Vadodra: સ્પાની આડમાં કૂટણખાનું ઝડપાયું, યુવતીઓ પાસે 2500 રુપિયામાં દેહ વ્યાપાર કરાવતા
સમા પોલીસે છટકું ગોઠવી ડમી ગ્રાહક મોકલી સ્પા લાઈનમાંથી દેહ વેપારમાં જોડાયેલી બે પરપ્રાંતીય મહિલાઓની માહિતી મેળવી હતી.

વડોદરા: વડોદરાના સમા વિસ્તારમાં આવેલા અર્થ આઇકોન ખાતે કૂટણખાનું ચાલતું હોવાનો પર્દાફાશ થયો છે. સમા પોલીસે અન્ના સ્પા લાઈનમાં છટકું ગોઠવી સમગ્ર કૌભાંડ પકડી 2 સંચાલકોની ધરપકડ કરી છે. જ્યારે અન્ય એક સંચાલક ફરાર થયો છે.
સમા પોલીસે છટકું ગોઠવી માહિતી મેળવી
વડોદરા શહેરના સમા વિસ્તારમાં અર્થ આઇકોન કોમ્પલેક્ માં અન્નાસ્પા લાઈન નામની સ્પા સર્વિસ આપતા ઈમ્તિયાઝ શેખને ત્યાં સ્ ની આડમાં દેહ વ્યાપાર ચાલતો હોવાની માહિતી સમા પોલીસને મળી હતી. સમા પોલીસે છટકું ગોઠવી ડમી ગ્રાહક મોકલી સ્પા લાઈનમાંથી દેહ વેપારમાં જોડાયેલી બે પરપ્રાંતીય મહિલાઓની માહિતી મેળવી હતી.
2500 રૂપિયામાં દેહ વ્યાપાર કરવામાં આવતો
જેમાં સ્પા સંચાલક ઈમ્તિયાઝ શેખ અને હિતેશ ચંદવાણીની પોલીસે ધરપકડ કરી હતી. જોકે બંટી ચંદવાણી ત્યાંથી ફરાર થઈ ગયો હતો જેની પોલીસ તપાસ કરી રહી છે. પોલીસે સ્પા લાઈનમાંથી દસ્તાવેજી પુરાવાઓ સહિત અન્ય પુરાવા, 3 મોબાઈલ, રોકડ સાથે સીસીટીવી ફૂટેજ મેળવ્યા છે. છેલ્લા 15 દિવસથી સ્પા ચાલુ થયું હોવાની વિગત પોલીસને મળી હતી. જેમાં પરપ્રાંતીય મહિલાઓને લાવી 2500 રૂપિયામાં દેહ વ્યાપાર કરવામાં આવતો હોવાની પોલીસને માહિતી મળી હતી. આરોપીઓ ભૂતકાળમાં પણ આ પ્રકારની ગેરરીતિઓ સાથે સંકળાયેલા હોવાનો પર્દાફાશ થયો છે.
વડોદરા શહેરના સમા તળાવમાં અર્થ આઇઓન કોમ્પ્લેક્સના પ્રથમ માળે સ્પાની આડમાં કૂટણખાનું ચાલતુ હોવાની બાતમી મળી હતી. બંટી ચંદવાણી તથા ઈમ્તિયાઝ શેખ કૂટણખાનું ચલાવતા હોવાની બાતમી સમા પોલીસને મળી હતી. જેના આધારે પોલીસ દ્વારા એક ખાનગી વ્યક્તિને સ્પાની અંદર ડમી ગ્રાહક તરીકે મોકલવામાં આવ્યો હતો. સ્પામા ભાવતાલ કરી સ્પામાં કામ કરતી છોકરીઓ પૈકી કોઇ પણ શરીર સંબંધ માટે તૈયાર થાય તો પોલીસની ટીમે મોબાઇલ પર મિસકોલ કરવા જણાવ્યું હતું. સમા પોલીસ અર્થ આઇઓન કોમ્પ્લેક્સ પાસે વોચમાં ઉભા હતા. આ દરમિયાન ગ્રાહક તરીકે મોકલેલ વ્યક્તિએ મિસકોલ મારતા અન્ના રુપા લાઇનમાં પોલીસે રેડ કરી હતી. એક રૂમમાં ચેક કરતા ગ્રાહક તથા સ્પામાં કામ કરતી એક યુવતી કઢંગી હાલતમાં મળી આવ્યા હતા. તેમજ રૂમના બેડ પરથી એક કોન્ડોમનું પેકેટ પણ મળી આવ્યું હતું.
ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ બે દિવસ પહેલા જ સ્ ની આડમાં ચાલતા ગોરખધંધાની તપાસના આદેશ આપ્યા હતા. જે બાદ તપાસનો દોર તેજ બન્યો છે અને વડોદરા શહેરમાં સ્પા ની આડમાં ચાલતા કુટણખાનાની તપાસ તેજ થઈ ગઈ છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
