![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Vadodara : એન્ટીજન ટેસ્ટ માટે લાગી લાઈનો, 70 વર્ષીય લકવાગ્રસ્ત વૃદ્ધને પણ અપાયું ટોકન
ગઈ કાલે તાપમાન 42 ડીગ્રી હતું, આજે પણ સખત તાપ પડી રહ્યો છે. તાપને કારણે લોકો લાઇનમાંથી પંડાલમાં આવી ગયા હતા. જેને કારણે સોસિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા હતા.
![Vadodara : એન્ટીજન ટેસ્ટ માટે લાગી લાઈનો, 70 વર્ષીય લકવાગ્રસ્ત વૃદ્ધને પણ અપાયું ટોકન Vadodara Corona : long que for corona antigen test in Vadodara, 70 year old also in que Vadodara : એન્ટીજન ટેસ્ટ માટે લાગી લાઈનો, 70 વર્ષીય લકવાગ્રસ્ત વૃદ્ધને પણ અપાયું ટોકન](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/05/10/53f9541c11d39b989cb2d030592b2fd3_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
વડોદરાઃ ગુજરાતમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે અને મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. ત્યારે વડોદરામાં આજે સવારથી રેપીડ એન્ટીજન ટેસ્ટ માટે લાઈનો લાગી હતી. ગઈ કાલે તાપમાન 42 ડીગ્રી હતું, આજે પણ સખત તાપ પડી રહ્યો છે. તાપને કારણે લોકો લાઇનમાંથી પંડાલમાં આવી ગયા હતા. જેને કારણે સોસિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા હતા.
70 વર્ષીય લકવાગ્રસ્ત સિનિયર સીટીઝનને પણ ટોકન અપાયું હતું. સાયમન ડાભી નામના લકવાગ્રસ્ત પણ લાઈનમાં રહેવા મજબૂર બન્યા હતા. સેન્ટરના લોકો કોરોના ટેસ્ટ માટે આવેલા લોકોને ઉભા રાખી રહ્યા છે. સવારે 6 વાગે આવેલા સાયમણભાઈ નીચે બેસી પડયા હતા. રોજના 100 ટોકન આપવામાં આવે છે. રેપીડ એન્ટીજન ટેસ્ટ માટે શહેરમાં 10 ટેન્ટ બાંધી કેન્દ્રો ઉભા કરાયા છે.
રાજ્યમાં કોરોના વાયરસ (Coronavirus)ના કેસ હવે ઘટી રહ્યા છે તો સામે સાજા થતા દર્દીઓની સંખ્યા પણ સતત વધી રહી છે. રાજ્યમાં આજે કોરોના વાયરસના નવા 11,592 કેસ નોંધાયા છે. જેની સામે 14,931 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. આજે કોરોના સંક્રમણના કારણે 117 લોકોના મોત થયા છે. આ સાથે જ કુલ મૃત્યુઆંક 8511 પર પહોચ્યો છે.
રાજ્યમાં આજે 14931 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 5,47,935 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યામાં પણ ઘટાડો આવ્યો છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 1,36,158 પર પહોંચ્યો છે. જેમાંથી 792 લોકો વેન્ટિલેટર પર અને 1,35,366 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 79.11 ટકા છે.
ક્યાં કેટલા મોત થયા ?
આજે અમદાવાદ કોર્પોરેશનમાં 19, સુરત કોર્પોરેશન-8, વડોદરા કોર્પોરેશન 7, મહેસાણામાં 4, વડોદરા 5, જામનગર કોર્પોરેશમાં 8, રાજકોટ કોર્પોરેશન 5, જૂનાગઢ 5, સુરત 3, બનાસકાંઠા 2, પંચમહાલ 1, રાજકોટ 6, દાહોદ 1, કચ્છ 4, જામનગર 6, જૂનાગઢ કોર્પોરેશન 3, ભાવનગર કોર્પોરેશમાં 4, ગીર સોમનાથમાં-2, અમરેલી 2, મહીસાગર 1, ખેડા 2, આણંદ 0, સાબરકાંઠા 3, ગાંધીનગર 0, પાટણ 2, અરવલ્લી 0, ભાવનગર 0, વલસાડ 0, ગાંધીનગર કોર્પોરેશન 1, ભરૂચ 2, સુરેન્દ્રનગર 2, નવસારી-0, નર્મદા 1, દેવભૂમિ દ્વારકા-2, છોટા ઉદેપુર 2, અમદાવાદ 1, મોરબી 0, બોટાદમાં 1, પોરબંદર 1, તાપી 1 અને ડાંગ 0 મોત સાથે કુલ 117 લોકોના મૃત્યુ થયા છે.
ક્યાં કેટલા કેસ નોંધાયા ?
આજે અમદાવાદ કોર્પોરેશનમાં 3194, સુરત કોર્પોરેશન-823, વડોદરા કોર્પોરેશન 751, મહેસાણામાં 507, વડોદરા 479, જામનગર કોર્પોરેશમાં 333, રાજકોટ કોર્પોરેશન 319, જૂનાગઢ 284, સુરત 269, બનાસકાંઠા 266, પંચમહાલ 254, રાજકોટ 253, દાહોદ 246, કચ્છ 244, જામનગર 232, જૂનાગઢ કોર્પોરેશન 230, ભાવનગર કોર્પોરેશમાં 214, ગીર સોમનાથમાં-200, અમરેલી 183, મહીસાગર 181, ખેડા 164, આણંદ 157, સાબરકાંઠા 156, ગાંધીનગર 152, પાટણ 151, અરવલ્લી 133, ભાવનગર 124, વલસાડ 123, ગાંધીનગર કોર્પોરેશન 117, ભરૂચ 115, સુરેન્દ્રનગર 113, નવસારી-108, નર્મદા 90, દેવભૂમિ દ્વારકા-87, છોટા ઉદેપુર 81, અમદાવાદ 69, મોરબી 67, બોટાદમાં 38, પોરબંદર 38, તાપી 35 અને ડાંગ 12 કેસ સાથે કુલ 11592 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)