Vadodra: ગાડી ભાડે મૂકાવી આપવાની લાલચે યુવકે 200થી વધુ લોકો સાથે છેતરપિંડી કરી, જાણો વિગતો
વડોદરા શહેરમાં એક ચોંકવાનારી ઘટના સામે આવી છે. સામાન્ય લોકોને ગાડી ભાડે મુકાવી આપવાની લાલચે યુવકે 200થી વધુ લોકો સાથે છેતરપિંડી કરી છે.
વડોદરા: વડોદરા શહેરમાં એક ચોંકવાનારી ઘટના સામે આવી છે. સામાન્ય લોકોને ગાડી ભાડે મુકાવી આપવાની લાલચે યુવકે 200થી વધુ લોકો સાથે છેતરપિંડી કરી છે. મનીષ હરસોરા નામના ભેજાબાજે 200 લોકોને ચૂનો ચોપડ્યો છે. મનીષ હરસોરા નામના વ્યક્તિએ કંપનીમાં ગાડીઓ મૂકી ઊંચા ભાડા અપાવવાની આપતો હતો. મનીષ હરસોરા પાસેથી 3 મહિના સુધી ગાડીનું ભાડું ન મળતા ગાડી ના માલિકોએ પોલીસ ભવનમાં રજુઆત કરી હતી.
ભેજાબાજે તમામ લોકો પાસેથી લાખો રૂપિયા ડિપોઝીટ પણ વસૂલી હતી. મનીષ હરસોરારાજકોટ,સુરત બાદ વડોદરામાં ભાડે રહેવા આવ્યો હતો. ગાડીના માલિકોએ પોલીસ ભવન ખાતે અરજી કરી ભેજાબાજને ઝડપી લેવા માંગ કરી છે. તમામ ગાડી માલિકોને 25 લાખનું ચુકવણું કર્યા વગર મનીષ હરસોરા ભૂગર્ભ માં ઉતરી ગયો છે. આ સમગ્ર ઘટનાને લઈ પોલીસે ભેજાબાજને શોધવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
Toll Tax: ખતમ થવા જઇ રહી છે ફાસ્ટેગથી ટૉલ કલેક્શનની સિસ્ટમ, ટ્રાફિકથી મળશે છૂટકારો
દેશના રાષ્ટ્રીય રાજમાર્ગો પર જલદી વાહનોથી ટૉલ ટેક્સ વસૂલવાની નવી રીત જોવા મળી શકે છે. અત્યારે દેશના દરેક રાષ્ટ્રીય રાજમાર્ગ પર ફાસ્ટેગથી ટૉલ ટેક્સ લેવાનુ કામ કરવામાં આવી રહ્યું છે, પરંતુ જલદી આ માટે સરકાર કેમેરા આધારિત ટૉલ કલેક્શન સિસ્ટમ લાગુ કરી શકે છે. જે અંતર્ગત ગાડીઓની નંબર પ્લેટને સ્કેન કરીને સીધુ બેન્ક ખાતામાંથી પૈસા કપાઇ જશે. આ સિસ્ટમને ઓટોમેટિક નંબર પ્લેટ રીડર કેમેરા પણ કહેવામાં આવે છે.
શું થવાનો ફેરફાર ?
માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય (MoRTH) અનુસાર આ કેમેરાની મદદથી ટૉલ લેવાની સુવિધાને ટૉલ પ્લાઝાના બૂથ પર ગાડીઓની લાંબો ઇન્તજાર નહીં કરવો પડે, અત્યારે ભારતમાં 97% ટૉલ ટેક્સ વસૂલી FASTag ના માધ્યમથી કરવામા આવી રહી છે. આ સિસ્ટમ ફાસ્ટ હોવા છતાં ટૉલ પ્લાઝા પર લાંબો ટ્રાફિક જામ રહે છે.
કઇ રીતે કામ કરે છે ANPR ?
માર્ગ પરિવહન મંત્રાલયે જાણકારી આપી છે કે ભારતમાં હાઇવે પર હાલના ટૉલ પ્લાઝાને હટાવી દેવામાં આવશે, અને તેના જગ્યાએ ઓટોમેટિક નંબર પ્લેટ રીડર કેમેરા એટલે કે ANPR લગાવવામા આવશે, આ સિસ્ટમ વાહનોમાં નંબર પ્લેટ રીડ કરીને ગ્રાહકના બેન્ક ખાતામાંથી ટૉલ ટેક્સની રકમ કાપી લેશે. આને હાઇવેના શરૂઆતી અને અંતિમ સેન્ટર પર સ્થાપિત કરવામાં આવશે, જેનાથી અહીં લાગેલા કેમેરા ગાડીની નંબર પ્લેટની તસવીર લઇને તેમની નક્કી કરવામાં આવેલી યાત્રાની દુરીના આધાર પર ટેક્સનું નિર્ધારણ કરીને વસૂલી કરશે.
પાયલટ પ્રૉજેક્ટ પર ચાલી રહ્યું છે કામ -
કેન્દ્રીય માર્ગ પરિવહન તથા રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ થોડાક મહિનાઓ પહેલા આના વિશે કહ્યું હતુ કે ભારત સરકાર આના ટેસ્ટિંગ માટે એક પાયલટ પ્રૉજેક્ટ પણ ચલાવી રહી છે. આ સિસ્ટમ લોકોને તેમના વાહનોની નક્કી કરવામાં આવેલી દુરીના આધાર પર ટેક્સ લેશે, આનાથી નવી ટેકનિકથી ટૉલ બૂથો પર વિના રોકાયે ચાલવાની સુવિધા અને દુરીના આધાર પર ચૂકવણીની સુવિધા મળશે.