શોધખોળ કરો

Gujarat Assembly Election Result: ડભોઈના ઈતિહાસમાં પહેલીવાર આ ઉમેદવાર બીજી વખત વિજેતા બન્યા

Gujarat Assembly Election Result: વડોદરાની ડભોઈ બેઠક પર બીજેપીના ઉમેદવાર શૈલેષ મહેતાનો વિજય થયો છે. શૈલેષ મહેતાની જીત બાદ ભવ્ય ઉજવણી કરવામાં આવી છે.

Gujarat Assembly Election Result: વડોદરાની ડભોઈ બેઠક પર બીજેપીના ઉમેદવાર શૈલેષ મહેતાનો વિજય થયો છે. શૈલેષ મહેતાની જીત બાદ ભવ્ય ઉજવણી કરવામાં આવી છે. ઠેર ઠેર ગ્રામ્યજનો અને કાર્યકરો દ્વારા આતશબાજી કરી સ્વાગત કર્યું હતું. ડભોઇ વિધાનસભામાં ભાજપની હેટ્રિકથી કાર્યકરોમાં ખુશી  જોવા મળી હતી. ડભોઇ નગર ભાજપ કાર્યાલય ખાતે કાર્યકરો ખૂબ મોટી સંખ્યામાં ઉમટ્યા હતા. ડી.જે અને આતશબાજી સાથે ભવ્ય વિજય સર્ઘષ કાઢવામાં આવ્યું હતું.  તમને જણાવી દઈએ કે, શૈલેષ મહેતા ડભોઇ વિધાનસભામાં સતત બીજી વખત ચૂંટાઈ આવ્યા છે. ડભોઈના ઇતિહાસમાં પહેલીવાર કોઈ બીજી વાર જીતીને આવ્યા હોય એવો બનાવ બન્યો છે.

ગુજરાતમાં કારમી હારથી સ્તબ્ધ કોંગ્રેસે કેમ AAP અને ઓવેશીનું લેવું પડ્યું નામ?

 ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામો આજે જાહેર થયા છે. જેમાં ભાજપ વર્ષ 1985માં તત્કાલીન મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીના 149 બેઠકો જીતવાના રેકોર્ડને તોડતી જણાય છે. ભાજપ ગુજરાતમાં 158 જેટલી બેઠકો જીતી ઐતિહાસિક જીત મેળવી રહી હોવાની શક્યતા છે. જ્યારે કોંગ્રેસ ઐતિહાસિક ખરાબ પ્રદર્શન કરી દયનિય સ્થિતિમાં પહોંચતી દેખાય છે. રાજધાની દિલ્હીથી રાજકીય નેતાઓના ધાડેધાડા ગુજરાતમાં ઉતારનારી અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીની રેવડી નીતિને પણ ગુજરાતની જનતાએ જાકારો આપ્યો છે તો AIMIMના અસદુદ્દીન ઓવેશીની ધર્મ આધારીત રાજનીતિને પણ ગુજરાતીઓએ તિરસ્કારી છે. 

ગુજરાત ચૂંટણી પરિણામ લાઈવ જોવા અહીં ક્લિક કરો : Live Updates

ગુજરાત ચૂંટણીના પરિણામો પર કોંગ્રેસના નેતાઓની પ્રતિક્રિયા પણ સામે આવી રહી છે. જેમાં કોંગ્રેસ હાર અને નાલેશીજનક પ્રદર્શનનું ઠીકરૂં આપ અને AIMIM માથે ફોડી રહી છે. ગુજરાત કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોરે કહ્યું હતું કે, એ વાત સાચી છે કે ચૂંટણી દરમિયાન કોંગ્રેસના વોટમાં ઘટાડો થવાનું એક કારણ આમ આદમી પાર્ટી અને અસદુદ્દીન ઓવૈસી હતા. ખામીઓનું વિશ્લેષણ કરવા માટે અમે ટૂંક સમયમાં બેઠક યોજીશું. મને આશા છે કે આગામી સરકાર તેના વચનો પૂરા કરશે.

