Watch: નળથી પાણી પીવાની કોશિશ કરતી હતી બિલાડી ત્યાં અચાનક આવી ગયો એક શખ્સ, પછી જે થયું તે....
વાયરલ થઈ રહેલા વીડિયોમાં એક વ્યક્તિ નળ પાસે ઉભેલી બિલાડીને પાણી પીવા મદદ કરી રહ્યો છે. લોકો વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે.
Trending:વાયરલ થઈ રહેલા વીડિયોમાં એક વ્યક્તિ નળ પાસે ઉભેલી બિલાડીને પાણી પીવા મદદ કરી રહ્યો છે. લોકો વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે.
કહેવાય છે કે, માનવતાનો સૌથી મોટો ધર્મ છે. માણસે જરૂરિયાતમંદોને મદદ કરવી જોઈએ. જોકે આજકાલ આવા લોકો ભાગ્યે જ જોવા મળે છે. આ દોડધામભરી જિંદગીમાં લોકો પાસે બીજા કોઈ માટે સમય પણ નથી. લોકો પોતાની જાતમાં એટલા વ્યસ્ત છે કે તેઓ બીજાની મદદ કરવાનું વિચારતા પણ નથી. જ્યારે વર્તમાન સમયમાં પણ કેટલાક લોકો એવા હોય છે જે બીજાને મદદ કરવાનું પસંદ કરે છે. જરૂરિયાતમંદ વ્યક્તિ હોય કે જાનવર, તે લોકો હંમેશા તેની મદદ કરવા તૈયાર હોય છે. આવો જ એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં એક માણસ બિલાડીને પાણી પીવાની કોશિશમાં મદદ કરતો જોવા મળી રહ્યો છે. વીડિયો જોઈને તમે પણ વ્યક્તિના વખાણ કર્યા વગર નહીં રહો..
everyday, we get
so many opportunities
to be kind 🌷 pic.twitter.com/nvbOnmFC9R
">
વાયરલ થઈ રહેલા વીડિયોમાં એક બિલાડી નળ પાસે ઉભેલી જોવા મળી રહી છે. વીડિયો જોઈને લાગે છે કે બિલાડી તરસી છે. પાણીની શોધમાં અહીં તે નળ પાસે પહોંચી છે. બિલાડી આવીને નળ પાસે ઉભી રહે છે અને નળ કેવી રીતે ખોલવો તે સમજાતું નથી. બિલાડી પાણી માટે ખૂબ જ પરેશાન છે. બિલાડીને આ રીતે જોઈને એક વ્યક્તિ તેની પાસે આવે છે અને નળ ખોલી આપે છે. જે પછી બિલાડી આરામથી પાણી પીવે છે અને ત્યારબાદ ત્યાંથી જતી રહે છે.
આ ઘટનાનો વીડિયો ટ્વિટર પર પોસ્ટ કરવામાં આવ્યો છે. જેના કેપ્શનમાં લખ્યું છે- દરરોજ આપણને દયા બતાવવાની ઘણી તકો મળે છે. વીડિયોને અત્યાર સુધીમાં 7 હજારથી વધુ લોકો જોઈ ચૂક્યા છે. આ વીડિયો પર નેટીઝન્સ પણ ઘણી કોમેન્ટ કરી રહ્યા છે. આ સાથે તે મદદ કરનાર વ્યક્તિના વખાણ પણ કરતા જોવા મળે છે.