Umesh Pal Murder Case:અતીક અહમદને લાવવા ગુજરાત પહોંચી પોલીસ, જાણો શું છે તૈયારી
પ્રયાગરાજમાં 24 ફેબ્રુઆરીએ થયેલી ઉમેશ પાલની હત્યા મામલે સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. માફિયા અતીક અહેમદને લાવવા માટે યુપી પોલીસ ગુજરાતની સુરત જેલમાં પહોંચી છે.
Umesh Pal Murder Case:પ્રયાગરાજમાં 24 ફેબ્રુઆરીએ થયેલી ઉમેશ પાલની હત્યા મામલે સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. માફિયા અતીક અહેમદને લાવવા માટે યુપી પોલીસ ગુજરાતની સુરત જેલમાં પહોંચી છે.
24 ફેબ્રુઆરીએ પ્રયાગરાજમાં બીજેપી નેતા ઉમેશ પાલની હત્યા કરવામાં આવી હતી. પ્રયાગરાજમાં આ હત્યા કેસમાં માફિયા અતીક અહેમદના પરિવારને આરોપી બનાવવામાં આવ્યો છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે માફિયા ગેંગ દ્વારા ષડયંત્ર રચવામાં આવ્યું હતું અને ત્યાર બાદ ઉમેશ પાલની હત્યા કરવામાં આવી હતી. જે બાદ સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. સાથે જ અતીક અહેમદને યુપી પરત લાવવાની તૈયારીઓ ચાલી રહી છે.
ઉમેશ પાલની અપહરણ કેસનો ચુકાદો 28 માર્ચે આવવાનો છે. આ કેસમાં અતીક અહેમદ પણ આરોપી છે. અતીક અહેમદ અપહરણ કેસમાં ચુકાદા સમયે કોર્ટમાં હાજર રહેશે. એટલા માટે યુપી પોલીસની ટીમ અતીક અહેમદને લેવા ગુજરાત પહોંચી છે. આ ક્રમમાં રવિવારે સવારે અતિક અહેમદનું મેડિકલ કરવામાં આવ્યું છે. જે બાદ તેને પરત લાવવાની તૈયારી ચાલી રહી છે. STFની ટીમ તેની સાથે રવાના થાય તેવી શક્યતા છે.
28 માર્ચે સુનાવણી હાથ ધરવામાં આવી હતી
હકીકતમાં, ઉમેશ પાલ અપહરણ કેસમાં 28 માર્ચે ચુકાદો સંભળાવવાનો છે. આ કેસમાં અતીક અહેમદનું નામ પણ છે. જો કે છેલ્લી સુનાવણી સમયે કોર્ટમાં નિર્ણય સુરક્ષિત રાખવામાં આવ્યો હતો. જે બાદ સૂત્રોનો દાવો છે કે આજે ગમે ત્યારે પોલીસ તેમને પકડીને સુરતથી રવાના થઈ શકે છે. ખાસ વાત એ છે કે ભૂતકાળમાં યુપી પોલીસે અતીક અહેમદને યુપી પરત લાવવા માટે કોર્ટ પાસે પરવાનગી માંગી હતી.
બીજી તરફ યુપી પોલીસના નિર્ણયને અતીક અહેમદના પરિવાર વતી સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. ત્યારબાદ સુપ્રીમ કોર્ટમાં કહેવામાં આવ્યું કે યુપીમાં અતીક અહેમદના જીવને ખતરો છે. આવી સ્થિતિમાં આ નિર્ણય પર રોક લગાવવી જોઈએ, જોકે આ મામલે સુનાવણી એપ્રિલમાં થવાની છે.
ABP News Survey: મોદી સરકારના કામકાજને લઈ હાથ ધરાયો સર્વે, થયા ચોંકાવનારા ખુલાસા
Desh Ka Mood: વર્ષ 2024ની લોકસભાની ચૂંટણીને હવે 1 વર્ષ કરતા પણ ઓછો સમય બાકી રહ્યો છે. ત્યારે કેન્દ્રમાં ફરી એકવાર કોની સરકાર રચાશે અને શું મોદી સરકારના બીજા કાર્યકાળના કામકાજથી જનતા ખુશ છે? તેને લઈને હાથ ધરવામાં આવેલા એબીપી ન્યૂઝના સર્વેમાં અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે.
એબીપી ન્યૂઝે મેટ્રિઝ સાથે મળીને એક સર્વે હાથ ધર્યો હતો. સર્વેમાં 10 હજાર લોકોને સામેલ કરવામાં આવ્યા હતા. આ તમામને અલગ-અલગ પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. જેમાં લોકોને પૂછવામાં આવ્યું હતું કે, કેન્દ્ર સરકારની કામગીરી કેવી છે? આ સવાલના જવાબમાં લોકોએ ચોંકાવનારા જવાબો આપ્યા હતાં.
આ મામલે 37 ટકા લોકોનું માનવું છે કે, કેન્દ્ર સરકારની કામગીરી ખૂબ જ સારી છે. તો 41 ટકા લોકો માને છે કે, કેન્દ્ર સરકારનું કામકાજ સંતોષકારક છે. જ્યારે 22 ટકા લોકોનું માનવું છે કે કેન્દ્ર સરકારનું કામ ખૂબ જ ખરાબ છે.
ઉત્તર પ્રદેશને લઈને ચૂંટણી પ્રશ્ન!
એબીપી ન્યૂઝે મેટ્રિસે સાથે મળીને આ સર્વે ખાસ કરીને દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશ માટે હાથ ધર્યો હતો. રાજનૈતિક દૃષ્ટિએ ઉત્તર પ્રદેશ દેશનું સૌથી મજબૂત રાજ્ય છે. કારણ કે લોકસભાની 80 જેટલી બેઠકો અહીંથી આવે છે. ભારતીય જનતા પાર્ટી (BJP)એ 2014 અને 2019ની લોકસભા ચૂંટણીમાં યુપીમાં અભૂતપૂર્વ જીત મેળવી હતી અને કેન્દ્રમાં સત્તા રચી હતી.
.