શોધખોળ કરો
Advertisement
વડોદરમાં વરસાદે તોડ્યો 63 વર્ષનો રેકોર્ડ, આ કારણે આવી આફત
ખાનગી હવામાન એજન્સીએ કહ્યું કે, 2 ટર્ફ વચ્ચે વાદળોની મુવમેન્ટ નહીં થતાં વડોદરામાં આફત સર્જાઈ હતી.
વડોદરાઃ બુધવારે વડોદરા શહેરમાં 24 કલાકમાં 22 ઇંચ વરસાદ ખાબકતાં સમગ્ર શહેરમાં જળપ્રલયની સ્થિતિ સર્જાયા બાદ આજે પણ શહેરમાં ખાસ કોઇ સુધારો જોવા મળ્યો ન હતો. શહેરમાં આજે દિવસ દરમિયાન વરસાદી ઝાપટા પડતાં તંત્રએ થોડી રાહત અનુભવી હતી પરંતુ ઉપરવાસમાં ગુરૂવારે 118 એમ.એમ. વરસાદ નોંધાતા આજવામાં પાણીની આવક ખૂબ જ વધી હતી અને તેના કારણે આજવામાંથી પાણી છોડવામાં આવતાં આજે વિશ્વામિત્રીની સપાટી સમગ્ર દિવસ દરમિયાન 34.5 ફૂટ સ્થિર રહી હતી.
તમને જાણીને ચોંકી જશો પણ વડોદરામાં વરસાદે 63 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. 24 કલાકમાં 22 ઇંચ વરસાદ ખાબક્યો હતો ત્યારે છેલ્લે વર્ષ 1956માં 11 ઈંચ વરસાદ વરસ્યો હતો. એક જ દિવસમાં આભ ફાટતાં વડોદરામાં જળપ્રલયનાં દ્રશ્યો સર્જાયા હતા.
ખાનગી હવામાન એજન્સીએ કહ્યું કે, 2 ટર્ફ વચ્ચે વાદળોની મુવમેન્ટ નહીં થતાં વડોદરામાં જળબંબાકાર થયું હતું. ખાનગી હવામાન એજન્સીએ કહ્યું કે, આગામી બે દિવસોમાં વડોદરામાં સામાન્ય વરસાદ વરસશે તો રાજ્યમાં પણ સારા વરસાદની આગાહી કરી છે. ઉપરાંત કચ્છના વિસ્તારોમાં પણ સામાન્ય વરસાદ વરસશે.
તો ગુજરાતમાં હવાનું હળવું દબાણ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનમાં ફેરવાયું છે. આગામી 7થી 10 દિવસ સુધી રાજ્યમાં વરસાદની આગાહી છે. દમણ, દાદરા નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લીમાં ભારે વરસાદની આગાહી છે. પાટણ, મહેસાણા, આણંદમાં ભારે વરસાદની આગાહી છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 46 ટકા વરસાદ નોંધાયો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
મનોરંજન
ગુજરાત
દેશ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion