Vadodara: વાઘોડિયાની સીમમા માનવ કંકાલ મળી આવતા ખળભળાટ, પોલીસ અને FSLનો કાફલો ઘટના સ્થળે
વડોદરા: વાઘોડિયાના રુસ્તમપુરા નજીક કછાટા ગામની સીમમા માનવ કંકાલ મળી આવ્યું છે. ખેતરના શેઢા પાસે વરસાદી કાંષ નજીક અજાણ્યુ ડિકંમ્પોઝ માનવ કંકાલ મળી આવ્યું હતું. ખેતર માલીકે કંકાલ અંગે વાઘોડિયા પોલીસને જાણ કરી હતી.
વડોદરા: વાઘોડિયાના રુસ્તમપુરા નજીક કછાટા ગામની સીમમા માનવ કંકાલ મળી આવ્યું છે. ખેતરના શેઢા પાસે વરસાદી કાંષ નજીક અજાણ્યુ ડિકંમ્પોઝ માનવ કંકાલ મળી આવ્યું હતું. ખેતર માલીકે કંકાલ અંગે વાઘોડિયા પોલીસને જાણ કરી હતી. કંકાલ પર શર્ટ અને પેન્ટ જોતા પુરૂષનુ કંકાલ હોવાનુ તારણ છે. વાઘોડિયા પોલીસને જાણ થતા પોલીસ, ડોક્ટરની મેડ્કલ ટીમ અને FSL ઘટના સ્થળે પહોંચ્યા હતા. અજાણ્યો પુરૂષ કોણ હશે એ અંગે તપાસ હાથ ધરવામાં આવી છે.
ડિકંમ્પોઝ કંકાલના હાડકા છૂટા પડી ગયા હતા. પેન્ટના ખીસ્સામાંથી માચીસ, તમાકુ અને સો રુપીયાની નોટ મળી આવી છે. રાત્રી પશુઓ દ્વારા કંકાલને ઘટના સ્થળેથી 20 ફુટ દુર ખસેડ્યુ હોવાનું અનુમાન છે. પોસ્ટ મોર્ટંમ બાદ મોતનુ સાચુ કારણ બહાર આવશે. ઘટનાની જાણી થથા ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા એકત્ર થયા હતા.
ડમી ઉમેદવાર કાંડમાં વધુ 3 આરોપી પકડાયા
ભાવનગરમાંથી પ્રકાશમાં આવેલા ડમી ઉમેદવાર કાંડમાં પોલીસને વધુ એક સફળતા મળી છે, પોલીસે વધુ 3 આરોપીની ધરપકડ કરી છે, આ આરોપી પકડાયા બાદ કુલ આરોપીનો આંકડો 50ને પાર પહોંચી ગયો છે.
ભાવનગર ડમી ઉમેદવાર કાંડમાં પોલીસે આરોપીઓનો પકડવાનો આંકડો 50ને પાર કરી દીધો છે. આજે આ ભાવનગર ડમી ઉમેદવાર કાંડમાં વધુ 3 આરોપીને પોલીસે ઝડપી પાડ્યા છે. ડમી ઉમેદવાર કાંડમાં એક સગીર સહિત 3 આરોપીઓ પકડાયા છે.
ભરતનગર પોલીસ મથકમાં નોંધાયેલી 36 આરોપીઓના નામ જોગ નોંધાયેલી ફરિયાદમાંથી એક આરોપી અને અન્ય 2 તપાસમાં ખુલેલા આરોપીઓ મળી કુલ આંકડો 50એ પહોંચ્યો છે. 36 આરોપી વિરુદ્ધ નોંધાયેલી પોલીસ ફરિયાદ મુજબ 24 આરોપીઓ અને તપાસમાં ખુલેલા 26 આરોપીઓ મળી કુલ 50 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે.
ભાવનગર પોલીસે ડમીકાંડમાં વધુ ત્રણ આરોપીને પકડ્યા, જાણો
(૨) આરોપી, ઋષિત અરવિંદભાઈ બારૈયા, ઉ. વ.18 રહે. પીપરલા.
આ આરોપી સગીર છે માત્ર જાણ માટે નામ છે (૩) કાયદાના સંદર્ભમાં આવેલા કિશોર ઉ. વ. ૧૭ વર્ષની છે.
ડમી કાંડની ફરિયાદને એક માસથી વધુ સમય વિત્યો -
ગુજરાતમાં ભાવનગરમાં સામે આવેલું ડમી કાંડ પ્રકરણ આજે રાજ્યમાં ટૉક ઓફ ધ ટાઉન વિષય બની ચૂક્યો છે, ડમી ઉમેદવાર કાંડને લઇને નોંધાયેલી ફરિયાદને આજે એક માસથી વધુનો સમય પૂર્ણ થઇ ચૂક્યો છે. છતાં પોલીસ તમામ આરોપીઓને પકડવામાં નિષ્ફળ રહી છે.
એક માસ પહેલા ભરતનગર પોલીસ મથકમાં 36 આરોપીઓ વિરુદ્ધ ડમી ઉમેદવાર કાંડની પોલીસ ફરિયાદ નોંધાઇ હતી, ડમી ઉમેદવાર કાંડના મુખ્ય 4 આરોપીઓની જે દિવસે ફરિયાદ નોંધાઇ હતી, તે દિવસે જ તેમની ધરપકડ કરવામાં આવી હતી. જેમાં શરદ પનોત, પ્રદીપ બારૈયા, પ્રકાશ ઉર્ફે PK દવે અને બળદેવ રાઠોડ એમ કુલ ચાર મુખ્ય આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. ડમી ઉમેદવાર કાંડની ફરિયાદ મુજબ, 22 આરોપીઓ હતા અને તપાસ દરમ્યાન 21 આરોપીઓના નામ ખુલ્યા હતા, આમ 43 લોકોની કરવામાં ધરપકડ કરવામાં આવી છે. આ તમામ 42 આરોપીઓ અત્યારે જેલ હવાલે છે. જોકે, ડમી કાંડ મુદ્દે હજુ પણ 15 આરોપીઓ પોલીસ પકડથી દુર છે. આજે ડમી કાંડ મામલે નોંધાયેલી ફરિયાદને એક માસ પૂર્ણ થઇ ચૂક્યો છે છતાં પોલીસ હજુ પણ 15 આરોપીઓને પકડવામાં નિષ્ફળ રહી છે.