શોધખોળ કરો
ગુજરાત સરકારે ઓગસ્ટ મહિનામાં આવનારા તહેવારોની ઉજવણીને લઈને શું લીધો મોટો નિર્ણય?
સરકારે ઓગસ્ટ મહિનામાં આવનારા તહેવારોની જાહેર ઉજવણી પર પ્રતિબંધ લગાવ્યો છે. સરકારે શોભાયાત્રા, લોકમેળા, પદયાત્રા, તાજીયા પર પ્રતિબંધ લગાવ્યો છે.
![ગુજરાત સરકારે ઓગસ્ટ મહિનામાં આવનારા તહેવારોની ઉજવણીને લઈને શું લીધો મોટો નિર્ણય? Gujarat govt ban on public celebration of August months all festivals due to hike covid-19 cases ગુજરાત સરકારે ઓગસ્ટ મહિનામાં આવનારા તહેવારોની ઉજવણીને લઈને શું લીધો મોટો નિર્ણય?](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/08/01132457/vijay-rupani.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
વડોદરાઃ ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ ખૂબ જ વધી રહ્યું છે. છેલ્લા કેટલાય દિવસોથી કોરોનાના દૈનિક કેસો 1 હજારથી વધુ આવી રહ્યા છે, ત્યારે રાજ્ય સરકારે કોરોનાનું સંક્રમણ વધુ ન ફેલાય તે માટે મોટો નિર્ણય લીધો છે. સરકારે ઓગસ્ટ મહિનામાં આવનારા તહેવારોની જાહેર ઉજવણી પર પ્રતિબંધ લગાવ્યો છે. સરકારે શોભાયાત્રા, લોકમેળા, પદયાત્રા, તાજીયા પર પ્રતિબંધ લગાવ્યો છે.
ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા વડોદરાની મુલાકાતે આવ્યા છે. તેમણે પત્રકારો સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, કોરોનાનું સંક્રમણ વધે નહીં તે માટે વિવિધ મંડળના આગેવાનોએ સરકારને કરેલી રજૂઆતના આધારે રાજ્ય સરકાર દ્વારા એવો નિર્ણય કરવામાં આવે છે કે, આગામી ઓગસ્ટ મહિના દરમિયાન જેટલા તહેવારો આવે છે, એમાં કોઈ પણ પ્રકારની શોભાયાત્રા, લોકમેળા, પદયાત્રા કે તાજીયા, તાજીયાના જુલૂસ, શોભાયાત્રા સ્વરૂપે મૂર્તિ વિસર્જન આ તમામ પ્રકારની જાહેર ઉજવણી બંધ કરવા માટેનો રાજ્ય સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
સમાચાર
ગુજરાત
ક્રિકેટ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)