શોધખોળ કરો
Advertisement
Vadodara : મરઘા ભરીને જતી પીકઅપ વાનના ટાયર નીચે આવી જતા 1.5 વર્ષના બાળકનું મોત, ઘટના સીસીટીવીમાં કેદ
અકસ્માતમાં બાળકનું મોત પીકઅપ વાન ચાલક ફરાર થઈ ગયો હતો. મહંમદ હાસીમ નામના બાળકનું અકસ્માતમાં મોત નીપજ્યું છે. અકસ્માતની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે.
વડોદરાઃ વડોદરાના આજવા રોડના લક્ષ્મીનગર વિસ્તારમાં દોઢ વર્ષના બાળક પર પીકઅપ વાન ચડી જતા મોત નીપજ્યું છે. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી મચી ગઈ છે. મરઘા ભરીને જતી પીકઅપ વાને અડફેટે લેતા બાળક ટાયર નીચે આવી જતા મોત નીપજ્યું છે.
અકસ્માતમાં બાળકનું મોત પીકઅપ વાન ચાલક ફરાર થઈ ગયો હતો. મહંમદ હાસીમ નામના બાળકનું અકસ્માતમાં મોત નીપજ્યું છે. અકસ્માતની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. બાળક એકલો રમતો રમતો પીકઅપ વાનની આગળ ઊભો થઈ જાય તેવું સીસીટીવીમાં દેખાય છે. સ્થાનિક લોકોએ વાહનની તોડફોડ કરી હતી. પોલીસે તપાસ શરૂ કરી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
દુનિયા
સુરત
Advertisement