VADODARA : શિનોર તાલુકાના ખેડૂતો માથે નવી આફત, એરંડાનો પાક ફેલ જવાની ભીતિ
વડોદરા જિલ્લાના શિનોર તાલુકામાં અંદાજિત 200 એકરથી વધુ એરંડાની ખેતી કરવામાં આવે છે.
VADODARA : વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના ખેડૂતો માથે એક આફત જાય ત્યાં બીજી આવીને ઉભી રહે છે. વડોદરા જિલ્લાના શિનોર તાલુકામાં અંદાજિત 200 એકરથી વધુ એરંડાની ખેતી કરવામાં આવે છે. એરંડાના આ ઉભા પાકમાં હવે ઘોડા ઈયળોનો ત્રાંસ વધ્યો છે. ઘોડા ઈયળો એરંડા પાકના ખેતરોના ખેતરો ખાઈ ગઈ છે. આ ઈયળોએ એરંડાના ઘોળ પણ નથી છોડ્યા. સરકાર દ્રારા ભાવ મર્યાદિત છે ત્યારે એરંડા પાક કરતા ખેડૂતોને ઘોડા ઇયાળના કારણે ખેતીપાકમાં બગાડને લઇ ઉત્પાદન ઓછું થવાની ભીતિ છે. એરંડાનું ઉત્પાદન લેવાનો વારો આવ્યો ત્યારે જ પાકમાં ઘોડા ઈયળનો ત્રાસ વધતા શિનોર તાલુકાના ખેડૂતોમાં ચિંતા વધી છે.
આ ઇયળની ખાસ લાક્ષણિકતા એ છે કે તે એરંડાના પાનની ધારેથી ખાવાનું શરુ કરી અંદરની તરફ આગળ વધે છે. નાની ઈયળો પાનને કોરે પરંતુ મોટી ઈયળો પાનની નસો સિવાયનો બધો જ લીલો ભાગ ખાઈને છોડને ઝાંખરા જેવો બનાવી દે છે. ઇયળ ખૂબ જ ખાઉધરી હોવાથી ક્યારેક દિવેલાની માળ અને ડોડવાને પણ કોરી ખાય છે.
ગુજરાત કોંગ્રેસમાં ભડકો
આગામી વિધાનસભા ચૂંટણી અગાઉ કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. સૌરાષ્ટ્રના બે દિગ્ગજ નેતાઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. રાજકોટ કોંગ્રેસના કોર્પોરેટર વશરામ સાગઠિયા પણ આપમાં જોડાયા હતા. ઇન્દ્રનીલ રાજ્યગુરુ ઘણા સમયથી કોંગ્રેસથી નારાજ હતા. વિધાનસભા ચૂંટણી અગાઉ ગુજરાત કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. આપમાં જોડાતા ઇન્દ્રનીલ રાજ્યગુરુએ કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે ગુજરાતમાં વિકલ્પ બનવાની ક્ષમકા કોંગ્રેસ ખોઇ ચૂકી છે. આવનારા દિવસો આમ આદમી પાર્ટીના છે.
પંચમહાલ: બાઇક પાર્ક કરવા જેવી બાબતે થઈ જૂથ અથડામણ
હાલોલ તાલુકાના હીરાપુરા ગામે જૂથ અથડામણની ઘટના સામે આવી છે. એક જ કોમના બે જૂથ વચ્ચે મારામારી થઈ છે. દુકાન પાસે બાઇક પાર્ક કરવા બાબતને બબાલ થઈ છે. બબાલ વધુ ઉગ્ર બનતા લાકડી અને દંડા વડે એકબીજા પર કર્યો હૂમલો કર્યો હતો. આ હુમલામાં 10 થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્તોને હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાયા હતા ત્યારબાદ વધુ સારવાર માટે વડોદરાની સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. પોલીસે આ મામલે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે.