Vadodara: વડોદરાના પાદરામાં 100થી વધુ લોકોને ફૂડ પોઇઝનિંગ, આરોગ્ય તંત્ર થયુ દોડતુ
વડોદરાના પાદરામાં આવેલ ગોવિંદપુરા વિસ્તારમાં 100થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ છે
વડોદરાના પાદરામાં આવેલ ગોવિંદપુરા વિસ્તારમાં 100થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ છે. ધાર્મિક પ્રસંગમાં પ્રસાદ ખાવાના કારણે ફૂડ પોઈઝનિંગની અસર થયાની માહિતી છે. લોકોની તબિયત બગડતા તાત્કાલિક પાદરાના સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા. તો અમુક લોકોને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. અને આરોગ્ય વિભાગના અધિકારીઓ પણ દોડતા થયા હતા. રાતે વડોદરા જિલ્લા કલેક્ટર પણ પાદરા સરકારી દવાખાને દોડી આવ્યા હતા. જો કે હાલ તો તમામની હાલત સ્થિર છે.
પાદરાના ગોવિંદપુરા વિસ્તારમાં ધાર્મિક પ્રસંગે પ્રસાદ ખાવાના કારણે ફૂડ પોઈઝનિંગ થતા 100 ઉપરાંત લોકોની તબિયત બગડતા તાત્કાલિક પાદરાના સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા અનેકને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જિલ્લા કલેક્ટર પણ પાદરા સરકારી દવાખાને દોડી આવ્યા હતા જો કે તમામની હાલત સ્થિર હોવાની આરોગ્ય વિભાગે પુષ્ટી કરી હતી.
ઘટનાની જાણ થતા આરોગ્ય વિભાગ ટીમો ત્વરિત કામે લાગી હતી અને આરોગ્ય વિભાગના અધિકારીઓ તથા પ્રાંત ઓફિસર સહિત ટી.ડી.ઓ તથા નગર પાલિકા સહિત તાલુકા હેલ્થ ઓફિસર તેમજ મામલતદાર પણ દોડી આવ્યા હતા. જો કે ફૂડ પોઈઝનિંગ બનાવ સમયે સ્થાનિક યુવાનો અને સામાજિક તેમજ રાજકીય આગેવાનો પણ દોડી આવ્યા હતા તમામને સારવાર અથે ખસેડવામાં સહકાર આપ્યો હતો. પાદરા તાલુકા હેલ્થ ઓફિસરના જણાવ્યા પ્રમાણે ફૂડ પોઈઝનિંગની 123 લોકોને અસર થઈ હતી પરંતુ તમામની હાલત સ્ટેબલ હોવાની પુષ્ટી કરી હતી.
રાજ્યમાં ઠંડીમાં વધારો, અમદાવાદ સહિત 10 શહેરોમાં ઠંડીનો પારો 15 ડિગ્રીથી નીચે નોંધાયો
અમદાવાદઃ રાજ્યમાં ધીરે ધીરે ઠંડીમાં વધારો થઇ રહ્યો છે. અમદાવાદ સહિત રાજ્યનાં 10 શહેરોમાં ઠંડીનો પારો 15 ડિગ્રીથી નીચે નોંધાયો હતો. અમદાવાદનું લઘુતમ તાપમાન એક જ દિવસમાં 2 ડિગ્રી જેટલું ગગડી 12.6 ડિગ્રીએ પહોંચ્યું હતું. જે છેલ્લાં પાંચ વર્ષમાં નવેમ્બર મહિનાનું સૌથી નીચું લઘુતમ તાપમાન છે.
અગાઉ 2017માં 3 નવેમ્બરે અમદાવાદમાં ઠંડીનો પારો 11.7 ડિગ્રી નોંધાયો હતો. હવામાન વિભાગ મુજબ, છેલ્લા એક અઠવાડિયાથી રાજ્યમાં ઠંડા પવનનું જોર વધ્યું છે. જેના પગલે અમદાવાદમાં ઠંડીનો પારો 14થી 16 ડિગ્રી આસપાસ રહેતા વાતાવરણમાં ઠંડકનું પ્રમાણ વધ્યું છે. જો કે રવિવારે શહેરમાં દિવસ દરમિયાન ચાલુ રહેલા ઠંડા પવનની અસરથી એક જ દિવસમાં ઠંડીનો પારો 2 ડિગ્રી ગગડી 12.6 ડિગ્રી નોંધાયો હતો. તો સમગ્ર રાજ્યમાં 10.7 ડિગ્રી સાથે નલિયામાં સૌથી વધુ ઠંડી નોંધાઈ હતી.
તો ગાંધીનગરમાં 10.9 ડિગ્રી તાપમાન નોંધાયુ હતું. જ્યારે રાજ્યના અન્ય તમામ શહેરોનું લઘુતમ તાપમાન 15થી 20 ડિગ્રીની વચ્ચે રહ્યું હતું. રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમીનો પારો 30 ડિગ્રીની આસપાસ જ્યારે અન્ય શહેરોનું મહત્તમ તાપમાન 30થી 33 ડિગ્રીની આસપાસ નોંધાયું હતું.