શોધખોળ કરો
Advertisement
Vadodara: સોની પરિવારના 6 સભ્યોનો સામૂહિક આપઘાતનો પ્રયાસ, ત્રણનાં મોત, જાણો શું છે કારણ ?
પરિવારના 6 સભ્યોએ સાંજના 4.45 વાગ્યાના અરસામાં કોલ્ડ્રીંક માં ઝેરી પદાર્થ ભેળવી પીને આપઘાત નો પ્રયાસ કર્યો હતો. જેના કારણે ઘરમાં જ ઘરના મુખિયા નરેન્દ્ર સોની, ધોરણ 12માં અભ્યાસ કરતી રિયા સોની અને 3 વર્ષનું બાળક પાર્થ સોની નું મોત નિપજ્યું
વડોદરા: શહેરના સમા વિસ્તારમાં આવેલી સ્વાતિ સોસાયટીમાં રહેતા સોની પરિવારના 6 સભ્યોએ સામૂહિક આપઘાત કરતાં હડકંપ મચી જવા પામ્યો છે. પરિવારમાં 3 નાં મોત થયા હતા. જ્યારે ત્રણને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે.
કોરોના વાયરસ ના કારણે અનેક લોકોના ધંધા બંધ થઈ ગયા છે તો લોકોની નોકરી પણ છૂટી ગઈ છે. જેના કારણે લોકો આર્થિક સંકડામણમાં મુકાયા છે. તેવામાં વડોદરાના સમા વિસ્તારમાં સ્વાતિ સોસાયટીના સી 13 નંબરના મકાનમાં ભાડેથી રહેતા નરેન્દ્ર સોની અને તેમના પરિવારના 6 સભ્યોએ સાંજના 4.45 વાગ્યાના અરસામાં કોલ્ડ્રીંક માં ઝેરી પદાર્થ ભેળવી પીને આપઘાત નો પ્રયાસ કર્યો હતો. જેના કારણે ઘરમાં જ ઘરના મુખિયા નરેન્દ્ર સોની, ધોરણ 12માં અભ્યાસ કરતી રિયા સોની અને 3 વર્ષનું બાળક પાર્થ સોની નું મોત નિપજ્યું હતું જ્યારે ભાવિન સોની, દીપ્તિ સોની અને ઉર્વશી સોનીને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
આર્થિક તંગી ના કારણે પરિવારે આપઘાત કર્યાનું કારણ સામે આવ્યું છે. મકાન અને મંગળ બજારમાં સ્થિત પોતાની પ્લાસ્ટિકની દુકાન પણ વેચી નાંખી હતી. પરિવારે આર્થિક સંકડામણના કારણે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાનું પોલીસનું પ્રાથમિક અનુમાન છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ટેકનોલોજી
આરોગ્ય
Advertisement