કોંગ્રેસની સ્થિતિ અત્યંત ખરાબ

ગુજરાતમાં અત્યાર સુધીના ટ્રેન્ડમાં ભાજપને બમ્પર જીત મળી રહી છે. જ્યારે કોંગ્રેસ માટે સ્થિતિ ખૂબ જ દયનિય દેખાઈ રહી છે. ગત ચૂંટણીમાં 77 બેઠકો જીતનારી કોંગ્રેસ આ વખતે 20થી પણ ઓછી બેઠકો પર જતી જોવા મળી રહી છે.  AAP અને AIMIMને કોંગ્રેસના વોટ કટવા કહેવામાં આવી રહ્યા છે. આમ આદમી પાર્ટીને ગુજરાતમાં અત્યાર સુધીમાં 12.80 ટકા વોટ મળ્યા છે અને પાર્ટી 5 સીટો જીતવાની સ્થિતિમાં છે. તો બીજી તરફ અસદુદ્દીન ઓવૈસીની AIMIM કંઈ ખાસ કરી શકી નથી, પરંતુ તેમ છતાં તેને 0.29 ટકા વોટ મળ્યા છે, જે કોંગ્રેસ માટે ક્યાંકને ક્યાંક નુકસાનજનક માનવામાં આવી રહ્યું છે.

જોકે, AAP અને AIMIMના કારણે ભાજપને ફાયદો થશે તેવી ચર્ચાઓને ભાજપના નેતાઓએ ફગાવી દીધી હતી. પાર્ટીના વરિષ્ઠ નેતા કૈલાશ વિજયવર્ગીયએ કહ્યું હતું કે, ભાજપને જે બમ્પર જીત મળી રહી છે તે ગુજરાતમાં થયેલા કામોને કારણે છે. પીએમ મોદી અને ભૂપેન્દ્ર પટેલે ગુજરાતમાં ઘણો વિકાસ કર્યો છે, તેથી જ જનતાએ ફરી એકવાર ભાજપને પસંદ કર્યો છે. અમે અમારા દમ પર જીતી રહ્યા છીએ.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઈરાનના હિંસક પ્રદર્શનને લઈ મોટો ખુલાસો, સરકારે 2000 થી વધુ મોતનો પ્રથમ વખત કર્યો સ્વીકાર!
ઈરાનના હિંસક પ્રદર્શનને લઈ મોટો ખુલાસો, સરકારે 2000 થી વધુ મોતનો પ્રથમ વખત કર્યો સ્વીકાર!
ડ્રગ્સ સામે જંગ: ગુજરાત પોલીસે જાહેર કર્યો WhatsApp નંબર, બાતમી આપનારનું નામ રહેશે ગુપ્ત
ડ્રગ્સ સામે જંગ: ગુજરાત પોલીસે જાહેર કર્યો WhatsApp નંબર, બાતમી આપનારનું નામ રહેશે ગુપ્ત
પાકિસ્તાન નકશામાંથી ગાયબ થઈ જાત! સેના બોર્ડર પાર કરવા તૈયાર હતી, ઓપરેશન સિંદૂર પર આર્મી ચીફનો મોટો ધડાકો
પાકિસ્તાન નકશામાંથી ગાયબ થઈ જાત! સેના બોર્ડર પાર કરવા તૈયાર હતી, ઓપરેશન સિંદૂર પર આર્મી ચીફનો મોટો ધડાકો
પતંગરસિયાઓ માટે ખુશખબર: 14 જાન્યુઆરી ઉત્તરાયણે પવનની ગતિ કેવી રહેશે? જાણો અંબાલાલ પટેલની આગાહી
પતંગરસિયાઓ માટે ખુશખબર: 14 જાન્યુઆરી ઉત્તરાયણે પવનની ગતિ કેવી રહેશે? જાણો અંબાલાલ પટેલની આગાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : દારૂનું પાયલોટિંગ
10 Minute Delivery : 10 મિનિટમાં ડિલીવરી પર સરકારે લગાવી રોક, ડિલીવરી બોયની સુરક્ષાને લઈ નિર્ણય
Ambalal Patel Prediction : સૌરાષ્ટ્રમાં પડશે માવઠું , અંબાલાલ પટેલની મોટી આગાહી
Dahod Police : દાહોદમાં દારૂની હેરાફેરી કરતા 3 પોલીસકર્મી સામે ગુનો
Amit Shah Speech: માણસામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું સંબોધન

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઈરાનના હિંસક પ્રદર્શનને લઈ મોટો ખુલાસો, સરકારે 2000 થી વધુ મોતનો પ્રથમ વખત કર્યો સ્વીકાર!
ઈરાનના હિંસક પ્રદર્શનને લઈ મોટો ખુલાસો, સરકારે 2000 થી વધુ મોતનો પ્રથમ વખત કર્યો સ્વીકાર!
ડ્રગ્સ સામે જંગ: ગુજરાત પોલીસે જાહેર કર્યો WhatsApp નંબર, બાતમી આપનારનું નામ રહેશે ગુપ્ત
ડ્રગ્સ સામે જંગ: ગુજરાત પોલીસે જાહેર કર્યો WhatsApp નંબર, બાતમી આપનારનું નામ રહેશે ગુપ્ત
પાકિસ્તાન નકશામાંથી ગાયબ થઈ જાત! સેના બોર્ડર પાર કરવા તૈયાર હતી, ઓપરેશન સિંદૂર પર આર્મી ચીફનો મોટો ધડાકો
પાકિસ્તાન નકશામાંથી ગાયબ થઈ જાત! સેના બોર્ડર પાર કરવા તૈયાર હતી, ઓપરેશન સિંદૂર પર આર્મી ચીફનો મોટો ધડાકો
પતંગરસિયાઓ માટે ખુશખબર: 14 જાન્યુઆરી ઉત્તરાયણે પવનની ગતિ કેવી રહેશે? જાણો અંબાલાલ પટેલની આગાહી
પતંગરસિયાઓ માટે ખુશખબર: 14 જાન્યુઆરી ઉત્તરાયણે પવનની ગતિ કેવી રહેશે? જાણો અંબાલાલ પટેલની આગાહી
પતંગ રસિયાઓને પડી જશે મોજ! ઉત્તરાયણમાં કેવો રહેશે પવન, જાણો હવામાન વિભાગની મોટી આગાહી?
પતંગ રસિયાઓને પડી જશે મોજ! ઉત્તરાયણમાં કેવો રહેશે પવન, જાણો હવામાન વિભાગની મોટી આગાહી?
T20 World Cup: ICC એ બાંગ્લાદેશની જીદ ફગાવી! મેચ ભારત બહાર નહીં જાય, હવે BCB પાસે બચ્યા માત્ર 2 વિકલ્પ
T20 World Cup: ICC એ બાંગ્લાદેશની જીદ ફગાવી! મેચ ભારત બહાર નહીં જાય, હવે BCB પાસે બચ્યા માત્ર 2 વિકલ્પ
Silver price: ચાંદીના ભાવમાં 'લાલચોળ' તેજી! આજે બનાવ્યો નવો રેકોર્ડ, શું 3 લાખને પાર જશે કિંમત, જાણો 
Silver price: ચાંદીના ભાવમાં 'લાલચોળ' તેજી! આજે બનાવ્યો નવો રેકોર્ડ, શું 3 લાખને પાર જશે કિંમત, જાણો 
10-મિનિટ ડિલિવરી પર સરકારે લગાવ્યો પ્રતિબંધ,બ્લિંકિટ દૂર કરશે આ ફીચર, ઝોમેટો અને સ્વિગી સાથે પણ ચર્ચા
10-મિનિટ ડિલિવરી પર સરકારે લગાવ્યો પ્રતિબંધ,બ્લિંકિટ દૂર કરશે આ ફીચર, ઝોમેટો અને સ્વિગી સાથે પણ ચર્ચા
Embed widget