શોધખોળ કરો

Vadodara: વિશ્વામિત્રી નદી પરના દબાણો પર ફરી વળ્યું દાદાનું બુલડોઝર,પૂર બાદ લોકોમાં જોવા મળ્યો હતો રોષ

Vadodara News: વડોદરામાં આવેલા પુર બાદ કોર્પોરેશન તંત્ર દ્વારા વિશ્વામિત્રી નદી કિનારા ના 13 ગેરકાયદેસર બાંધકામોને ત્રણ દિવસની નોટી સપાઈ હતી.

Vadodara News: વડોદરામાં આવેલા પુર બાદ કોર્પોરેશન તંત્ર દ્વારા વિશ્વામિત્રી નદી કિનારા ના 13 ગેરકાયદેસર બાંધકામોને ત્રણ દિવસની નોટી સપાઈ હતી.  નોટિસનો સમય પૂરો થતાં આજથી અગોરા મોલના ક્લબ હાઉસ સહિતના બાંધકામો તોડવાની કામગીરી કોર્પોરેશનને શરૂ કરી હતી. 

વડોદરા શહેરમાં આવેલા પૂરમાં 3 દિવસ સુધી લોકોને ઘરમાં પુરાઈ રહેવાનો સમય આવ્યો હતો. લાખો કરોડોના નુકશાન બાદ પણ નેતાઓ મદદ માટે પહોંચ્યા ન હતા જે બાદ લોકોનો આક્રોશ નેતાઓ પ્રત્યે જોવા મળ્યો હતો. જે વિસ્તારમાં કોર્પોરેટર,ભાજપ પાર્ટીના નેતાઓ, ધારાસભ્યો જતા હોય ત્યાં લોકો ખૂબ જ આક્રોશ વ્યક્ત કરી રહ્યા હતા, તેમને ભગાવી પણ રહ્યા હતા.અનેક સોસાયટીઓ બહાર બોર્ડ પણ લાગ્યા કે નેતાઓએ પ્રવેશ કરવો નહીં.

આગામી ચૂંટણીના બહિષ્કારના પણ બોર્ડ લાગ્યા, જે બાદ ગૃહ મંત્રી હર્ષ સંઘવી વડોદરા પહોંચ્યા હતા અને તેમણે વિશ્વામિત્રી પરના દબાણ તોડવાની વાત કરી હતી. જે પ્રમાણે કોર્પોરેશન દ્વારા વિશ્વામિત્ર નદી પરના 13 ગેરકાયદેસર બાંધકામો તોડવા નોટીસ અપાઈ હતી. ગત રાત્રે તેનો સમય પૂર્ણ થતા આજે સવારથી કોર્પોરેશન દ્વારા જેસીબી બુલડોઝર અને અધિકારીઓના લાવલશ્કર સાથે મહત્વના દબાણ એવા અગોરા મોલના ક્લબ હાઉસને તોડી પાડવાની કામગીરી હાથ ધરાઈ હતી.

પોલીસ સુરક્ષા વચ્ચે ઈમારત તોડવાની કામગીરી થઈ રહી છે તો પર્યાવરણ પ્રેમીઓ પણ અગોરા મોલ પહોંચ્યા હતા તેમણે કહ્યું ફક્ત ક્લબ હાઉસ નહીં આખેઆખો અગોરા મોલ ગેરકાયદેસર છે. વિશ્વામિત્રી નદીના પટમાં તેનું બાંધકામ થયેલું છે. ગ્રીન ઝોનની જમીનનો ફેરફાર ન કરી શકાય છતાંય ઝોન ફેર કરીને આ બાંધકામો થયા છે જે એનજીટીના નિયમ વિરુદ્ધ છે.

આખરે વડોદરા મહાનગર પાલિકાના અધિકરીઓ પોલીસ બંદોબસ્ત સાથે પહોંચ્યા હતા અગોરા મોલ. પાલિકાના બુલડોઝર અગોરા મોલના કલબ હાઉસ તોડવાનુ શરું કર્યું હતું. 3 દિવસનું અલટીમેટમ છતાં કલબ હાઉસ તૂટ્યું નહોતું. અગોરા મોલના કલબ હાઉસ પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે. પુરના કારણોમાં અગોરા મોલનું ગેરકાયદે બાંધકામ પણ હતું. પુર બાદ પાલિકાએ ના છૂટકે કામગીરી કરવી પડી હતી. લોકોનો રોષ પારખી પાલિકાએ આખરે કાર્યવાહી કરી છે. અગોરા મોલનું ક્લબ હાઉસ નદી ઉપર જ બનાવવામાં આવ્યું હતું. એન.જી.ટી ના હાલના નિયમ પ્રમાણે નદીથી 30 મીટર બાદ જ બાંધકામ કરી શકાય છે.

પોલીસ સુરક્ષા, 3 જેસીબી, 2 બુલડોઝર, બાંધકામ શાખાના અધિકારીઓ, દબાણ શાખાના અધિકારીઓની ફોઝ ઘટના સ્થળે હાજર છે. 2 માળનું અગોરા ક્લબ હાઉસ તોળતા 2 થી 3 દિવસનો  સમય લાગશે. વિશ્વામિત્રી નદી અને ભૂકી કાંસ પરના ગેરકાયદેસર બાંધકામ તોડવાની કામગીરી શરૂ કરાઇ છે.

