Vadodara Boat Accident: હરણી બોટ દુર્ઘટનાના આરોપીઓની તસવીર આવી સામે, કુલ 6 લોકોની ધરપકડ
Vadodara Harni Boat Accident: વડોદરાના હરણી લેક્ઝોનમાં બોટ પલટી જતા 14 લોકોના મોત થયા હતા. આ મામલે પોલીસે મોટી કાર્યવાહી કરી છે. વડોદરા બોટ દુર્ઘટના મામલે વધુ 3 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

Vadodara Harni Boat Accident: વડોદરાના હરણી લેક્ઝોનમાં બોટ પલટી જતા 14 લોકોના મોત થયા હતા. આ મામલે પોલીસે મોટી કાર્યવાહી કરી છે. વડોદરા બોટ દુર્ઘટના મામલે વધુ 3 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આમ અત્યાર સુધી છની ધરપકડ થઈ છે. કંપનીના ત્રણ પાર્ટનર, મેનેજર, બે બોટ ચલાવનારની ધરપકડ કરવામાં આવી છે. તો બીજી તરફ કંપનીના 15 પાર્ટનર સહિત 18 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે. અન્ય લોકોની ધરપકડ માટે ટીમો તપાસમાં લાગી હોવાની વાત કમિશરે કરી છે.
#WATCH | Gujarat: Vadodara boat capsize incident | Vadodara Police arrested six people in connection with the incident.
— ANI (@ANI) January 19, 2024
14 people including 12 students and 2 teachers died in yesterday's incident. https://t.co/hiOtZNW9Ib pic.twitter.com/QT4bVxn5mI
કમિશનરે કહ્યું કે, ટકાવારી પ્રમાણે કંપનીમાં તમામની ભાગીદારી હતી. હરણી પોલીસ મથકે હરણી લેક્ઝોનના 15 ભાગીદારો અને 3 કર્મચારીઓ સામે ગુનો નોંધાયો છે. ગઈકાલે 3ની ધરપકડ કરાઈ હતી અને આજે વધુ 3ની અટકાયત કરવામાં આવી છે. અત્યાર સુધી પરેશ શાહના નામે હરણી લેક ઝોનનો કોન્ટ્રાકટ હોવાની ચર્ચા થઈ રહી હતી. 2017 માં કોર્પોરેશન દ્વારા અપાયેલા લેક ઝોનના કોન્ટ્રાકટમાં 4 ભાગીદાર હતા. જે વધીને 6 અને તે બાદ 15 થયા હતા સાથે 3 કર્મચારીઓ. પરેશ શાહનો દીકરો વત્સલ શાહ અને ધર્મીન ભતાણી સમગ્ર વહીવટી સંભાળશે તેવો 15 સભ્યમાં ઠરાવ થયો હતો.
કેમ કે 2017મા કોર્પોરેશન સાથે થયેલા કરારમાં પણ પરેશ શાહનું નામ નથી.આ ઉપરાંત પરેશ શાહનું એફ.આઈ.આરમાં પણ નામ નથી. લેક ઝોનનો કોન્ટ્રાકટ પરેશ શાહના પુત્ર વત્સલ શાહ અને પત્ની સહિત 4ના નામે હતો.
વડોદરા હરણી નદીમાં સર્જાયેલી બોટ દુર્ઘટનાને લઇને તપાસનો ધમધમાટ શરૂ થયો છે. પોલીસ કમિશ્નર મનોજ નિનામાના અધ્યક્ષસ્થાને SITની રચના કરવામાં આવી છે. આ તપાસ ટીમમાં સાત પોલીસ અધિકારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. ગુનાની તપાસ ACP ક્રાઈમબ્રાંચને સોંપવામાં આવી છે. ડીસીપી પન્ના મોમાયાનો પણ એસઆઈટીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ક્રાઈમબ્રાંચના ACP, બે પીઆઈ અને એક PSIનો સમાવેશ કરવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં વડોદરા બોટ દુર્ધટનામાં કુલ 6 શખ્સની અટકાયત કરવામાં આવી છે. ગઇ કાલે વધુ કોટિયા કંપનીના 3 પાર્ટનરોની અટકાયત કરીને પૂછપરછ હાથ ધરવામાં આવી છે. આ રીતે ગઈકાલે પકડાયેલા 3 સહિત કુલ છની અટકાયત કરવામાં આવી છે. તમામ છ આરોપીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે.
મેઇન કોન્ટ્રાકટરને કોન્ટ્રાક્ટ આપ્યા બાદ એ કંપનીએ કોને કોને પેટા કોંટ્રાક્ટ સોંપ્યો તેની તપાસ થઇ રહી છે.2017માં કોર્પોરેશને આપેલ કોંટ્રાક્ટમાં 4 ભાગીદાર હતા.પરેશ શાહનો દિકરો વત્સલ, ધર્મીન ભતાણી વહીવટ સંભાળતા હતા. 2017માં કોર્પોરેશન સાથે થયેલા કરારમાં પણ પરેશ શાહનું નામ નથી. પરેશ શાહના પુત્ર વત્સલ શાહ, પત્ની સહિત 4ના નામે કોંટ્રાક્ટ હતો. વડોદરા બોટ દુર્ઘટનામાં સૌથી મોટો ખુલાસો થયો હતો. તળાવ ડેવલપનો કોન્ટ્રાક્ટ સમયે કોટિયા પ્રોજેક્ટમાં છ પાર્ટનર હતા. પરંતુ હાલમાં કોટિયા પ્રોજેક્ટમાં 16 પાર્ટનર છે. જેમ જેમ એક્ટિવિટી વધી, તેમ તેમ પાર્ટનરો પણ વધતા ગયા હતા. કયા પાર્ટનરને કઈ જવાબદારી હતી તેની પણ તપાસ કરવામાં આવી રહી છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
