Vadodara : ને.હા. 48 પર અમદાવાદના પરિવારને નડ્યો અકસ્માત, એકનું ઘટનાસ્થળે જ મોત, 3 ઘાયલ
કાર નંબર જીજે-1, એફટી-5664 લઈને ચાર વ્યક્તિઓ અમદાવાદથી મુંબઇ જઈ રહ્યા હતા, ત્યારે કરજણ પાસે અકસ્માત નડ્યો હતો. ઘટનાની જાણ થતાં કરજણ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને તપાસ હાથ ધરી હતી.
વડોદરાઃ કરજણ નેશનલ હાઇવે નંબર 48 પર અકસ્માત સર્જાયો હતો. વડોદરા તરફથી ભરૂચ તરફ જતા અમદાવાદના પરિવારને અકસ્માત નડ્યો હતો. હાઇવે નંબર 48 પર ઓસલામ - લાકોદરા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. કારમાં ચાર વ્યક્તિ હતા. ચાર વ્યક્તિઓમાંથી એક વ્યક્તિનું સ્થળ પર મોત નીપજ્યું છે. જ્યારે ત્રણ વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચી છે.
આ ફોર વ્હીલ લઈ ચાર વ્યક્તિઓ અમદાવાદથી મુંબઇ જઈ રહ્યા હતા, ત્યારે કરજણ પાસે અકસ્માત નડ્યો હતો. ઘટનાની જાણ થતાં કરજણ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને તપાસ હાથ ધરી હતી. કાર નંબર જીજે-1, એફટી-5664 ને અકસ્માત નડ્યો હતો.
Ahmedabad : રામોલ ઓવરબ્રિજ પર બે બાઇક વચ્ચે અકસ્માત; યુવકનું ઘટનાસ્થળે જ મોત, દંપતી ગંભીર
અમદાવાદઃ શહેરના CTM રામોલ ઓવરબ્રિજ પર બે બાઈક સામસામે ટકરાયા હતા. જેમાં એક બાઈક સવારનું મોત ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે દંપતી ગંભીર છે. બે બાઈકના અકસ્માતને પગલે CTM રામોલ ઓવરબ્રીજ પર ટ્રાફિકજામ થયો હતો.
આ અકસ્માતમાં ૨૩ વર્ષના બાઈક ચાલકનું ઘટના પર જ મોત થતાં અરેરાટી વ્યાપી ગઈ હતી. જ્યારે અન્ય બાઈક પર દપંતી નીચે પટકાતા બન્ને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા ૧૦૮ મદદથી એલજી હોસ્પિટલ ખસેડાયા હ તા. ટ્રાફિક પોલીસે ઘટના સ્થળ પર પહોંચી એડિ દાખલ કરી તપાસ હાથ ધરી હતી.
રવિવારે રાતના સમયે સીટીએમ રામોલ ઓવરબ્રિજ પર બે બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં મોતને ભેટેલા યુવકની હજુ સુધી કોઈ ઓળખ થઈ શકી નથી. જ્યારે બીજા બાઈક પરનું દંપતી ઘાયલનું થયું હતું. અકસ્માતની ઘટનાની જાણ થતાં ખોખરા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો.
અકસ્માત બાદ CTM રામોલ ઓવરબ્રિજ પર ટ્રાફિક જામ થયો હતો. ખોખરા પોલીસે ભારે જેહમત બાદ ટ્રાફિકને રાબેતા મુજબ કરવા મહેનત કરવી પડી હતી. અકસ્માત અંગે આઈ ડિવિઝન પોલીસને સૂચિત કરીને ખોખરા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.