આ પણ વાંચો...

Maldives: ભારત સાથે દુશ્મની કરવી માલદીવને પડી ભારે, કર્મચારીઓને પગાર ચૂકવવાના નથી પૈસા

ટોપ સ્ટોરી

મોંઘવારી સાતમા આસમાને: સપ્ટેમ્બરમાં ફુગાવો 5.54% થયો, કઈ વસ્તુઓ સૌથી વધુ મોંઘી થઈ?
મોંઘવારી સાતમા આસમાને: સપ્ટેમ્બરમાં ફુગાવો 5.54% થયો, કઈ વસ્તુઓ સૌથી વધુ મોંઘી થઈ?
જીગરદાનના ગરબા પર સંકટ: ફાયર NOC વગર 'સાચી નવરાત્રિ' યોજાઈ, આજે રમાશે ગરબા યોજાશે કે નહીં?
જીગરદાનના ગરબા પર સંકટ: ફાયર NOC વગર 'સાચી નવરાત્રિ' યોજાઈ, આજે રમાશે ગરબા યોજાશે કે નહીં?
જંતર-મંતર પર વિરોધ બંધ! દિલ્હી પોલીસના નિર્ણય પર સૌરવ દાસે કહ્યું - ‘ભારતમાં લોકશાહી પણ...’
જંતર-મંતર પર વિરોધ બંધ! દિલ્હી પોલીસના નિર્ણય પર સૌરવ દાસે કહ્યું - ‘ભારતમાં લોકશાહી પણ...’
ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, હવે જંતર મંતર પર નહીં થઈ શકે પ્રદર્શન,આ 3 જગ્યા કરી નક્કી
ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, હવે જંતર મંતર પર નહીં થઈ શકે પ્રદર્શન,આ 3 જગ્યા કરી નક્કી

વિડિઓઝ

Patan | પાટણ જિલ્લા પંચાયતમાં ‘પતિરાજ’નો આરોપ! ઉપપ્રમુખની ખુરશી પર પતિ વજાભાઈ આયરનો વીડિયો વાયરલ
Hun To Bolish : હું તો બોલીશ : નીતિન કાકાને બધા કરે યાદ
Hun To Bolish : હું તો બોલીશ : હવે તો બ્રેક મારો
Hun To Bolish : હું તો બોલીશ : દૂધમાં ભેળસેળ કરે છે કોણ ?
Jitu Vaghani Praises Nitin Patel : શંકર ચૌધરી બાદ જીતુ વાઘાણીએ નીતિન પટેલના કર્યા ભરપૂર વખાણ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોંઘવારી સાતમા આસમાને: સપ્ટેમ્બરમાં ફુગાવો 5.54% થયો, કઈ વસ્તુઓ સૌથી વધુ મોંઘી થઈ?
મોંઘવારી સાતમા આસમાને: સપ્ટેમ્બરમાં ફુગાવો 5.54% થયો, કઈ વસ્તુઓ સૌથી વધુ મોંઘી થઈ?
જીગરદાનના ગરબા પર સંકટ: ફાયર NOC વગર 'સાચી નવરાત્રિ' યોજાઈ, આજે રમાશે ગરબા યોજાશે કે નહીં?
જીગરદાનના ગરબા પર સંકટ: ફાયર NOC વગર 'સાચી નવરાત્રિ' યોજાઈ, આજે રમાશે ગરબા યોજાશે કે નહીં?
જંતર-મંતર પર વિરોધ બંધ! દિલ્હી પોલીસના નિર્ણય પર સૌરવ દાસે કહ્યું - ‘ભારતમાં લોકશાહી પણ...’
જંતર-મંતર પર વિરોધ બંધ! દિલ્હી પોલીસના નિર્ણય પર સૌરવ દાસે કહ્યું - ‘ભારતમાં લોકશાહી પણ...’
ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, હવે જંતર મંતર પર નહીં થઈ શકે પ્રદર્શન,આ 3 જગ્યા કરી નક્કી
ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, હવે જંતર મંતર પર નહીં થઈ શકે પ્રદર્શન,આ 3 જગ્યા કરી નક્કી
કોહલી-સેમસનનો રેકોર્ડ ધ્વસ્ત: અભિષેકે 18 બોલમાં ફિફ્ટી ફટકારી રચ્યો ઈતિહાસ
કોહલી-સેમસનનો રેકોર્ડ ધ્વસ્ત: અભિષેકે 18 બોલમાં ફિફ્ટી ફટકારી રચ્યો ઈતિહાસ
અમદાવાદમાં AC ડોમમાં ખેલૈયાઓની સુરક્ષા રામ ભરોશે, NOC વગર જ ગરબાનું આયોજન
અમદાવાદમાં AC ડોમમાં ખેલૈયાઓની સુરક્ષા રામ ભરોશે, NOC વગર જ ગરબાનું આયોજન
Today Weather: 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે ફૂંકાશે પવન
Today Weather: 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે ફૂંકાશે પવન
Stock Market Today: શેર બજારમાં મોટો કડાકો, સેન્સેક્સ 740 પોઈન્ટ તૂટ્યો
Stock Market Today: શેર બજારમાં મોટો કડાકો, સેન્સેક્સ 740 પોઈન્ટ તૂટ્યો
Embed widget