શોધખોળ કરો
Advertisement
વડોદરાઃ વગર લગ્ને યુવતીને ઘરમાં રાખી બાંધ્યા શારીરિક સંબંધ ને પછી....
અભિષેકે યુવતીને લગ્ન કરી લઈશુ એવુ કહી પતિ સાથે છુટાછેડા લેવડાવી 8 મહિના સુધી ધરમાં રાખી હતી. તેમજ તેની સાથે પરાણે શારીરિક સંબંધ પણ બાંધ્યા હતા.
વડોદરાઃ શહેરના વાસણા ભાયલી રોડ પર રહેતા યુવકે વગર લગ્ને યુવતીને પત્ની તરીકે રાખી બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. ભાયલી વિસ્તારના અભિષેક ઠક્કરે સાથે નોકરી કરતી યુવતીને પ્રેમજાળમાં ફસાવી હતી.
અભિષેકે યુવતીને લગ્ન કરી લઈશુ એવુ કહી પતિ સાથે છુટાછેડા લેવડાવી 8 મહિના સુધી ધરમાં રાખી હતી. તેમજ તેની સાથે પરાણે શારીરિક સંબંધ પણ બાંધ્યા હતા. જોકે, અન્ય યુવતી સાથે આડાસંબંધ હોવાની યુવતીને જાણ થતાં અભિષેકે યુવતીને તરછોડી દીધી છે. યુવકે તરછોડી દેતા યુવતીએ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
પોલીસ ફરિયાદ પ્રમાણે, અભિષેક ઠક્કર અને યુવતી બંને એખ પ્રાઇવેટ કંપનીમાં સાથે કામ કરતા હતા અને બંને સારા મિત્રો હતા. વર્ષ 2018માં બંનેની મિત્રતાને લઈને અભિષેકને પરિવાર સાથે બોલાચાલી પણ થઈ હતી. છતાં અભિષેક તેને ભગાડી લઈ ગયો હતો. તેમજ અભિષેકે તેને કહ્યું હતું કે, આપણે હાઈ કોઈ સંબંધ બાંધીશું નહીં અને વડોદરા જઈને લગ્ન કરી લઇશું, પછી પરિવારવાળા સ્વીકારી લેશે. આ પછી અભિષેકના પરિવારે તેમને સ્વીકારી લેતા તેઓ ઘરે આવી ગયા હતા.
યુવતી વિધર્મી હોવાથી તેનું નામ બદલી દેવાયું હતું. તેમજ યુવતીને ઘરની વહુની જેમ રાખવા માંડ્યા હતા. તેમજ તેને તમામ પ્રસંગોમાં પણ સાથે રાખતા હતા. દરમિયાન અભિષેકે યુવતી સાથે સંબંધ બાંધવા પ્રયાસ કર્યો હતો. જેના માટે યુવતીએ ઇનકાર કરતાં અભિષેકે લગ્ન થઈ ગયા હોવાનું અને ખાલી વિધિ જ બાકી હોવાનું જણાવ્યું હતું. તેમજ ના પાડવા છતા પરાણે સંબંધ બાંધ્યા હતા. યુવતી પગાર પણ અભિષેકને આપી દેતી હતી.
દરમિયાન અભિષેકને તેની સાથે જ નોકરી કરતી અન્ય યુવતી સાથે પ્રેમસંબંધ બંધાયા હતા. આ અંગે યુવતીને ખબર પડતાં અભિષેકે તેને તરછોડી દીધી હતી. એટલું જ નહીં, તેનો સામાન પણ રોડ પર ફેંકી દીધો હતો. આ અંગે તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દુનિયા
સમાચાર
બિઝનેસ
Advertisement