Vadodara: વડોદરાના પાયલ કોમ્પલેક્સની બંધ ઓફિસમાંથી ઝડપાયુ વધુ 100 કિલો ડ્રગ્સ
સિંધરોટના ખેતરમાંથી 500 કરોડનું ડ્રગ્સ મળ્યું હતું. એટીએસએ વધુ ડ્રગ્સનો જથ્થો ઝડપ્યો હોવાની માહિતી આપી હતી.
વડોદરાઃ વડોદરાના સિંધરોટમાંથી ઝડપાયેલા ડ્રગ્સકાંડની તપાસ ઝડપી બની છે. મળતી જાણકારી અનુસાર, શહેરના પાયલ કોમ્પલેક્સની બંધ ઓફિસમાંથી વધુ 100 કિલો ડ્રગ્સ ઝડપાયુ હતું. પ્લાસ્ટિકના બે ડ્રમમાં ડ્રગ્સ સાચવવામાં આવ્યું હતું. બે આરોપીને સાથે રાખીને એટીએસની ટીમે 100 કિલો ડ્રગ્સ જપ્ત કર્યું હતુ.
સિંધરોટના ખેતરમાંથી 500 કરોડનું ડ્રગ્સ મળ્યું હતું. એટીએસએ વધુ ડ્રગ્સનો જથ્થો ઝડપ્યો હોવાની માહિતી આપી હતી. સિંધરોટના ખેતરમાંથી વધુ 10 ડ્રમ મળી આવ્યા હતા. 10 ડ્રમમાંથી એમ.ડી ડ્રગ્સનું રો મટીરીયલ સાથે 8 ડ્રમમાંથી ડ્રગ્સ બનાવવાનું કેમિકલ ઝડપાયું હતું.
ગુજરાત એટીએસની ટીમે વડોદરા ડ્રગ્સ કેસ મામલે પ્રેસ કોન્ફ્રરન્સ કરી હતી. વડોદરા ખાતેથી 121 કરોડનું 24.280 કિલો ડ્રગ્સ પકડવામાં આવ્યું હતું. ભરત ચાવડાના ઘરેથી ડ્રગ્સ જથ્થો પકડાયો હતો. ડ્રગ્સનો જથ્થો દુબઇ મોકલવાના હતા. અગાઉ વડોદરાના સિંઘ રોડ ખાતે ડ્રગ્સ બનાવતી ફેકટરી પકડવામાં આવી હતી. ગુજરાત એટીએસે વડોદરા સયાજીગંજ વિસ્તારના મનુભાઈ ટાવરમાંથી વધુ એક પ્રોસેસિંગ યુનિટ ઝડપી પાડ્યું હતું. ગુજરાત એટીએસે પ્રોસેસિંગ યુનિટમાંથી વધુ 100 કિલો કેમિકલ કબ્જે કર્યું હતું. રાજ્ય વ્યાપી રેકેટ હોવાની આશંકા છે. ગુજરાત એટીએસ
આરોપીના વધુ રિમાન્ડ માંગશે.
Crime News: વિધવાને પ્રેમજાળમાં ફસાવી બોલાવી ઘરે, શરીરસુખ માણીને બનાવી લીધો વીડિયો ને પછી.....
Bharatpur Crime news: રાજસ્થાનના ભરતપુર જિલ્લાના રૂપવાસ પોલીસ સ્ટેશનમાં એક વિધવા મહિલાએ અશ્લીલ વીડિયો બનાવીને વાયરલ કરવાની ધમકી આપીને 50,000 રૂપિયા પડાવવાનો અને બળાત્કારનો કેસ દાખલ કર્યો છે. મળતી માહિતી મુજબ, મંગળવારે કેસ નોંધાવતી વખતે મહિલાએ જણાવ્યું કે, ભરતપુરના સાવર પોલીસ સ્ટેશન વિસ્તારના બગધરી ગામમાં રહેતો યુવક અંકિત કુમાર તેના ગામની એક છોકરી સાથે વાત કરતો હતો. 13 ઓગસ્ટના રોજ તે યુવતીએ એક વખત મહિલાના ફોન પરથી અંકિતને ફોન કર્યો હતો અને ત્યારપછી અંકિતે મહિલાનો નંબર પોતાના ફોનમાં સેવ કર્યો હતો.
