Watch: અમેરિકાએ તોડી પાડ્યું ચીનનું જાસૂસી બલૂન... કાટમાળની તપાસ, બંને દેશો વચ્ચે વધ્યો તણાવ
Chinese Spy Balloon: અમેરિકન ફાઈટર જેટે સાઉથ કેરોલિનાના કિનારે એક શંકાસ્પદ ચાઈનીઝ જાસૂસી બલૂનને તોડી પાડ્યું છે. અહી જુઓ અમેરિકાની આ સમગ્ર કાર્યવાહીનો વીડિયો
America Shot Down Chinese Spy Balloon: અમેરિકાએ ચીનના સ્પાય બલૂનને લઈને મોટી કાર્યવાહી કરી છે. ચીની જાસૂસી બલૂન જેના પર જિનપિંગને ગર્વ હતો તે એટલાન્ટિક મહાસાગરમાં ટુકડા થઈ ગયુ છે. અમેરિકાના આકાશમાં ચીનનો જાસૂસી બલૂન હવે ઈતિહાસ બની ગયો છે. યુએસ એરફોર્સે આ જાસૂસી બલૂનને મિસાઈલ વડે નષ્ટ કરી દીધું. તેનો વીડિયો હવે સામે આવ્યો છે. આમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કેવી રીતે અમેરિકાએ તે બલૂનને નીચે પાડી દીધુ જેના પર ચીનને ગર્વ હતો.
અમેરિકાએ તોડી પાડ્યું ચીનનું જાસૂસી બલૂન
બુધવાર 1 ફેબ્રુઆરીએ પશ્ચિમી યુએસ રાજ્ય મોન્ટાનામાં એક ચીની જાસૂસી બલૂન જોવા મળ્યું હતું. જેના કારણે પેન્ટાગોન સુધી સનસનાટી ફેલાઈ ગઈ હતી. અમેરિકાનો સૌથી મોટો દુશ્મન તેની એરસ્પેસમાં જાસૂસી કરી રહ્યો હતો પરંતુ પછી શૂટડાઉન સરળ ન હતું કારણ કે ચીનના ઉડતા જાસૂસ પાસે ભારે સેન્સર અને દેખરેખના સાધનો હતા. જ્યારે તોડી પાડવામાં આવે ત્યારે બલૂનનો ભંગાર વિનાશનું કારણ બની શકે તેથી અમેરિકાએ પહેલા યોગ્ય તકની રાહ જોઈ.
🚨#BREAKING: Incredible HD footage of the Chinese surveillance balloon being shot down
🚨#MyrtleBeach l #SC
Watch incredible HD video of the moment when the Chinese surveillance balloon was shot down by a single missile from an F-22 fighter jet from Langley Air Force Base pic.twitter.com/KjwTrgcvcb — R A W S A L E R T S (@rawsalerts) February 4, 2023
અમેરિકાએ જાસૂસ બલૂનના ભાગો એકત્રિત કર્યા
જ્યારે ચીનનું એરિયલ જાસૂસ એટલાન્ટિકની નજીક પહોંચ્યું ત્યારે અમેરિકન મિસાઈલે પોતાનું કામ પૂરું કર્યું. હવે અમેરિકા આ જાસૂસી બલૂનના ભાગોને સમુદ્રમાંથી એકત્ર કરી રહ્યું છે જેથી કરીને તે ચીનના ષડયંત્રના તળિયે જઈને પુરાવા સાથે ચીનને ભીંસમાં લઈ શકે. F-22 ફાઈટર જેટમાંથી છોડવામાં આવેલી મિસાઈલ દ્વારા આ બલૂનને તોડી પાડવામાં આવ્યું હતું.
F-22 ફાઈટર જેટની તાકાત
F-22 ફાઈટર જેટ તેની વિનાશક ક્ષમતા માટે વિશ્વભરમાં રેપ્ટર તરીકે ઓળખાય છે. રેપ્ટરનો પાઇલટ જાણતો હતો કે તે એક ખાસ મિશન પર જઈ રહ્યો છે અને તે જે કરવા જઈ રહ્યો છે તે બે વૈશ્વિક શક્તિઓ વચ્ચેના તણાવને વધારશે. જમીનથી 58 હજાર ફૂટની ઉંચાઈ પર રેપ્ટરની મિસાઈલનો દરવાજો ખોલતાની સાથે જ AIM-9 સાઇડવિન્ડર એર ટુ એર મિસાઈલ બહાર આવી. આ મિસાઈલે લગભગ 60 હજાર ફીટની ઊંચાઈએ ફરતા ચીનના એરિયલ જાસૂસને તોડી નાખ્યું હતું