શોધખોળ કરો

Maldives: ભારત સાથે દુશ્મની કરવી માલદીવને પડી ભારે, કર્મચારીઓને પગાર ચૂકવવાના નથી પૈસા

Maldives Economic Crisis: મોહમ્મદ મુઈઝુની નીતિઓએ માલદીવને ભારે આર્થિક સંકટમાં મૂક્યું છે. હાલમાં સરકાર પાસે કર્મચારીઓને પગાર આપવા માટે પૈસા નથી.

Maldives Economic Crisis:  ભારત સાથે દુશ્મની કરીને ચીન સમર્થક મોહમ્મદ મુઈઝુએ પર્યટનનું સ્વર્ગ કહેવાતા માલદીવ દેશને બરબાદ કરી નાખ્યો છે. મુઈઝુ રાષ્ટ્રપતિ બન્યા બાદ માલદીવ તેના સૌથી ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે. દેશની આર્થિક વ્યવસ્થા એટલી હદે પડી ભાંગી છે કે સરકારી કર્મચારીઓને પગાર આપવા માટે પૈસા નથી. માલદીવિયન ન્યૂઝ પોર્ટલ અધાધુના અહેવાલ મુજબ, મુઇઝુ સરકારે કર્મચારીઓને પગાર ચૂકવવા માટે બેંક ઓફ માલદીવ પાસેથી 800 મિલિયનની લોન લીધી છે.

એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, એક વિશ્વસનીય સ્ત્રોતને ટાંકીને અધાધુએ કહ્યું કે, નેશનલ બેંકે માલદીવના નાણા મંત્રાલયને  800 મિલિયન MVRની લોન જારી કરી છે. અધાધુએ એમ પણ કહ્યું કે સરકારે કર્મચારીઓના પગાર ચૂકવવા માટે આ લોન લીધી છે. આ દરમિયાન નિષ્ણાતોએ માલદીવની આર્થિક સ્થિતિ અંગે ચેતવણી આપી છે. આ સમાચાર એવા સમયે આવ્યા છે જ્યારે ભારતે 50 મિલિયન યુએસ ડોલરની લોનની ચુકવણીમાં એક વર્ષનો વધારો કર્યો છે.

ભારતે લોનની ચુકવણીનો સમયગાળો વધારી આપ્યો
માલદીવને ગયા મહિને જ 50 મિલિયન અમેરિકી ડોલરની લોન ચૂકવવાની હતી, પરંતુ આર્થિક સંકટને કારણે માલદીવના રાષ્ટ્રપતિ મો મુઈઝુએ ભારત સરકારને એક્સ્ટેંશન માટે વિનંતી કરી હતી. આ વર્ષે જૂનમાં, મુઇઝુ સરકારે નાણાકીય કટોકટી દૂર કરવા માટે ખર્ચમાં ઘટાડો કરવાની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, અમે રાજ્યના ખર્ચને ઘટાડવા માટે ઘણા પગલાં અમલમાં મૂકવાનો નિર્ણય કર્યો છે. આમાં રાજકીય હોદ્દા ઘટાડવા, ખર્ચ ઘટાડવા અને વિવિધ પ્રસંગોએ ઉજવણી ન કરવાનો નિર્ણય લેવાનો સમાવેશ થાય છે.

માલદીવમાં આર્થિક સંકટ માટે કોણ જવાબદાર?
બીજી તરફ નિષ્ણાતોનું કહેવું છે કે માલદીવમાં આર્થિક સંકટ પાછળનું કારણ સરકારી ખર્ચમાં વધારો છે. રાષ્ટ્રપતિ પદ સંભાળતાની સાથે જ મુહમ્મદ મુઈઝુએ તુર્કી પાસેથી 37 મિલિયન યુએસ ડોલરમાં ડ્રોન ખરીદ્યું. આ વર્ષની શરૂઆતમાં માલદીવે ભારતને 50 મિલિયન યુએસ ડોલરની લોન વ્યાજ સહિત ચૂકવી હતી, જો કે તે સમયે તેની ચૂકવણી કરવાની કોઈ જવાબદારી નહોતી. તમને જણાવી દઈએ કે,મુઈઝુના રાષ્ટ્રપતિ બન્યા બાદ તેમના મંત્રીઓએ ભારત વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. જે બાદ ભારતીયોએ માલદિવ જવાનું બંધ કરી દીધુ હતું.

