શોધખોળ કરો

Gujarat Rain: ભારે વરસાદને પગલે વડોદરાનું આ ગામ બન્યું સંપર્ક વિહોણું

વડોદરાના ડભોઇ તાલુકાનું છેવાળાનું આશગોલ ગામ ભારે વરસાદના કારણે સંપર્ક વીહોણું બન્યું છે. ઉપરવાસમાં વરસાદને પગલે હેરન નદી ગાંડી તૂર બની છે. બે ગામોને જોડતું નાળું ધોવાઈ જતા રોડ બેટમાં ફેરવાયો હતો.

Gujarat Rain Update: વડોદરાના ડભોઇ તાલુકાનું છેવાળાનું આશગોલ ગામ ભારે વરસાદના કારણે સંપર્ક વીહોણું બન્યું છે. ઉપરવાસમાં વરસાદને પગલે હેરન નદી ગાંડી તૂર બની છે. બે ગામોને જોડતું નાળું ધોવાઈ જતા રોડ બેટમાં ફેરવાયો હતો. હાલમા આ નાળાની નબળી કામગીરીને લઈને પણ લોકો સવાલો ઉઠાવી રહ્યા છે. ભારે વરસાદને પગલે આશગોલ ગામના લોકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. ડભોઇ તાલુકાના આસગોલ ઉપરાંત પારા ગામનો સંપર્ક પણ ખોરવાયો છે. ગામમાં જવાના એકમાત્ર મુખ્ય માર્ગ પરની કરના ખાડીમાં હેરણ નદીના પાણી ફરી વળતા માર્ગ બંધ થયો છે. હાલની પરિસ્થિતિની વાત કરીએ તો ૬૦૦ જેટલા ગ્રામજનો સંપર્ક વિહોણા બન્યા છે. છેલ્લા ઘણા સમયથી ચોમાસામાં હેરણ નદીના પાણી કરન ખાડીમાં ફરી વળે છે, તેમ છતા તંત્ર દ્વારા કોઈ યોગ્ય ઉકેલ ન લાવવામાં આવ્તા ગ્રામજનોને હાલાકી વેઠવી પડે છે.

કપરાડામાં 14 કલાકમાં 10 ઇંચથી વધુ વરસાદ

વલસાડના કપરાડામાં 14 કલાકમાં 10 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. જેના કારણે મધુબન ડેમમાં પાણીની આવકમાં ધરખમ વધારો થયો છે. હાલમાં મધુબન ડેમના 6 દરવાજા 1 મીટર ખોલવામાં આવ્યા છે. ડેમ માંથી નદીમાં 21900 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. દમણગંગા નદી બે કાંઠે વહી રહી છે. વાપી નજીક દમણગંગા નદીનો વિયર ઓવરફ્લો થય છે. સાવચેતીના ભાગરૂપે લોકોને નદી કિનારા નજીક ન જવા સૂચના આપવામાં આવી છે. જો કે, આ બધાની વચ્ચે તંત્રના સૂચનનો અનાદર કરી કેટલાક લોકો ધસમસતી નદીના પ્રવાહ નજીક પહોંચ્યા હતા. આગામી બે દિવસમાં જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

ફોફળ ડેમ ઓવરફ્લો થવામાં માત્ર બે ફૂટ બાકી

આ ઉપરાંત તો આપણે સૌરાષ્ટ્રની વાત કરીએ તો અહીં, રાજકોટ જિલ્લાના જામકંડોરણા ફોફળ ડેમ ઓવરફ્લો થવામાં માત્ર બે ફૂટ બાકી છે. રાજકોટ જિલ્લાના જામકંડોરણા તાલુકામાં સવારથી ધીમીધારે વરસાદ પડી રહ્યો છે. જામકંડોરણા તાલુકા તેમજ ધોરાજી શહેરને પાણી પુરૂ પાડતો ફોફળ ડેમમાં 24 ફૂટ પાણીનો વધારો થયો છે. સતત વધી રહેલા પાણીના પ્રવાહને જોતા તંત્ર દ્વારા નિચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. ફોફળ ડેમમાં સતત વધી રહેલા પાણીના પ્રવાહને કારણે ડે નીચાણ વાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે તેમા દૂધીવદર, ઈશ્વરીયા, તરવડા, વેઞડી ગામોનો સમાવેશ થાય છે.

