Vadodara: હરણી બોટકાંડ મામલે વધુ બે આરોપીઓની ધરપકડ, જાણો FSL રિપોર્ટમાં શું થયો ખુલાસો
વડોદરા: હરણી બોટકાંડ મામલે પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે વધુ બે આરોપીઓની ધરપકડ કરી છે. દીપેન શાહ અને ધર્મીલ શાહની ધરપકડ કરવામાં આવી છે.
વડોદરા: હરણી બોટકાંડ મામલે પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે વધુ બે આરોપીઓની ધરપકડ કરી છે. દીપેન શાહ અને ધર્મીલ શાહની ધરપકડ કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે, દીપેન અને ધર્મીલ શાહ કોટિયા પ્રોજેકટમાં ભાગીદાર હતા. ભાગેડુ 6 પૈકી બે આરોપીઓ ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે. આમ 21 પૈકી 17 આરોપીઓ પોલીસ સકંજામાં આવી ગયા છે. જો કે, હજુ પણ 4 આરોપીઓ પોલીસ પકડથી દુર છે.
આ મામલે ડીસીપી પન્ના મોમાયાએ પ્રેસ કોન્ફ્રન્સ કરી હતી, તેમણે કહ્યું કે, દીપેન અને ધર્મીલ શાહ મુંબઈ ફરાર થયા હતા. આજે પોતાના વકીલને મળવા આવતા ઝડપી પાડવામાં આવ્યા છે. આવતીકાલે બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરાશે. સમગ્ર ઘટનાનો એફ.એસ.એલ રિપોર્ટ આવ્યો છે. વધુ વજન બોટ પર થઇ જવાથી બોટ પલટી ખાઈ ગઈ હતી. બાળકોને લાઇફ જેકેટ આપવામાં આવ્યા ન હતા. આજે ઝડપાયેલા આરોપીઓ કોટિયા પ્રોજેકટમાં 5 ટકાના ભાગીદાર હતા.
ફરાર આરોપીઓની મિલકત જપ્તીની કાર્યવાહી હાથ ધરાશે. પરેશ શાહ અને ગોપાલ શાહને કોર્ટમાં આજે રજૂ કરાયા છે. બંન્નેના વધુ રિમાન્ડની માંગણી કરવામાં આવી નથી. પરેશ શાહ અને ગોપાલ શાહ જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે. જો કે, પાલિકાએ જરૂરી દસ્તાવેજ હજુ પણ આપ્યા નથી. અત્યાર સુધી અડધા દસ્તાવેજ આપ્યા છે. આ મમાલે ફરી વખત પાલિકાને રિમાઇન્ડર આપવામા આવશે.
FSLના રિપોર્ટમાં હરણી કાંડનો મોટો ખુલાસો
વડોદરાના હરણી તળાવમાં થયેલી બૉટ કાંડની ઘટનામાં 12 વિદ્યાર્થીઓ અને 2 શિક્ષિકાઓના ડુબી જવાથી મોત થયા હતા, આ પછી તપાસના આદેશો અપાયા અને હવે આ મામલે એફએસએલની ટીમનો અને પોલીસનો રિપોર્ટ સામે આવ્યો છે. લેટેસ્ટ રિપોર્ટમાં સામે આવ્યુ છે કે, હરણી તળાવ કાંડમાં બૉટમાં વજન વધી ગયુ હતુ, જેના કારણે ટર્ન લેતી વખતે બૉટ પલટી મારી ગઇ હતી. નિયમ પ્રમાણે એક બૉટમાં એક ટન જેટલું વજન વહન કરી શકાય છે જ્યારે તે સમયે બૉટમાં દોઢ ટનથી વધુ વજન થઇ ગયુ હતુ, જેના કારણે આ ગોઝારી દૂર્ઘટના ઘટી હતી.
છેલ્લા કેટલાય સમયથી ગુજરાતમાં ઘટેલી આ મોતના મંજરની ઘટનાને લઇને ચર્ચાઓ થઇ રહી છે, વડોદરાના હરણી તળાવમાં બૉટ પલટી ખાઇ જતાં પ્રવાસે ગયેલા 12 વિદ્યાર્થીઓ સાથે 2 શિક્ષિકાઓના પણ ડુબી જવાથી મોત થયા હતા. હવે આ હરણી લેક ઝૉન દૂર્ઘટના મામલે પોલીસ અને FSLની તપાસમાં મોટો ખુલાસો થયો છે. નવા રિપોર્ટમાં ખુલાસો થયો છે કે, હરણી તળાવમાં બૉટની ક્ષમતા કરતા વધુ લોકોને બેસાડવામાં આવ્યા હતા, જેના કારણે જ આ દૂર્ઘટના સર્જાઈ હતી. એક ટન વજનની ક્ષમતા ધરાવતી બૉટમાં દોઢ ટન વજન થઈ ગયું હતું, નિયમ પ્રમાણે બૉટમાં આગળના ભાગમાં કોઈને બેસાડવાના હોતા નથી, ખરેખરમાં, જ્યાં કોઈને બેસાડી ના શકાય ત્યાં દસ વિદ્યાર્થીઓને બેસાડી દીધા હતા. આગળના ભાગે વિદ્યાર્થીઓ બેસાડ્યા હતા, જેથી ટર્ન લેતી વખતે બૉટ પલ્ટી ખાઇ ગઇ હતી. બૉટ બનાવનાર કંપનીએ પણ લેક ઝૉન સંચાલકોની બેદરકારીને ખુલ્લી પાડી દીધી છે. કંપની સંચાલકોએ કહ્યું અમારી બનાવેલી બૉટની ક્ષમતા માત્ર એક ટન વજનની હતી.