Vadodara: અમદાવાદના યુવકની વડોદરાની હોટલમાંથી મળી આવી લાશ, પોલીસે શરુ કરી તપાસ
વડોદરા: શહેરના સયાજીગંજ વિસ્તારમાં લાશ મળી આવી છે. અલંકાર ટાવર સ્થિત અલંકાર હોટલમાંથી યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. હોટેલના રૂમમાંથી તીવ્ર દુર્ગંધ મારતા હોટલ સ્ટાફ દોડી આવ્યો હતો.
વડોદરા: શહેરના સયાજીગંજ વિસ્તારમાં લાશ મળી આવી છે. અલંકાર ટાવર સ્થિત અલંકાર હોટલમાંથી યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. હોટેલના રૂમમાંથી તીવ્ર દુર્ગંધ મારતા હોટલ સ્ટાફ દોડી આવ્યો હતો. હોટલના રૂમમાં તપાસ કરતા મૃતદેહ મળી આવ્યો હતો. જેને લઈને હોટલનો સ્ટાફ ચોંકી ગયો હતો.
યુવકના મૃતદેહ પાસે સ્યુસાઇડ નોટ મળી આવી હતી. ચાર પેજની સ્યુસાઈડ નોટ મળી આવી છે. સામે આવેલી વિગતો અનુસાર યુવક તારીખ 31 મેના રોજ હોટેલમાં રોકાયો હતો. મૃતદેહ ડી કંપોસ્ટ હાલતમાં મળી આવ્યો છે. ઘટનાની જાણ કરવામાં આવતા સયાજીગંજ પોલીસ ઘટને સ્થળે દોડી આવી હતી.
પોલીસે મૃતદેહ કબ્જે કરી પોસ્ટ મોર્ટમ અર્થે સયાજી હોસ્પિટલ મોકલી આપ્યો હતો.
તો બીજી તરફ મૃતક યુવકનું નામ પાર્થ પ્રવીણભાઈ ઘડિયા હોવાનું બહાર આવ્યું છે અને તે અમદાવાદના નિકોલનો રહેવાસી છે. નિકોલ પોલીસ મથકે પાર્થના પરિવારે તેના ગુમ થયાની ફરિયાદ પણ નોંધાવી હતી. જોબના ડીપ્રેશનના કારણે આ પગલું ભર્યું હોવાનું પરિવારજનો જણાવી રહ્યા છે. નોકરી છૂટી જવાના કારણે આત્મહત્યા કરી હોવાની વાત સામે આવી છે. યુવકના મોતને પગલે સયાજીગંજ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ઝેરી દવા પી યુવકે આત્મહત્યા કરી હતી. હોટેલના રૂમમાંથી ઝેરી દવાની બોટલ પણ મળી આવી છે.
માતાપિતા માટે લાલબત્તિ સમાન કિસ્સો!
નવસારી: વાલીઓ માટે ચેતવણીરુપ કિસ્સો સામે આવ્યો છે. ચીખલીના ખૂંધ ગામે 8 વર્ષીય બાળાએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવતા અરેરાટી મચી જવા પામી છે. શના મુરીમાં ધોરણ 3 માં અભ્યાસ કરતી બાળકીએ અંતિમ પગલું ભર્યું છે. આ બાળકી રાજકોટથી ચીખલી નાનાને ત્યાં વેકેશન ગાળવા આવી હતી. માતાએ ઠપકો આપતાં આવેશમાં આવી તેને ડરાવવા માટે એક રૂમમાં ઓઢણી વડે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું. ચીખલી પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે. મોબાઈલના વળગળને કારણે કૂમળી વયના બાળકોએ સહન શક્તિ ગુમાવી છે.
પિતાએ બે સંતાનોની ગળું દબાવી હત્યા કરી
દાહોદના ડુંગરીમાં એક ચોંકાવનારી ઘટના બની છે. ડુંગરીમાં પિતાએ કરી પુત્ર અને પુત્રીની હત્યા કરી છે. ઘરકંકાસ અને સાસરીના ત્રાસથી કંટાળી પિતાએ તેના બન્ને સંતાનની ગળું દબાવી હત્યા કર્યા બાદ પોતે આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. વહેલી સવારે બન્ને સંતાનનું ગળુ દબાવી હત્યા કર્યા બાદ પોતે ઝાડ ઉપર લટકી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. મૃતકમાં 12 વર્ષીય બાળકી અને 7 વર્ષીય બાળકની હત્યા કરી છે. યુવકે સ્યુસાઈડ નોટ લખી છે. લીમડી પોલીસે આરોપી પિતાની અટકાયત કરી તપાસ હાથ ધરી છે. બન્ને બાળકોના મૃતદેહ ને પી.એમ અર્થે ખસેડાયા છે.