શોધખોળ કરો
Advertisement
સુરત પોલીસે હાર્દિક પટેલની કેમ કરી અટકાયત, જાણો કારણ
સુરતમાં અલ્પેશ કથીરિયાના ઘરે જઈ રહેલા કોંગ્રેસના નેતા હાર્દિક પટેલની કાર સુરત પોલીસ દ્વારા રોકવામાં આવી હતી. સુરતના સરથાણા જકાતનાકા પાસે પોલીસ દ્વારા હાર્દિકની કારને રોકવામાં આવી હતી.
સુરત: સુરતમાં અલ્પેશ કથીરિયાના ઘરે જઈ રહેલા કોંગ્રેસના નેતા હાર્દિક પટેલની કાર સુરત પોલીસ દ્વારા રોકવામાં આવી હતી. સુરતના સરથાણા જકાતનાકા પાસે પોલીસ દ્વારા હાર્દિકની કારને રોકવામાં આવી હતી. પોલીસને એમ શંકા હતી કે, હાર્દિક ઉપવાસ પર બેસવા જાય છે તેથી પોલીસ દ્વારા તેની અટકાયત કરાઈ છે.
હાર્દિક પટેલે સુરતની આગ દુર્ઘટનામાં પરિવારને ન્યાય મળે અને જવાબદાર અધિકારીઓ સામે પગલાં લેવાય તેવી માંગણી સાથે રવિવારે ઉપવાસ આંદોલનની જાહેરાત કરી હતી.
રવિવારે સાંજે કોંગ્રેસના નેતા હાર્દિક પટેલ હાલ સુરતના ઘટનાસ્થળે પહોંચ્યા હતા. જોકે હાર્દિકનો ત્યાં વિરોધ પણ થયો હતો. અજાણ્યા શખ્સે હાર્દિક પટેલનો વિરોધ કરવા આવ્યો હતો જેની સાથે મારામારી થઈ હતી અને ત્યાર બાદ પોલીસે તેની અટકાયત કરી હતી.
આ અગાઉ હાર્દિક પટેલે ટ્વિટ કરીને કહ્યું હતું કે, જો સરકાર કોઈ પગલાં નહીં લે તો તે આજે સાંજે ઉપવાસ આંદોલન પર બેસશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
અમદાવાદ
ક્રિકેટ
દુનિયા
Advertisement