શોધખોળ કરો

Surat News: સુરતમાં યુવા રત્નકલાકારનું હાર્ટ એટેકથી મોત, કોઈ ગંભીર બીમારી ન હોવા છતાં નાની ઉંમરે મોત

સારવાર મળે તે પહેલા જ તબીબોએ રત્ન કલાકારને મૃતક જાહેર કર્યો હતો.

Heart Attack: સુરતમાં ફરી એક વખત હાર્ટ એટેકની ઘટના સામે આવી છે. આજની આધુવિક જીવનશૈલીમાં યુવાઓણાં હાર્ટ એટેકનું જોખમ ખૂબ જ વધી ગયું છે. સુરતમાં પુણાગામમાં રત્નકલાકારનું હાર્ટ એટેકથી મોત થયું છે. 38 વર્ષિય દિનેશ મકવાણાને છાતીમાં દુખાવો થયો હતો. ત્યાર બાદ દિનેશને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા. સારવાર મળે તે પહેલા જ તબીબોએ રત્ન કલાકારને મૃતક જાહેર કર્યો હતો. નોંધનીય છે કે, રત્નકલાકાર ને કોઈપણ ગંભીર બીમારી ન હતી. અચાનક છાતીમાં દુખાવો થયા બાદ મોત નીપજતા પરિવાર શોકમાં ગરકાવ છે. પુણા પોલીસે મૃતદેહને પીએમ અર્થ મોકલી કાર્યવાહી હાથ ધરી છે. પીએમ રિપોર્ટ બાદ જ મોતનું યોગ્ય કારણ બહાર આવશે.

છેલ્લા કેટલાક વર્ષોમાં હાર્ટ એટેકના વધુ કેસો જોવા મળી રહ્યા છે. ઉપરાંત યુવાનો પણ હાર્ટ એટેકનો શિકાર બની રહ્યા છે. આ થવાનું કારણ આપણી ખરાબ લાઇફ સ્ટાઇલ છે. આજકાલ લોકોની લાઈફસ્ટાઈલ બદલાઈ રહી છે સાથે તણાવ, યોગ્ય ખોરાક ન લેવો, કસરતનો અભાવ. આપણે આપણા જીવનમાં ઘણી વસ્તુઓ ખાઈએ છીએ જે ન ખાવી જોઈએ. આ ખાવાની સીધી અસર આપણા સ્વાસ્થ્ય પર પડે છે. આવો જાણીએ કઈ એવી વસ્તુઓ છે, જેના કારણે વ્યક્તિ હ્રદય રોગનો શિકાર બની શકે છે.

મેંદો

વધુ પડતા લોટનું સેવન કરવાથી તેની સીધી અસર આપણા સ્વાસ્થ્ય પર પડે છે. આ ખાવાથી આપણા શરીરનું કોલેસ્ટ્રોલ લેવલ વધે છે. મેંદોના લોટ આપણા શરીર માટે ખૂબ જ હાનિકારક છે. તમને જણાવી દઈએ કે કોલેસ્ટ્રોલ એક પ્રકારની ચરબી છે, જે શરીરના અંગોમાં લોહીના પુરવઠાના માર્ગમાં જમા થાય છે. જે લોકો વધુ મેંદો ખાય છે તેમને હાર્ટ એટેકનો ખતરો વધી જાય છે.

સુગર

સુગર  ખાવી પણ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે. વધુ પડતી ખાંડ ખાવાથી શરીરમાં ઇન્સ્યુલિન વધે છે. જેના કારણે લોહીનો પ્રવાહ યોગ્ય રીતે થતો નથી અને ડાયાબિટીસના હુમલાનો ખતરો પણ વધી જાય છે.

સોડા

સોડાના વધુ પડતા સેવનથી હાઈ બ્લડ પ્રેશર થાય છે, જેનાથી ડાયાબિટીસ પણ થઈ શકે છે. આ ઉપરાંત હાર્ટ એટેકનો ખતરો પણ વધી જાય છે.

મીઠું ખાવાનું જોખમ

મીઠા વગર ખાવાનો સ્વાદ સારો લાગતો નથી.મીઠું કોઈપણ ખાદ્યપદાર્થનો સ્વાદ સુધારવાનું કામ કરે છે, પરંતુ વધુ પડતું મીઠું ખાવું એ પણ સારો ખોરાક નથી. વધુ પડતું મીઠું ખાવાથી પણ શરીરને નુકસાન થાય છે. વધુ પડતું મીઠું ખાવાથી બ્લડ પ્રેશર વધે છે, જેનાથી હાર્ટ ફેલ્યોર અને હાર્ટ એટેકનો ખતરો વધી જાય છે.       

