Vadodara : ટ્રાવેલ સંચાલકે ફેશન ડીઝાઈનર યુવતી સાથે બાંધ્યા શરીર સંબંધ, અલગ અલગ ઠેકાણે લઈ જઈ માણ્યું શરીર સુખ ને પછી...........
પ્રેમીએ યુવતીને લગ્નની લાલચ આપી વારંવાર શરીરસુખ માણ્યું હતું. એટલું જ નહીં, આ સંબંધથી યુવતીએ એક બાળકને પણ જન્મ આપ્યો હતો. પ્રેમીની પત્નીએ ઘરે બોલાવી પતિ સાથેના સંબંધ તોડી નાંખવા ધમકી આપી હતી.
વડોદરાઃ ક્વાંટના ટ્રાવેલ્સ સંચાલકે પરિણીત હોવાની વાત છુપાવી ફેશન ડિઝાઈનર યુવતીને લગ્નની લાલચ આપી વારંવાર શરીરસુખ માણ્યું હતું. એટલું જ નહીં, આ સંબંધથી યુવતીએ એક બાળકને પણ જન્મ આપ્યો હતો. જોકે, પુત્રના જન્મ પછી પ્રેમીની પત્નીએ તેને ઘરે બોલાવી હતી અને પતિ સાથેના સંબંધ તોડી નાંખવા માટે ધમકી આપી હતી. અન્ય એક વ્યક્તિએ પણ યુવતીને સંબંધ ન રાખવા ધમકી આપી હતી. ત્યારે યુવતીએ રાવપુરા પોલીસ સ્ટેશનમાં પ્રેમી, તેની અને અન્ય એક વ્યક્તિ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. જોકે, હજુ સુધી આરોપીનો કોઈ પત્તો લાગ્યો નથી.
આ અંગેની વિગતો એવી છે કે, નર્મદા જિલ્લામાં રહેતી 34 વર્ષીય યુવતી વર્ષ 2010માં વડોદરામાં ફેશન ડિઝાઇનરનો કોર્સ કરતી હોવાથી અપડાઉન કરતી હતી. આ સમયે તેને છોટાઉદેપુરના ક્વાંટમાં રહેતા પ્રદીપ ઉર્ફે પપ્પુ જયશ્વાલ સાથે પરિચય થયો હતો. પરિચય આગળ વધતાં બંને એકબીજાને પ્રેમ કરવા લાગ્યા હતા. તેમજ આ પછઈ તો યુવકે યુવતીને લગ્નની લાલચ આપી વડોદરા ઉપરાંત ઉજ્જૈન, શિરડી, સહિત વિવિધ સ્થળોએ તેમજ યુવતીને ઘર તથા હોટલમાં લઇ જઇ વારંવાર શારીરિક સંબંધ બાંધ્યા હતા. જેને કારણે યુવતીએ એક પુત્રને જન્મ પણ આપ્યો હતો.
યુવતી સુરત નોકરી કરતી હતી, ત્યારે પણ પ્રેમી તેની સાતે સંપર્કમાં હતો. દરમિયાન યુવતીના પિતાનું નિધન થતાં ફરીથી પ્રદીપે તેનો સંપર્ક વધાર્યો હતો. તેમજ યુવતીને આર્થિક મદદ કરવાની અને લગ્નની લાલચ આપીને પ્રેમજાળમાં ફસાવી હતી. વર્ષ 2014માં પ્રદીપે યુવીતને વડોદરાના માંડવી ખાતે બોલાવી હતી. અહીંથી તેને એક હોટલમાં લઈ ગયો હતો અને લગ્નની લાલચ આપીને શારીરિક સંબંધ બાંધ્યા હતા. આ પછી તો તેને અલગ અલગ જગ્યાએ લઈ જઈને વારંવાર સંબંધ બાંધ્યા હતા.
એટલું જ નહીં, વર્ષ 2015માં પ્રદીપે યુવતીને વાઘોડિયા રોડ પર ભાડેથી મકાન અપાવ્યું હતું. જ્યાં પ્રદીપ અવાર-નવાર આવતો હતો, તેમજ અહીં રાત્રિ રોકાણ પણ કરતો હતો અને પત્ની જેવું સુખ આપતો હતો. એટલું જ નહીં, યુવતીએ ફરિયાદમાં જણાવ્યું છે કે, 2015માં પ્રદીપ તેને અંબાજી લઈ ગયો હતો અને માતાજીની સામે સેંતામાં સિંદુર ભરી પત્ની તરીકે સ્વીકારી હતી. આ પછી હોટલમાં લઈ જઈ શારીરિક સંબંધ બાંધ્યા હતા. જોકે, આ સમયે પ્રદીપે યુવતીને પોતે પરણીત હોવાનું અને બે સંતોનો હોવાનું જણાવ્યું હતું. એટલું જ નહીં, તે પત્નીને છૂટાછેડા આપી તેને કાયદેસરની પત્ની બનાવશે, તેમ જણાવ્યું હતું.
યુવતી વડોદરામાં બે વર્ષ ભાડાના મકાનમાં રહી હતી. અહીં વારંવાર શારીરિક સંબંધથી તે ગર્ભવતી બની હતી તેમજ પુત્રને જન્મ આપ્યો હતો. પુત્રના પિતા તરીકે પ્રદીપનું નામ પણ લખાવ્યું હતું. જોકે, પુત્રના જન્મ પછી તેની પત્નીએ પતિની પ્રેમિકાને ઘરે બોલાવી હતી અને સંબંધ તોડી નાંખવા જણાવ્યું હતું. તેમજ ધમકી આપી હતી કે, સંબંધ રાખશે તો કેનાલમાં ફેંકી દેશે અને કોઈને ખબર પણ નહીં પડે. આ અંગે પોલીસ ફરિયાદ થતાં પોલીસે આરોપીને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.