Gujarat Election : વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપને લાગી શકે છે મોટો ઝટકો, કયા દિગ્ગજ નેતા જોડાઇ શકે છે કોંગ્રેસમાં?
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપને મોટો ઝટકો લાગી શકે છે. સાવલી વિધાનસભાની ચૂંટણી લડવાની છેલ્લા એક વર્ષથી તૈયારી કરતા કુલદીપસિંહ રાઉલજી ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાવાની શક્યતા છે.
Gujarat Election : ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપને મોટો ઝટકો લાગી શકે છે. સાવલી વિધાનસભાની ચૂંટણી લડવાની છેલ્લા એક વર્ષથી તૈયારી કરતા કુલદીપસિંહ રાઉલજી ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાવાની શક્યતા છે. ભાજપમાં ટિકીટ મેળવવાના અનેક પ્રયાસ રાઉલજી કરી ચુક્યા છે. જોકે ભાજપ ટિકીટ નહીં આપી શકેનો અંદેશો મળતા કોંગ્રેસમાં જોડાઈ શકે છે. છેલ્લા 10 વર્ષથી કુલદીપસિંહ ભાજપમાં જોડાયેલા હતા.
કુલદીપસિંહ ક્ષત્રિય નેતા છે. તેમજ તેઓ બરોડા ડેરીના ડિરેક્ટર પણ છે. કુલદીપસિંહ ડેસર એ.પી.એમ.સી માં વાઇસ ચેરમેન રહી ચૂક્યા છે. હાલ ડેસર એ.પી.એમ.સી.ના ડિરેક્ટર પદે છે. જો કુલદીપસિંહ રાઉલજી કોંગ્રેસમાં જોડાશે તો સાવલી વિધાનસભાના ઉમેદવારના દાવેદાર હશે. જો ભાજપ કેતન ઇનામદારને રિપીટ કરે તો કાંટાની ટક્કર જોવા મળી શકે છે. અત્યારે કોંગ્રેસ મોવડી મંડળને મળવા અકુલદીપસિંહ મદાવાદ પહોંચી રહ્યા છે.
જોકે, કુલદીપસિંહ સાથે વાત કરતાં તેમણે હજુ કોંગ્રેસમાં જોડાવાનું નક્કી ન હોવાનું જણાવ્યું હતું. તેમજ તેમણે કહ્યું હતું કે, તેઓ જોડાશે તો જાહેરાત કરશે.
Gujarat Election : કેજરીવાલ-માન આવતી કાલે ફરી આવશે ગુજરાત પ્રવાસે, 4 જનસભા સંબોધશે
અમદાવાદઃ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન 8 અને 9 ઓક્ટોમ્બર ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન ગુજરાતના ૪ સ્થળે જનસભાને સંબોધિત કરશે. અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન વડોદરા, દાહોદ, વલસાડ, બારડોલી ખાતે જનસભાને સંબોધિત કરશે.
અરવિંદ કેજરીવાલ અને ભગવંત માનની આ મહિનાની બીજી મુલાકાત છે. અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન ૧ અને ૨ ઓક્ટોમ્બર ગુજરાત ની મુલાકાતે આવ્યા હતા. અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન ઓક્ટોબર મહિનાની પહેલી મુલાકાતે ૪ જનસભાને સંબોધિત કરી હતી. ૧ અને 2 ઓક્ટોમ્બરે ગાંધીધામ, જુનાગઢ, ખેડબ્રહ્મા , સુરેન્દ્રનગર જનસભા ને સંબોધિત કરી હતી.
Gujarat Election : કોંગ્રેસની 61 મહિલા નેતાઓએ માંગી વિધાનસભાની ટિકિટ, કઈ બેઠક પર કેટલી મહિલાઓએ માંગી ટિકિટ?
Gujarat Election : મિશન 2022ના ઉમેદવાર બનવા મહિલા કોંગ્રેસ મેદાને આવી છે. 61 મહિલાઓએ કોંગ્રેસ સમક્ષ દાવેદારી નોંધાવી છે. 40 મહિલાઓને ટિકિટ મળે તેવી મહિલા કોંગ્રેસના પ્રમુખની માગણી છે. મહિલા કોંગ્રેસના પ્રમુખ જેની ઠુમ્મરે લાગણી વ્યક્ત કરી છે. સૌથી વધુ ઇડર બેઠક પર 5 મહિલાઓએ માંગી ટિકિટ. સુરતની કરંજ બેઠક પર 4 મહિલાઓની દાવેદારી.
સુરતની લિંબાયત બેઠક પર 3 મહિલાઓએ માંગી ટિકિટ. દહેગામ બેઠક પર પૂર્વ ધારાસભ્ય કામિનીબા રાઠોડે માંગી ટિકિટ. લીંબડી બેઠક પરથી કલ્પના મકવાણાની દાવેદારી. સુરતની મહુવા બેઠક પરથી હેમાંગીની ગરાસિયાએ માંગી ટિકિટ. કેશોદ બેઠક પરથી પ્રગતિ આહીરની દાવેદારી. અમદાવાદની દાણીલીમડા બેઠક પરથી કમળાબેન ચાવડાએ માંગી ટિકિટ.