શોધખોળ કરો

Vadodara Rain:ભારે વરસાદ બન્યો આફતરૂપ, અનેક વિસ્તાર જળમગ્ન,શાળામાં રજા કરાઇ જાહેર

Vadodara Rain:મેઘરાજાની ધમાકેદાર બેટિંગથી વડોદરામાં વિશ્વામિત્રીની જળસપાટી વધતા પૂરનું સંકટ ઘેરાયું છે. નદીકાંઠાના નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે..

Vadodara Rain:બંગાળાની ખાડીમાં સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ગુજરાતના ગુજરાતમાં છેલ્લા 4થી 5 દિવસથી વરસાદ વરસી રહ્યો છે.  ભારે વરસાદના કારણે વિશ્વમીત્રી નદીનું પાણી શહેરમાં ઘુસી જતાં જનજીવન ખરાબ રીતે પ્રભાવિત થયું છે. અનેક વિસ્તાર જળમગ્ન થઇ જતાં બેટમાં ફેરવાઇ ગયા છે, આ સ્થિતિને જોતા ગરબા આયોજકોની પણ ચિંતા વધી છે.પાર્ટી પ્લોટ પાણીમાં ગરકાવ થઇ જતાં ગરબા આયોજકોની મુશ્કેલીમાં વધારો થયો છે. વડોદરાની આ સ્થિતિને જોતા સ્કૂલમાં પણ રજા જાહેર કરવામાં આવી છે. વરસાદ રોકાયાના કલાકો બાદ પણ વડોદરામાં જળબંબાકારની સ્થિતિ યથાવત છે. પ્રતાપનગર વિસ્તારની અનેક સોસાયટી જળમગ્ન બની છે. અમૃતવાડી વિસ્તારમાં ઘરોમાં  ઘુંટણસમા પાણી ભરાઇ જતાં ઘરવખરીને નુકસાન થયું છે.  ઘરવખરીનો સામાન પલળતા રહીશોને આર્થિક નુકસાન થયું છે. ચોમાસાનો આ પાછોતરો વરસાદ વડોદરા શહેર માટે આફરુપ બન્યો છે. જો કે હાલ વરસાદ રોકાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.

 ઉલ્લેખનિય છે કે છેલ્લા 12 કલાકથી  વડોદરા શહેરમાં વરસાદ રોકાતા શહેરીજનઓ રાહતનો શ્વાસ લીઘો છે.  ઉપરવાસ વરસાદના કારણે વિશ્વામિત્રી નદીનું જળસ્તર સતત વધી રહ્યું  હોવાથી શહેરમાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે.  જો કે ઉપરવાસ વરસાદનું જોર ઘટતા પણ શહેર પરથી પુરનો ખતરો ટળ્યો છે. જો કે સતર્કતાના ભાગરૂપ નીચાણવાળા વિસ્તારોમાંથી સ્થળાંતર  કરવામાં આવ્યું છે. રવિવારે વરસેલા વરસાદથી વિશ્વામિત્રીનું જળસ્તર ખતરનાક રીતે વધ્યું હતું. આજવા સરોવર,વિશ્વામિત્રીની સ્થિતિને લઈને પ્રશાસન એલર્ટ જાહેર કર્યું છે. વડોદરાની તમામ સ્કૂલોમાં આજે રજા જાહેર કરવામાં આવી છે. શહેરની સ્થિતિને જોતા ફાયર અને NDRFની ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.

ચોમાસાની સિઝનમાં ક્યાં કેટલો વરસાદ વરસ્યો

10 વર્ષમાં રાજ્યમાં બીજી વાર આ વર્ષે ચોમાસાની સિઝનનો 45 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 48 ઈંચ સાથે 137 ટકા વરસાદ  વરસી ચૂક્યો છે.કચ્છમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 184.86 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. તો સૌરાષ્ટ્રમાં સિઝનનો 145.21 ટકા અને દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 140.60 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. ચોમાસાની સિઝનનો મધ્ય ગુજરાતમાં 131.63 ટકા   તો ઉત્તર ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 113.95 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.

