શોધખોળ કરો
ભાજપના કયા ધારાસભ્યના પત્નીને પણ લાગ્યો કોરોનાનો ચેપ? જાણો વિગત
સાવલીના ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદાર પછી તેમના ફાલ્ગુનીબેનને પણ લાગ્યો કોરોનાનો ચેપ.
![ભાજપના કયા ધારાસભ્યના પત્નીને પણ લાગ્યો કોરોનાનો ચેપ? જાણો વિગત BJP MLA Ketan Inamdar's wife also found corona positive ભાજપના કયા ધારાસભ્યના પત્નીને પણ લાગ્યો કોરોનાનો ચેપ? જાણો વિગત](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/07/28193612/ketan-inamdar.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ગાંધીનગરઃ સાવલીના ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદારને કોરોના પોઝિટિવ આવ્યા પછી તેમના પત્નીને પણ કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમના પત્ની ફાલ્ગુનીબેન ઇનામદાર પણ કોરોના સંક્રમિત થયા છે. અગાઉ કેતન ઇનામદારના પુત્ર, ભાઈના પુત્ર અને ભાઈના પત્ની અને ભાણીયો તેમજ કેતન ઇનામદારના ડ્રાઇવરને પણ કોરોના પોઝિટિવ આવ્યો છે.
નોંધનીય છે કે, 20મી જુલાઇએ કેતન ઇનામદારનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ધારાસભ્ય પોતાના ઘરે જનતા દરબાર ભરતા હતા. ધારાસભ્ય કેતન ઇનામદાર ઘરમાં ક્વોરન્ટાઈન થયા છે. જ્યારે 21મી જુલાઇએ તેમનો 19 વર્ષીય પુત્ર પણ કોરોના સંક્રમિત થયો હતો.
અગાઉ ભાજપના જગદીશ પંચાલ, બલરામ થાવાણી, કિશોર ચૌહાણ, રમણ પાટકર, વી.ડી. ઝાલાવાડીયા કોરોનાની ચપેટમાં આવી ચૂક્યા છે. જ્યારે કોંગ્રેસના ઇમરાન ખેડાવાલા, ગેનીબેન ઠાકોર, ચિરાગ કાલરિયા, રઘુભાઈ દેસાઇ પણ કોરોનાની ચપેટમાં આવી ચૂક્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
રાજકોટ
બિઝનેસ
દુનિયા
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)