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લોઅહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Weather Update:રાજ્યમાં હિટવેવની આગાહી,આ 9 જિલ્લામાં આકરી ગરમીનું રેડ એલર્ટ
Weather Update:રાજ્યમાં હિટવેવની આગાહી,આ 9 જિલ્લામાં આકરી ગરમીનું રેડ એલર્ટ
એક જ દિવસમાં ત્રીજી વખત ડાઉન થયું 'X', એલન મસ્કે કહ્યુ- 'દરરોજ થઇ રહ્યા છે સાયબર અટેક'
એક જ દિવસમાં ત્રીજી વખત ડાઉન થયું 'X', એલન મસ્કે કહ્યુ- 'દરરોજ થઇ રહ્યા છે સાયબર અટેક'
PM મોદીનું કરાયું ભવ્ય સ્વાગત, મોરેશિયસના વડાપ્રધાન સહિત તમામ મંત્રીઓ રહ્યા હાજર
PM મોદીનું કરાયું ભવ્ય સ્વાગત, મોરેશિયસના વડાપ્રધાન સહિત તમામ મંત્રીઓ રહ્યા હાજર
IPL 2025 અગાઉ LSGને લાગ્યો ઝટકો, મયંક યાદવ આટલી મેચમાંથી બહાર
IPL 2025 અગાઉ LSGને લાગ્યો ઝટકો, મયંક યાદવ આટલી મેચમાંથી બહાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Junagadh News : જૂનાગઢના મધુરમ વિસ્તારમાં લક્ષ્મી વેગડા નામની યુવતીએ કરી આત્મહત્યાHun To Bolish : હું તો બોલીશ : નફ્ફટોનો તમાશોHun To Bolish : હું તો બોલીશ : હેવાન તાંત્રિકChhotaudepur Crime : છોટાઉદેપુરમાં માસૂમની બલીની ઘટના બાદ જોરદાર આક્રોશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update:રાજ્યમાં હિટવેવની આગાહી,આ 9 જિલ્લામાં આકરી ગરમીનું રેડ એલર્ટ
Weather Update:રાજ્યમાં હિટવેવની આગાહી,આ 9 જિલ્લામાં આકરી ગરમીનું રેડ એલર્ટ
એક જ દિવસમાં ત્રીજી વખત ડાઉન થયું 'X', એલન મસ્કે કહ્યુ- 'દરરોજ થઇ રહ્યા છે સાયબર અટેક'
એક જ દિવસમાં ત્રીજી વખત ડાઉન થયું 'X', એલન મસ્કે કહ્યુ- 'દરરોજ થઇ રહ્યા છે સાયબર અટેક'
PM મોદીનું કરાયું ભવ્ય સ્વાગત, મોરેશિયસના વડાપ્રધાન સહિત તમામ મંત્રીઓ રહ્યા હાજર
PM મોદીનું કરાયું ભવ્ય સ્વાગત, મોરેશિયસના વડાપ્રધાન સહિત તમામ મંત્રીઓ રહ્યા હાજર
IPL 2025 અગાઉ LSGને લાગ્યો ઝટકો, મયંક યાદવ આટલી મેચમાંથી બહાર
IPL 2025 અગાઉ LSGને લાગ્યો ઝટકો, મયંક યાદવ આટલી મેચમાંથી બહાર
ડિવોર્સની ચર્ચા વચ્ચે ધનશ્રી વર્માએ યુઝવેન્દ્ર સાથેના જૂના ફોટા ફરી કર્યાં રિસ્ટોર, જાણો ડિટેલ
ડિવોર્સની ચર્ચા વચ્ચે ધનશ્રી વર્માએ યુઝવેન્દ્ર સાથેના જૂના ફોટા ફરી કર્યાં રિસ્ટોર, જાણો ડિટેલ
MI vs GG: ગુજરાત સામેની રોમાંચક મેચમાં મુંબઇનો 9 રનથી વિજય, ભારતીની 25 બોલમાં અડધી સદી એળે ગઇ
MI vs GG: ગુજરાત સામેની રોમાંચક મેચમાં મુંબઇનો 9 રનથી વિજય, ભારતીની 25 બોલમાં અડધી સદી એળે ગઇ
'પાવર સપ્લાય બંધ કરી દઇશું', ટ્રમ્પના અંદાજમાં કેનેડાના આ શહેરની અમેરિકાને ધમકી
'પાવર સપ્લાય બંધ કરી દઇશું', ટ્રમ્પના અંદાજમાં કેનેડાના આ શહેરની અમેરિકાને ધમકી
દુનિયાના 20 સૌથી પ્રદૂષિત શહેરોમાં 13 ભારતમાં, હજુ પણ દિલ્હી સૌથી પ્રદૂષિત કેપિટલ
દુનિયાના 20 સૌથી પ્રદૂષિત શહેરોમાં 13 ભારતમાં, હજુ પણ દિલ્હી સૌથી પ્રદૂષિત કેપિટલ
Embed widget