Vadodara: પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે શ્રી રામની શોભાયાત્રા પર પથ્થરમારો કરનારા 13ને પોલીસે ઝડપ્યા, કુલ 26 વિરૂદ્ધ ફરિયાદ
ભોજ ગામે નીકળેલી રામજીની શોભાયાત્રા પર પથ્થરમારો કરવામાં આવ્યો છે. જેમાં પ્રાથમિક માહિતી પ્રમાણે, 10 જેટલી મહિલાઓ ઇજાગ્રસ્ત થઈ છે

Vadodara Stone Pelting News: 22મી જાન્યુઆરીએ દેશભરમાં ભક્તિમય માહોલ હતો, દેશમાં 500 વર્ષ બાદ ભગવાન શ્રી રામ પોતાના નિજધામ પરત ફરી રહ્યાં હતા, અયોધ્યામાં ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઇ રહી હતી, તે સમયે વડોદરામાં કેટલાક તોફાની તત્વોએ માહોલ બગાડવાનો પ્રયાસ કર્યો હતો, તે દિવસે વડોદરાના પાદરાના ભોજ ગામે શ્રી રામજીની શોભાયાત્રા પર પથ્થરમારો કર્યો હતો, જેને લઇને હવે મોટું અપડેટ સામે આવ્યુ છે. વડું પોલીસે આ મામલે 13 તોફાનીઓની ધરપકડ કરી લીધી છે.
ભોજ ગામે નીકળેલી રામજીની શોભાયાત્રા પર પથ્થરમારો કરવામાં આવ્યો છે. જેમાં પ્રાથમિક માહિતી પ્રમાણે, 10 જેટલી મહિલાઓ ઇજાગ્રસ્ત થઈ છે. જેને લઈને તમામ મહિલાઓને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવી છે. આ ઘટનાની જાણ થતા જ મોટી સંખ્યામાં પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી. હાલ બંને જૂથને પોલીસ સમજાવવાનો પ્રયાસ કરી રહી છે.
ભોજ ગામે 22મી જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે ભગવાન શ્રી રામની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી, તે દરમિયાન કેટલાક તોફાની તત્વોએ આ રથયાત્રા પર પથ્થરમારો કર્યો હતો, જેમાં 10 થી વધુ લોકોને ઇજા પહોંચી હતી. બાદમા મોટી સંખ્યામાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો અને કાર્યવાહી હાથ ધરી હતી. હવે આ મામલે વડું પોલીસે 13 તોફાનીઓની ધરપકડ કરી લીધી છે.
હાલમાં મળતી માહિતી પ્રમાણે, પાદરાના ભોજ ગામે શ્રી રામજીની શોભાયાત્રા પર પથ્થરમારો કરનારા 13 તોફાનીઓની વડું પોલીસે ધરપકડ કરી લીધી છે. ૨૨મી જાન્યુઆરીએ બપોરે રામજીની શોભાયાત્રા નીકળી હતી, તેના પર લઘુમતી સમાજના ટોળાંએ પથ્થરમારો કર્યો હતો, પથ્થરમારામાં કેટલાક લોકોને ઇજા પહોંચી હતી, જે પછી વડું પોલીસ મથકે 16 સામે નામજોગ ફરિયાદ તેમજ તેમજ અન્ય 10 મળીને કુલ 26 વિરૂદ્ધ ફરિયાદ નોંધાઇ હતી. જેના પર આજે કાર્યવાહી કરવામાં આવી અને 13 તોફાનીઓને પકડી પાડવામાં આવ્યા હતા.
