શોધખોળ કરો
Advertisement
Vadodara : યુવકે લગ્નની વાત છૂપાવી કોલેજીયન યુવતી સાથે બાંધ્યા શારીરિક સંબંધ ને કર્યાં લગ્ન, યુવતીને તિજોરીમાંથી શું મળ્યું કે.....
લગ્ન પછી યુવતીને પતિ પરણીત હોવાની જાણ થતાં તેના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. આ અંગે યુવતીએ પતિ અને સાસરીવાળા સાથે વાત કરતાં માર મારીને ઘરમાંથી કાઢી મૂકી હતી.
વડોદરાઃ એમ.એસ. યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી યુવતીને પ્રેમી સાથે લગ્ન કરવા ભારે પડી ગયા છે. લગ્ન પછી યુવતીને પતિ પરણીત હોવાની જાણ થતાં તેના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. આ અંગે યુવતીએ પતિ અને સાસરીવાળા સાથે વાત કરતાં માર મારીને ઘરમાંથી કાઢી મૂકી હતી. આ અંગે યુવતીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
આ અંગે મળતી વિગતો પ્રમાણે, કારેલીબાગમાં રહેતી 37 વર્ષીય યુવતી ડે કેરનું કામ કરે છે. યુવતીને વર્ષ 1997માં પોતાની શાળામાં ભણતા યુવક સાથે હિતેશ લુહાર સાથે પરિચય થયો હતો. વર્ષ 2003માં યુવતી એમએય યુનિવર્સિટીમાં બીએડ કરતી હતી અને રાવપુરામાં ટ્યુશન ક્લાસમાં જતી હતી. આ સમયે બંને વચ્ચે પ્રેમ થઈ ગયો હતો. તેમજ યુવકે લગ્નની ઓફર કરી હતી અને પોતે કુંવારો હોવાનું જણાવ્યું હતું.
આ પછી બંનેએ લવમેરેજ કરી લીધા હતા. તેમજ બંને સાથે રહેવા લાગ્યા હતા. દરમિયાન યુવતીને પતિનો વર્ષ 2011નો છૂટાછેડાનો કરાર તિજોરીમાંથી મળી આવતાં તેના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. યુવતીએ તપાસ કરતાં પતિના અગાઉ લગ્ન થયા હતા અને તેનાથી તેને 8 વર્ષની દીકરી પણ છે.
યુવતીએ આ અંગે સાસરીવાળા સાથે વાત કરતાં પતિએ તેને માર માર્યો હતો અને ઘરમાંથી કાઢી મૂકતા તે પિયર આવી ગઈ હતી. જોકે, વર્ષ 2012માં સમાધાન થતાં ફરી સાસરે આવી ગઈ હતી. જોકે, સાસરીવાળાએ ત્રાસ આપવાનું ચાલુ રાખ્યું હતું. તેમજ દહેજની માંગણી કરી હતી. જોકે, પૈસા ન આપતે તો અગાઉની પત્નીની છોકરીને ઘરે લાવવાની અને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. પતિએ યુવતીના 76 હજાર રૂપિયા ઉપાડી લીધા હતા અને સોનાની લગડી પણ લઈ લીધી હતી. આ પછી વર્ષ 2017માં ધંધાના કામે બે લાખ રૂપિયા ઉછીના લઈ આજ સુધી પરત કર્યા નથી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
સમાચાર
ગુજરાત
દેશ
Advertisement