ચોમાસાની સિઝનમાં ક્યા ડેમ થયા ઓવરફ્લો

ધોધમાર વરસાદને લીધે રાજ્યના 207માંથી પૈકી 122 જળાશયો ઓવરફ્લો થયા છે. કચ્છ-સૌરાષ્ટ્રના 100  જળાશયો સંપૂર્ણ ભરાઇ ચૂક્યાં છે. તો મધ્ય ગુજરાતના 10 દક્ષિણ ગુજરાતના નવ અને ઉત્તર ગુજરાતના ત્રણ જળાશયો છલોછલ  થયા છે. પાણીની ભરપૂર આવકથી રાજ્યના 179 ડેમ હાઈએલર્ટ,એલર્ટ અને વોર્નિંગ પર છે.  90 ટકાથી વધુ ભરાયેલા 158 ડેમ હાઈએલર્ટ, 80થી 90 ટકા ભરાયેલા 13 ડેમ એલર્ટ, જ્યારે 70થી 80 ટકા ભરાયેલા 8 ડેમ વોર્નિંગ પર છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દિવાળીની ભીડના કારણે મુંબઇ બાંદ્રા સ્ટેશન પર મચી ગઇ ભાગદોડ, 9 લોકો ઘાયલ, 2ની હાલત ગંભીર
દિવાળીની ભીડના કારણે મુંબઇ બાંદ્રા સ્ટેશન પર મચી ગઇ ભાગદોડ, 9 લોકો ઘાયલ, 2ની હાલત ગંભીર
મિડલ ઇસ્ટમાં ભયાક યુદ્ધના એંધાણ! ઈઝરાયેલે ઈરાન પર હુમલો કરતાં ત્રણ દેશોએ પોતાની એરસ્પેસ બંધ કરી
મિડલ ઇસ્ટમાં ભયાક યુદ્ધના એંધાણ! ઈઝરાયેલે ઈરાન પર હુમલો કરતાં ત્રણ દેશોએ પોતાની એરસ્પેસ બંધ કરી
Asiatic lion: હવે સિંહ દર્શન માટે ગીર નહીં જવું પડે, ધનતરેસે લોકોને આ વન્યજીવ અભયારણ્ય મળશે ભેટ
Asiatic lion: હવે સિંહ દર્શન માટે ગીર નહીં જવું પડે, ધનતરેસે લોકોને આ વન્યજીવ અભયારણ્ય મળશે ભેટ
દિવાળીમાં બહાર કાર પાર્કિગ કરતા પહેલા ચેતી જજો, ભાવનગરમાં ફટાકડાથી કારમાં બ્લાસ્ટ થતાં એક બાળકી ઘાયલ
દિવાળી પર્વ દરમિયાન ભાવનગરમાં ફટાકડાથી કારમાં બ્લાસ્ટ, એક બાળકી ઘાયલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat Railway Station: સુરતના રેલવે સ્ટેશન પર ભારે ભીડ, જુઓ નજારો| Watch VideoGir Somnath:વેરાવળમાં દુકાનમાં લાગી ભીષણ આગ, ધુમાડાના ગોટે ગોટા; જુઓ દ્રશ્યોGold-Silver Price: સોના-ચાંદીના ભાવમાં રેકોર્ડબ્રેક તેજી, જાણો કેટલે પહોંચ્યા ભાવ?Rajkot:વહેલી સવારથી છવાઈ ધુમ્મસની ચાદર, ઠંડીનો ચમકારો | Watch Video

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિવાળીની ભીડના કારણે મુંબઇ બાંદ્રા સ્ટેશન પર મચી ગઇ ભાગદોડ, 9 લોકો ઘાયલ, 2ની હાલત ગંભીર
દિવાળીની ભીડના કારણે મુંબઇ બાંદ્રા સ્ટેશન પર મચી ગઇ ભાગદોડ, 9 લોકો ઘાયલ, 2ની હાલત ગંભીર
મિડલ ઇસ્ટમાં ભયાક યુદ્ધના એંધાણ! ઈઝરાયેલે ઈરાન પર હુમલો કરતાં ત્રણ દેશોએ પોતાની એરસ્પેસ બંધ કરી
મિડલ ઇસ્ટમાં ભયાક યુદ્ધના એંધાણ! ઈઝરાયેલે ઈરાન પર હુમલો કરતાં ત્રણ દેશોએ પોતાની એરસ્પેસ બંધ કરી
Asiatic lion: હવે સિંહ દર્શન માટે ગીર નહીં જવું પડે, ધનતરેસે લોકોને આ વન્યજીવ અભયારણ્ય મળશે ભેટ
Asiatic lion: હવે સિંહ દર્શન માટે ગીર નહીં જવું પડે, ધનતરેસે લોકોને આ વન્યજીવ અભયારણ્ય મળશે ભેટ
દિવાળીમાં બહાર કાર પાર્કિગ કરતા પહેલા ચેતી જજો, ભાવનગરમાં ફટાકડાથી કારમાં બ્લાસ્ટ થતાં એક બાળકી ઘાયલ
દિવાળી પર્વ દરમિયાન ભાવનગરમાં ફટાકડાથી કારમાં બ્લાસ્ટ, એક બાળકી ઘાયલ
ફ્લાઈટોમાં બોમ્બની ધમકીઓ પર મોદી સરકારે એડવાઈઝરી બહાર પાડી, મેટાથી એક્સ સુધીની મદદ માગી
ફ્લાઈટોમાં બોમ્બની ધમકીઓ પર મોદી સરકારે એડવાઈઝરી બહાર પાડી, મેટાથી એક્સ સુધીની મદદ માગી
Diwali 2024: દિવાળીની ખરીદી ક્યાંક ન પડી જાય ભારે, ઓનલાઈન શોપિંગ સ્કેમ્સથી આ રીતે બચો
Diwali 2024: દિવાળીની ખરીદી ક્યાંક ન પડી જાય ભારે, ઓનલાઈન શોપિંગ સ્કેમ્સથી આ રીતે બચો
IND vs NZ: ટેસ્ટ શ્રેણી હાર્યા બાદ BCCI એક્શન મોડમાં, ખેલાડીઓ માટે કડક આદેશ જાહેર
IND vs NZ: ટેસ્ટ શ્રેણી હાર્યા બાદ BCCI એક્શન મોડમાં, ખેલાડીઓ માટે કડક આદેશ જાહેર
MS Dhoni ના ચાહકો માટે આવ્યા ખુશખબર, IPL 2025માં રમવા પર પોતે જ કર્યો મોટો ખુલાસો
MS Dhoni ના ચાહકો માટે આવ્યા ખુશખબર, IPL 2025માં રમવા પર પોતે જ કર્યો મોટો ખુલાસો
Embed widget