આ પણ વાંચો...

સરકારની લાલ આંખ! Aadhaar અને PAN કાર્ડના ડેટા લીક કરતી અનેક વેબસાઈટ કરી દીધી બ્લોક

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Crime News: શાળાની પ્રગતિ માટે સંચાલકે ચડાવી બાળકની બલી, પોલીસે કરી 5 લોકોની ધરપકડ

Rain: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 212 તાલુકામાં વરસાદ, સૌથી વધુ વ્યારામાં ખાબક્યો સવા આઠ ઇંચ વરસાદ

Rain: વરસાદ નવરાત્રિમાં ખેલૈયાઓના રંગમાં પાડશે ભંગ, હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી

Vadodara: વિશ્વામિત્રી નદી પરના દબાણો પર ફરી વળ્યું દાદાનું બુલડોઝર,પૂર બાદ લોકોમાં જોવા મળ્યો હતો રોષ

ABP Premium

વિડિઓઝ

JPC Meeting |  JPCની બેઠક બની તોફાની, ઓવૈસી અને ગૃહમંત્રી વચ્ચે ઉગ્ર બોલાચાલીAmbalal Patel Forecast | પહેલા નોરતે જ એક સિસ્ટમ થશે સક્રિય, વરસાદ બગાડશે ખેલૈયાઓની મજાGujarat Rain News | ગુજરાતના આ ચાર જિલ્લાઓમાં વરસાદનું યલો એલર્ટ, જુઓ વરસાદની આગાહીAhmedabad Rain | અમદાવાદમાં વહેલી સવારથી વરસાદની બેટિંગ શરૂ | Abp Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Crime News: શાળાની પ્રગતિ માટે સંચાલકે ચડાવી બાળકની બલી, પોલીસે કરી 5 લોકોની ધરપકડ
Crime News: શાળાની પ્રગતિ માટે સંચાલકે ચડાવી બાળકની બલી, પોલીસે કરી 5 લોકોની ધરપકડ
Rain: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 212 તાલુકામાં વરસાદ, સૌથી વધુ વ્યારામાં ખાબક્યો સવા આઠ ઇંચ વરસાદ
Rain: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 212 તાલુકામાં વરસાદ, સૌથી વધુ વ્યારામાં ખાબક્યો સવા આઠ ઇંચ વરસાદ
Rain: વરસાદ નવરાત્રિમાં ખેલૈયાઓના રંગમાં પાડશે ભંગ, હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી
Rain: વરસાદ નવરાત્રિમાં ખેલૈયાઓના રંગમાં પાડશે ભંગ, હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી
Vadodara: વિશ્વામિત્રી નદી પરના દબાણો પર ફરી વળ્યું દાદાનું બુલડોઝર,પૂર બાદ લોકોમાં જોવા મળ્યો હતો રોષ
Vadodara: વિશ્વામિત્રી નદી પરના દબાણો પર ફરી વળ્યું દાદાનું બુલડોઝર,પૂર બાદ લોકોમાં જોવા મળ્યો હતો રોષ
નિવૃત્તિના માત્ર 10 કલાક જ  ડ્વેન બ્રાવોની IPL 2025મા વાપસી, KKRની જર્સીમાં જોવા મળશે ધાકડ ઓલરાઉન્ડર

IND vs BAN: ભારત બાંગ્લાદેશ ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશી ફેન સાથે મારપીટ, હોસ્પિટલમાં કરાયો ભરતી
IND vs BAN: ભારત બાંગ્લાદેશ ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશી ફેન સાથે મારપીટ, હોસ્પિટલમાં કરાયો ભરતી
Maldives: ભારત સાથે દુશ્મની કરવી માલદીવને પડી ભારે, કર્મચારીઓને પગાર ચૂકવવાના નથી પૈસા
Maldives: ભારત સાથે દુશ્મની કરવી માલદીવને પડી ભારે, કર્મચારીઓને પગાર ચૂકવવાના નથી પૈસા
Gujarat Rain Live Updates: રાજ્યના ચાર જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી, દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં વરસી શકે છે ભારે વરસાદ

Embed widget