Vadodara: વડોદરામાં દેસી દારૂની ભઠ્ઠી પર વિઝિલન્સ ટીમના દરોડા, દોઢ લાખનો દારુ પકડાયો
વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના કુંવરવાળા ગામે વિઝિલન્સ ટીમે અચાનક દરોડા પાડ્યા હતા
Vadodara: વડોદરા જિલ્લામાં વિઝિલન્સ ટીમ એક્ટિવ થઇ ગઇ છે. જિલ્લાના ડભોઇના કુંવરવાળામાં વિઝિલન્સ ટીમે એકએક રેડ કરી હતી, જેમાં દોઢ લાખના દારુ સાથે ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા હતા.
માહિતી પ્રમાણે, વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના કુંવરવાળા ગામે વિઝિલન્સ ટીમે અચાનક દરોડા પાડ્યા હતા, આ રેડ દેશી દારૂની ભટ્ટી પર કરવામાં આવી જેમાં મોટા પાયે દેશી દારૂ બનાવતા 3 ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા હતા, આ ઉપરાંત વિઝિલન્સ પોલીસે 1,39,940 રૂપિયાનો મુદ્દામાલ પણ કબજે કરી લીધો હતો. આમાં કુલ 195 લીટર દેશી દારૂનો જથ્થો હતો. વિઝિલન્સની ટીમે આ દરોડા બાતમીના આધારે પાડ્યા હતા.
Atal Bridge Controversy: વડોદરાનો અટલ બ્રિજ વિવાદમાં, ઠેર-ઠેર તિરાડો પડી- ગુણવત્તા વિનાનું કામ, કૉન્ટ્રાક્ટર પર ઉઠ્યા સવાલો, અટલ બ્રિજનું રિપેરિંગ કામ શરૂ.......
Atal Bridge Controversy: વડોદરા શહેરમાં આવેલો સૌથી લાંબો અટલ બ્રિજ ફરી એકવાર વિવાદમાં સપડાયો છે, 228 કરોડના ખર્ચે બનેલા આ બ્રિજની સ્થિતિ હવે કથળી રહી છે, અને આને લઇને કૉન્ટ્રાક્ટરની કામગીરી પર અનેક સવાલો ઉભા થયા છે. વડોદરા શહેરમાં બનેલો આ સૌથી લાંબો અટલ બ્રિજ છે, આ અટલ બ્રિજ 3 કિલોમીટર લાંબો છે, જે ગેડા સર્કલથી શરૂ થઈ મનીષા ચાર રસ્તા સુધીનો છે. અત્યારે ગેડા સર્કલથી શરૂ થતા બ્રિજની સપોર્ટની દિવાલના બ્લૉક તોડી અને રીપેરીંગની કામગીરી કરવામાં આવી રહી છે. બ્રિજ અને સપૉર્ટની દિવાલ વચ્ચેની ગેપ ના રાખાતા દિવાલોમાં મોટી મોટી સતત તિરાડો પડી રહી છે, આ કારણે કૉન્ટ્રાક્ટરની કામગીરી પર સવાલો ઉઠ્યા છે, અને વિવાદ વધુ મોટો થયો છે. હાલમાં અહીં બ્રિજ પર સપોર્ટની દિવાલ અને બ્રિજની વચ્ચેના બ્લૉક તોડીને અને ગેપ રાખવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ રિપેરિંગની કામગીરી હાલમાં ગેડા સર્કલથી શરૂ થતા બ્રિજ તરફ ચાલી રહી છે. ખાસ વાત છે કે, આ અટલ બ્રિજ 228 કરોડના ખર્ચે બનેલો છે અને આને 25 ડિસેમ્બરે જ ખુલ્લો મુકવામાં આવ્યો હતો. જોકે, હવે સતત વિવાદોના ઘેરામાં આવી રહ્યો છે. આ બ્રિજના કૉન્ટ્રાક્ટરની કામગીરી ઉપર અનેક સવાલો ઉઠી રહ્યાં છે. કામગીરીમાં યોગ્ય ગુણવત્તા ના જળવાઈ હોવાથી આની આ જ રિપેરિંગની કામગીરી ફરીથી કરવામાં આવી રહી છે.