયો છે. આ વખતે ઊંધીયાના ભાવો પણ વધ્યા છે, ખાસ વાત છે કે, આ વખતે શાકભાજીના ભાવો વધવાના કારણે ઊંધીયાના ભાવમાં 150 રૂપિયાનો વધારો થયો છે. રતાળુ, પાપડી, શક્કરિયા, રીંગણાની માંગ વધતા ભાવ ડબલ થયા છે. ઘરમાં ઊંધીયું બનાવવાના બદલે લોકોમાં બહારથી લાવવાનો ટ્રેન્ડ પણ ખુબ વધ્યો છે. સુરતના ઊંધીયાની માંગ માત્ર શહેરમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ વધી રહી છે. હજારો કિલો ઊંધીયાની જ્યાફત સુરતીઓ આ વખતે પણ માણશે. ઉત્તરાયણ સુધી શાકભાજીમાં ભાવોમાં વધારો રહે તેવી શક્યતા છે.

ઉત્તરાયણનાં દિવસે કેવો રહેશે પવન, કેટલી હશે ગતિ; હવામાન વિભાગે કરી આગાહી

ઉત્તરાયણને બે દિવસ બાકી છે ત્યારે હવામાન વિભાગે પવનન લઈને આગાહી કરી છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 5 દિવસ સુધી તાપમામ સૂકું રહેશે. જ્યારે નલિયામાં 6.4 , અમદાવાદ 16.5 અને ગાંધીનગર 13.4 તાપમાન નોંધાયું હતું. હવામાન વિભાગ અનુસાર બે દિવસ બાદ તાપમાનમાં ઘટાડો થશે અને ઠંડીમાં વધારો થશે. જ્યારે પતંગરસીકો માટે હવામાન વિભાગે સારા સમાચાર આપ્યા છે. હવામાન વિભાગ અનુસાર આગામી 14 જાન્યુઆરીના દિવસે પવનદેવ મહેરબાન રહેશે. એ દિવસે ઉત્તર ઉત્તર -પૂર્વ તરફનાં પવન ફૂંકાશે. જ્યારે પવનની ગતિ 15 થી 20 કિમી પ્રતિ કલાકની રહેશે. પવનની દિશા ઉત્તરથી પૂર્વ તરફની રહેશે.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી

અંબાલાલાના અનુમાન મુજબ મકરસંક્રાતિના સમયે પવનની ગતિ સારી રહેશે. પતંગ રસિયા માટે સારા સમાચાર છે કે, 10થી12 કિ.મી પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાઈ શકે છે. પંતગ રસિકો વર્ષભર ઉત્તરાયણની પ્રતિક્ષા કરતા હોય છે. પતંગબાજી ત્યારે જ શક્ય બને છે જ્યારે પવનની ગતિ અનુકૂળ હોય ત્યારે આ અવસરે હવામાન નિષ્ણાંત અંબાલાલે પવનની ગતિને લઇને મહત્વની આગાહી કરી છે, પતંગ રસિકો માટે સારા સમાચાર છે. હવામાન નિષ્ણાત અંબાલાલના અનુમાન મુજબ આગામી 14 અને 15 જાન્યુઆરી એટલે મકરસંક્રાતિ અને વાસી ઉતરાણમાં પવનની ગતિ સારી રહેશે. મકરસંક્રાતિના અવસરે 10થી12 કિ.મી પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાઈ શકે છે.વાસી ઉત્તરાયણના દિવસે પવનની ગતિમાં થોડા ઘટાજો થઇ શકે છે. 

તો બીજી તરફ મકરસંક્રાતિના અવસરને લઇને શહેરીજનોની સુવિધા માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. મકરસંક્રાતિના તહેવારને લઇને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. શહેરીજનોની સુવિધા માટે મેટ્રો  ટ્રેન વધુ દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે 14 અને 15 જાન્યુઆરીએ દર 20 મિનિટના અંતરાલમાં મેટ્રો ટ્રેન દોડશે. અમદાવાદમાં મકરસંક્રાતિનું ધૂમધામથી ઉજવાય છે, આ અવસરે શહેરીજનોની સુવિધા માટે મેટ્રો ટ્રેન  સર્વિસ પણ વધારી દેવાઇ છે.  14 અને 15 જાન્યુઆરીએ એમ બે દિવસ 20 મિનિટના અતરાલમાં મેટ્રો  દોડશે.આગામી ઉત્તરાયણ પર્વને ધ્યાનમાં રાખી અમદાવાદ મેટ્રો દ્વારા મુસાફરોની સેવામાં નિર્ણય લેવામાં આવ્યો છે. તારીખ 14-01-2024 અને 15-01-2024ના રોજ અમદાવાદ મેટ્રો ફેઝ-1ના બંને કોરિડોર (વસ્ત્રાલ ગામથી થલતેજ અને APMCથી મોટેરા)માં મેટ્રો ટ્રેન સેવાઓ સવારે 6.20 કલાકથી રાત્રિના 10 વાગ્યા સુધી દર 20 મિનિટના અંતર ઉપલબ્ધ રહેશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરતા ઉમેદવારો થઈ જજો તૈયાર, જાણો UPSCની ક્યારે યોજાશે
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરતા ઉમેદવારો થઈ જજો તૈયાર, જાણો UPSCની ક્યારે યોજાશે
BZ Group: રાજકારણમાં એન્ટ્રી મારવાનો હતો ભૂપેન્દ્રસિંહ ઝાલા, 2027માં વિધાનસભા લડી બનવા માંગતો હતો કેબિનેટ મંત્રી
BZ Group: રાજકારણમાં એન્ટ્રી મારવાનો હતો ભૂપેન્દ્રસિંહ ઝાલા, 2027માં વિધાનસભા લડી બનવા માંગતો હતો કેબિનેટ મંત્રી
Ahmedabad: આજે રાત્રે 8 વાગ્યાથી અમદાવાદના આ રસ્તાઓ બંધ, શહેરમાં આ જગ્યાઓએ ડાન્સ પાર્ટીની મંજૂરી
Ahmedabad: આજે રાત્રે 8 વાગ્યાથી અમદાવાદના આ રસ્તાઓ બંધ, શહેરમાં આ જગ્યાઓએ ડાન્સ પાર્ટીની મંજૂરી
'દમણમાં જેટલો દારૂ વેચાતો નથી એટલો તો ગુજરાત....' -સાંસદ ઉમેશ પટેલના ગુજરાત પોલીસ પર ગંભીર આરોપો
'દમણમાં જેટલો દારૂ વેચાતો નથી એટલો તો ગુજરાત....' -સાંસદ ઉમેશ પટેલના ગુજરાત પોલીસ પર ગંભીર આરોપો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Bhavnagar Crime : ભાવનગરમાં અકસ્માત બાદ કાર ચાલકને માર મારી કરાયું અપહરણArvalli Crime : અરવલ્લીના ધનસુરામાં વેપારીને માર મારીને કરાયો લૂંટનો પ્રયાસRajkot Scuffle : રાજકોટમાં જાહેરમાં મારામારી, વીડિયો થયો વાયરલBhupendrasinh Zala : ભૂપેન્દ્રસિંહને 2027માં વિધાનસભા લડી બનવું હતું કેન્દ્રીય મંત્રી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરતા ઉમેદવારો થઈ જજો તૈયાર, જાણો UPSCની ક્યારે યોજાશે
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરતા ઉમેદવારો થઈ જજો તૈયાર, જાણો UPSCની ક્યારે યોજાશે
BZ Group: રાજકારણમાં એન્ટ્રી મારવાનો હતો ભૂપેન્દ્રસિંહ ઝાલા, 2027માં વિધાનસભા લડી બનવા માંગતો હતો કેબિનેટ મંત્રી
BZ Group: રાજકારણમાં એન્ટ્રી મારવાનો હતો ભૂપેન્દ્રસિંહ ઝાલા, 2027માં વિધાનસભા લડી બનવા માંગતો હતો કેબિનેટ મંત્રી
Ahmedabad: આજે રાત્રે 8 વાગ્યાથી અમદાવાદના આ રસ્તાઓ બંધ, શહેરમાં આ જગ્યાઓએ ડાન્સ પાર્ટીની મંજૂરી
Ahmedabad: આજે રાત્રે 8 વાગ્યાથી અમદાવાદના આ રસ્તાઓ બંધ, શહેરમાં આ જગ્યાઓએ ડાન્સ પાર્ટીની મંજૂરી
'દમણમાં જેટલો દારૂ વેચાતો નથી એટલો તો ગુજરાત....' -સાંસદ ઉમેશ પટેલના ગુજરાત પોલીસ પર ગંભીર આરોપો
'દમણમાં જેટલો દારૂ વેચાતો નથી એટલો તો ગુજરાત....' -સાંસદ ઉમેશ પટેલના ગુજરાત પોલીસ પર ગંભીર આરોપો
IRCTC એકવાર ફરી ડાઉન, ટિકિટ બુક કરવામાં આવી રહી છે મુશ્કેલીઓ
IRCTC એકવાર ફરી ડાઉન, ટિકિટ બુક કરવામાં આવી રહી છે મુશ્કેલીઓ
Cold Wave: નવા વર્ષની શરૂઆત કાતિલ ઠંડી સાથે થશે, અહીં માઇનસ 10 ડિગ્રીએ  પહોંચશે તાપમાન
Cold Wave: નવા વર્ષની શરૂઆત કાતિલ ઠંડી સાથે થશે, અહીં માઇનસ 10 ડિગ્રીએ પહોંચશે તાપમાન
સાવધાન! શું તમે પણ સિગારેટ પીવો છો? રિસર્ચમાં થયો ચોંકાવનારો ખુલાસો
સાવધાન! શું તમે પણ સિગારેટ પીવો છો? રિસર્ચમાં થયો ચોંકાવનારો ખુલાસો
શ્રીલંકા અને સાઉથ આફ્રિકા વચ્ચે WTC ફાઇનલ? આ સમીકરણથી ભારત-ઓસ્ટ્રેલિયા થશે બહાર
શ્રીલંકા અને સાઉથ આફ્રિકા વચ્ચે WTC ફાઇનલ? આ સમીકરણથી ભારત-ઓસ્ટ્રેલિયા થશે બહાર
Embed widget