આ પછી તેણે મહિલાના નંબર પર ફોન કરવાનું શરૂ કરતાં અંકિતે મહિલાને તેની જાળમાં ફસાવી અને તેને મળવાના બહાને હોટલમાં લઈ ગયો. યુવકે હોટલમાં તેના પર બળાત્કાર ગુજાર્યો હતો અને તેનો અશ્લીલ ફોટો પાડી લીધા અને વીડિયો બનાવી લીધા. આ પછી અંકિતે તે વીડિયો અને ફોટા વાયરલ કરવાની ધમકી આપીને મહિલા સાથે ઘણી વખત બળાત્કાર કર્યો હતો. આ સાથે હવે તેણે 50 હજાર રૂપિયા પણ પડાવી લીધા. પીડિત વિધવા મહિલાએ રૂ.ની છેતરપિંડીનો ગુનો નોંધાવ્યો હતો.
પોલીસનું શું કહેવું છે
પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. મહિલાનું મેડિકલ પણ કરવામાં આવ્યું છે. રૂપવાસ પોલીસ સ્ટેશનના અધિકારી ભોજારામનું કહેવું છે કે એક વિધવા મહિલાએ અંકિત નામના યુવક વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે, જેમાં તેણે અંકિત પર હોટલમાં તેની સાથે બળાત્કાર કરવાનો અને અશ્લીલ વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને 50,000 રૂપિયા પડાવવાનો આરોપ મૂક્યો છે. આઈપીસી કલમ 376 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
પ્રેમની સજા ! સરપંચે પ્રેમી-પ્રેમિકાને ઘરે બોલાવી પાઇપથી ફટકારીને ચટાવ્યું થૂંક
ઉત્તર પ્રદેશના ગાઝીપુરનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. એક પ્રેમી યુગલે મંદિરમાં લગ્ન કર્યા ગામના સરપંટે પહેલા બંનેને એક રૂમમાં પૂરીને ઢોર માર માર્યો અને પછી થૂંક ચટાવ્યું હતું. એટલું જ નહીં પ્રેમી યુગલ સાથેની આ ક્રૂરતાનો વીડિયો પણ બનાવવામાં આવ્યો હતો, જે સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. વીડિયો વાયરલ થયા બાદ પોલીસે તેની નોંધ લઈ આરોપી ગામના સરપંચની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગામમાં રહેતા પ્રેમી યુગલમાં છેલ્લા ઘણા દિવસોથી પ્રેમ પ્રકરણ ચાલતું હતું. બંને લગ્ન કરવા પણ ઈચ્છતા હતા, પરંતુ જ્યારે ગામના સરપંચને આ વાતની જાણ થઈ, ત્યારે તેણે નિયમોને ધ્યાનમાં રાખીને ગર્લફ્રેન્ડ અને બોયફ્રેન્ડને પોતાના ઘરે બોલાવ્યા અને અભદ્ર ભાષાનો ઉપયોગ કરીને સજા કરી. એટલું જ નહીં આ દરમિયાન આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ બનાવવામાં આવ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, પ્રેમિકાના પરિવારજનોએ તેના લગ્ન બીજે ક્યાંક નક્કી કર્યા હતા, પરંતુ મંગળવારે પ્રેમી યુગલે એક મંદિરમાં લગ્ન કરી લીધા હતા અને તે પછી વ્યક્તિને તેના ઘરે લઈ જઈને આવી તાલિબાની સજા આપવામાં આવી હતી.