ગુજરાત માટે ગર્વની વાત, ભગવાન રામલલાને સુરતમાં બનેલો 11 કરોડનો સોનાનો મુગટ અર્પણ
અયોધ્યામાં આજે ભગવાન શ્રી રામ બિરાજમાન થયા છે. ગર્ભગૃહમાં ભગવાન શ્રી રામના મસ્તક પર જે મુગટ ઝળહળી રહ્યું છે તેને સુરતમાં તૈયાર કરાયું છે. ઉદ્યોગપતિ મુકેશ પટેલે 11 કરોડની કિંમતનો મુગટ રામ મંદિરને અર્પણ કર્યો છે. આ મુગટનું વજન છ કિલો છે. ભગવાન શ્રી રામ માટે બનાવવામાં આવેલા આ મુગટ માટે સાડા ચાર કિલો સોનું તેમજ હીરા, માણેક, નિલમ સહિતના આભૂષણોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ગ્રીમ લેબ કંપનીના બે કર્મચારીઓ મૂર્તિના મસ્તકનું માપ લેવા માટે ખાસ વિમાન મારફતે અયોધ્યા મોકલવામાં આવ્યા હતા. ગ્રીન લેબ કંપનીના સ્ટાફે મૂર્તિનું માપ લઇને સીધા સુરત આવ્યા અને એ પછી રામલલ્લા માટે મુગુટ બનાવવાનું કામ શરૂ કરાયું હતું.
શુભ મુહૂર્તમાં રામ લલ્લાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ
પીએમ મોદીએ શુભ મુહૂર્તમાં રામ લલ્લાનો અભિષેક કર્યો. આ પછી અયોધ્યા જય શ્રી રામના નારાથી ગુંજી ઉઠ્યું હતું. આ પછી રામ મંદિર પરિસરમાં હેલિકોપ્ટરમાંથી ફૂલોની વર્ષા કરવામાં આવી હતી. રામ મંદિરના અભિષેક માટે વિશ્વભરમાંથી મોટી સંખ્યામાં લોકો આવ્યા છે. આ દરમિયાન આખો દેશ 'જય શ્રી રામ'ના નારાથી ગુંજી રહ્યો છે.
રામ મંદિરમાં પ્રવેશ કરતી વખતે પીએમ મોદીના હાથમાં વસ્ત્રો અને છતર હતું. આ સમય દરમિયાન, પ્રેક્ષક ગેલેરીમાં બેઠેલા સાધુ-સંતો ખૂબ જ ખુશ અને ઉત્સાહથી ભરેલા દેખાતા હતા. પાછળ બેઠેલા વીઆઈપી મહેમાનો તેમના મોબાઈલ ફોન વડે સુંદર દ્રશ્ય કેદ કરતા જોવા મળ્યા હતા.
પ્રાણ પ્રતિષ્ઠા પ્રસંગે ભગવાન શ્રી રામ લલ્લા સોનાના આભૂષણોમાં જોવા મળ્યા હતા. પીએમ મોદી ઉપરાંત આરએસએસ પ્રમુખ મોહન ભાગવત પણ ગર્ભગૃહમાં અભિષેક સમયે હાજર હતા. અભિજિત મુહૂર્તમાં પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. વડાપ્રધાને મંગળધૂન વચ્ચે પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી. આ દરમિયાન પીએમ સિવાય સીએમ યોગી આદિત્યનાથ અને યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલ હાજર રહ્યા હતા.
રામ મંદિર પહોંચતાની સાથે જ પીએમ નરેન્દ્ર મોદીએ પડદાની પાછળ રામલલાની મૂર્તિના દર્શન કર્યા હતા. સોનાથી સુશોભિત રામની મૂર્તિ જોઈને બધાને ગર્વ થયો. આ પછી, યજમાન તરીકે પ્રધાનમંત્રીએ પ્રાણ પ્રતિષ્ઠાના અનુષ્ઠાનમાં ભાગ લીધો હતો. પીએમ નરેન્દ્ર મોદીએ પોતાના હાથમાં કમળનું ફૂલ લઈને વિધિની શરૂઆત કરી હતી. રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા દરમિયાન પીએમ મોદી રામની ભક્તિમાં ડુબેલા જોવા મળ્યા હતા.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