ભાદર-2 ડેમ ઓવરફ્લો થવાની તૈયારીમાં

તો બીજી તરફ રાજકોટના ધોરાજીમાં આવેલ ભાદર-2 ડેમ ઓવરફ્લો થવાની તૈયારીમાં છે. ડેમના હેઠવાસમાં આવતા વિસ્તારોને તંત્ર દ્વારા એલર્ટ કરાયા છે. જેમાં ધોરાજી, ઉપલેટા, માણાવદર, કુતિયાણા તેમજ પોરબંદર તાલુકાના વિસ્તારોનો સમાવેશ થાય છે. નદી કાંઠા વિસ્તારમાં આવતા વિસ્તારોને સાવચેત રહેવા સૂચના આપાઈ છે. તંત્ર દ્વારા નદી કાંઠાના 37 જેટલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. લોકોએ નદીના પટમાં ન જવાની તેમજ નીચાણવાળા વિસ્તારોને સાવચેતી રહેવા માટેની સૂચના અપાઈ છે. હાલ ડેમમાં 3362 ક્યુસેક પાણીની આવક થઇ રહી હોવાની પણ વિગતો સામે આવી છે. ડેમની કુલ સપાટી 53.10 મીટર છે જમાંથી હાલની સપાટી 51.30 મીટર પહોંચી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સૌરાષ્ટ્રમાં સિસ્ટમ સક્રીય થતાં આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 48 કલાક ભારેઃ અંબાલાલ પટેલની આગાહી
સૌરાષ્ટ્રમાં સિસ્ટમ સક્રીય થતાં આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 48 કલાક ભારેઃ અંબાલાલ પટેલની આગાહી
આગામી ત્રણ કલાક આ જિલ્લાઓ માટે ભારે, જોરદાર પવન અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી
આગામી ત્રણ કલાક આ જિલ્લાઓ માટે ભારે, જોરદાર પવન અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી
Rain Forecast: રાજ્યના 11 જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી, બે જિલ્લામાં તો ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું
Rain Forecast: રાજ્યના 11 જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી, બે જિલ્લામાં તો ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું
New Criminal Laws: ભારતીય ન્યાય સંહિતા લાગુ થતાં જ દિલ્હીમાં પહેલી FIR, રેલવે સ્ટેશન પાસે ગુટખા વેચનારા શખ્સ પર કેસ
New Criminal Laws: ભારતીય ન્યાય સંહિતા લાગુ થતાં જ દિલ્હીમાં પહેલી FIR, રેલવે સ્ટેશન પાસે ગુટખા વેચનારા શખ્સ પર કેસ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Accident | અમદાવાદમાં ફોર્ચ્યુનર અને થાર વચ્ચે સર્જાયો ભયંકર અકસ્માત, 3ના મોત; કારમાંથી મળ્યો દારૂCar structed in Flooded river of Dhoraji RajkotGujarat Rain | ગુજરાતમાં 24 કલાકમાં કયા જિલ્લામાં કેટલો ખાબક્યો વરસાદ?Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સૌરાષ્ટ્રમાં સિસ્ટમ સક્રીય થતાં આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 48 કલાક ભારેઃ અંબાલાલ પટેલની આગાહી
સૌરાષ્ટ્રમાં સિસ્ટમ સક્રીય થતાં આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 48 કલાક ભારેઃ અંબાલાલ પટેલની આગાહી
આગામી ત્રણ કલાક આ જિલ્લાઓ માટે ભારે, જોરદાર પવન અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી
આગામી ત્રણ કલાક આ જિલ્લાઓ માટે ભારે, જોરદાર પવન અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી
Rain Forecast: રાજ્યના 11 જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી, બે જિલ્લામાં તો ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું
Rain Forecast: રાજ્યના 11 જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી, બે જિલ્લામાં તો ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું
New Criminal Laws: ભારતીય ન્યાય સંહિતા લાગુ થતાં જ દિલ્હીમાં પહેલી FIR, રેલવે સ્ટેશન પાસે ગુટખા વેચનારા શખ્સ પર કેસ
New Criminal Laws: ભારતીય ન્યાય સંહિતા લાગુ થતાં જ દિલ્હીમાં પહેલી FIR, રેલવે સ્ટેશન પાસે ગુટખા વેચનારા શખ્સ પર કેસ
Rohit Sharma IPL Future: શું રોહિત શર્મા IPLને પણ અલવિદા કહેશે? T20 ફોર્મેટથી નિવૃત્તિ પછી મૌન તોડ્યું
Rohit Sharma IPL Future: શું રોહિત શર્મા IPLને પણ અલવિદા કહેશે? T20 ફોર્મેટથી નિવૃત્તિ પછી મૌન તોડ્યું
Accident News: અમદાવાદમાં રિંગ રોડ થાર અને ફોર્ચ્યુનર વચ્ચે અકસ્માતમાં બન્ને કારનો કચ્ચરઘાણ નીકળી ગયો, ત્રણના મોત
Accident News: અમદાવાદમાં રિંગ રોડ થાર અને ફોર્ચ્યુનર વચ્ચે અકસ્માતમાં બન્ને કારનો કચ્ચરઘાણ નીકળી ગયો, ત્રણના મોત
વરસાદનાં આંકડાઃ રાજ્યના 214 તાલુકામાં મેઘમહેર, સુરતનાં પલસાણામાં સૌથી વધુ 8.5 ઇંચ વરસાદ ખાબક્યો
વરસાદનાં આંકડાઃ રાજ્યના 214 તાલુકામાં મેઘમહેર, સુરતનાં પલસાણામાં સૌથી વધુ 8.5 ઇંચ વરસાદ ખાબક્યો
9 રાજયોમાં મેઘરાજાની જમાવટ, ગુજરાત સહિત 27 રાજ્યોમાં 5 દિવસ ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ
9 રાજયોમાં મેઘરાજાની જમાવટ, ગુજરાત સહિત 27 રાજ્યોમાં 5 દિવસ ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ
Embed widget