શોધખોળ કરો
Advertisement
દાહોદમાં કોરોનાનો પ્રથમ કેસ આવ્યો સામે, નવ વર્ષની બાળકીને લાગ્યો ચેપ, જાણો વિગત
ઇન્દોરથી આવેલા પરિવારની 9 વર્ષની બાળકીને કોરોના પોઝિટિવ આવ્યો. આખો પરિવાર ક્વોરેન્ટાઇન.
દાહોદઃ ગુજરાતમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે, ત્યારે વધુ એક જિલ્લામાં કોરોનાએ પ્રવેશ કર્યો છે. દાહોદમાં પ્રથમ કોરોનાનો પોઝિટિવ કેસ સામે આવ્યો છે. 9 વર્ષની બાળકીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સાત એપ્રિલે પરિવાર ઇન્દોરથી દાહોદ આવ્યો હતો. હાલ, બાળકીને આઇસોલેશન વોર્ડમાં ખસેડાઈ છે.
મૂળ દાહોદના અને વર્ષોથી ઈન્દોર રહેતા પરિવારની 9 વર્ષીય બાળકીનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ઈન્દોરથી એમ્બ્યુલન્સ મારફતે બાળકીના પિતાની દફનવિધિ માટે પરિવાર દાહોદ આવ્યો હતો. ઈન્દોરથી આવ્યાની જાણ થતા જ કલેક્ટરે તાત્કાલિક અસરથી તમામના રીપોર્ટ કઢાવ્યા હતા. પરિવારના 5 માંથી 4નો રીપોર્ટ આવ્યો હતો, જ્યારે 9 વર્ષીય બાળકીનો રીપોર્ટ પોઝિટિવ આવતાં તમામ પરીવારજનોને ક્વોરોન્ટાઈનમાં રખાયા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ટેકનોલોજી
ક્રિકેટ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion