શોધખોળ કરો
Advertisement
Vadodara : ભાજપ-કોંગ્રેસની રેલી સામસામે આવી જતાં કાર્યકરો વચ્ચે છૂટાહાથની મારામારી, જુઓ લાઇવ દ્રશ્યો
વડોદરામાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે રેલી સામસામે આવી જતાં મારામારી થઈ ગઈ હતી. વડોદરાના વોર્ડ નંબર-16માં રેલી દરમિયાન મારામારી થઈ ગઈ હતી.
વડોદરા: ગુજરાતમાં યોજાનારી 6 મનપાની ચૂંટણી માટે ચૂંટણી પ્રચારનો છેલ્લો દિવસ છે, ત્યારે ભાજપ અને કોંગ્રેસ દ્વારા પૂરજોશમાં પ્રચાર કરવામાં આવી રહ્યો છે. વડોદરામાં પણ ભાજપ અને કોંગ્રેસ જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે. ત્યારે વડોદરામાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે રેલી સામસામે આવી જતાં મારામારી થઈ ગઈ હતી.
વડોદરાના વોર્ડ નંબર-16માં રેલી દરમિયાન મારામારી થઈ ગઈ હતી. ભાજપ કોંગ્રેસની રેલી સામસામે આવી જતા મારામારી થઈ હતી. સોમા તળાવ ચાર રસ્તા પાસે ઘટના બની હતી. વોર્ડ નંબર 16ના કોંગ્રેસના ઉમેદવાર ચંદ્રકાન્ત શ્રીવાસ્તવના પુત્ર વિશાલ પર હુમલો થયો હતો. ભાજપ કાર્યકરોએ હુમલો કર્યાના આક્ષેપ લગાવ્યા છે. ભાજપના ઝંડાની લાકડીઓથી માર માર્યાના આક્ષેપ લગાવ્યા છે.
બંને પાર્ટીના કાર્યકરો વચ્ચે મારામારી થતા પોલીસને મામલો થાળે પાડવો પડ્યો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement