શોધખોળ કરો

ભાજપના ક્યા મુખ્યમંત્રીએ પેટાચૂંટણીમાં ભાજપની હાર માટે મોદી સરકારને ગણાવી જવાબદાર ? ક્યા કારણે ભાજપની થઈ હાર ? ’

લોકસભાની ત્રણ અને વિધાનસભાની 29 બેઠકોની પેટાચૂંટણીમાં ભાજપ માટે સારાં પરિણામ નથી આવ્યાં. આ પૈકી હિમાચલ પ્રદેશમાં મંડી લોકસભા અને અર્કી, ફતેહપુર, જુબ્બલ-કોટખાઈ વિધાનસભા સીટ પર ભાજપને કારમી હાર મળી છે.

નવી દિલ્લીઃ લોકસભાની ત્રણ અને વિધાનસભાની 29 બેઠકોની પેટાચૂંટણીમાં ભાજપ માટે સારાં પરિણામ મથી આવ્યાં. આ પૈકી હિમાચલ પ્રદેશમાં મંડી લોકસભા અને અર્કી, ફતેહપુર, જુબ્બલ-કોટખાઈ વિધાનસભા સીટ પર ભાજપને કારમી હાર મળી છે. આ હાર માટે મુખ્યમંત્રી જયરામ ઠાકુરે મોંઘવારીને જવાબદાર ગણાવતાં ખળભળાટ મચ્યો છે. ઠાકુરે ભાજપની હાર માટે સીધું  કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર પર દોષારોપણ કરીને કહ્યું કે, વધતી મોંઘવારીના કારણે પ્રદેશમાં ભાજપે હારનો સામનો કરવો પડ્યો છે. ઠાકુરના આ નિવેદનથી ભાજપમાં ખળભળાટ મચ્યો છે.

આ નિવેદન બદલ ઠાકુરની હકાલપટ્ટી થઈ શકે છે. પેટાચૂંટણીમાં ભાજપની હારની સીધી અસર મુખ્યમંત્રી જયરામ ઠાકુરના રાજકીય ભાવિ પર પડશે. મુખ્યમંત્રી ઠાકુર મંડી જિલ્લાના છે અનમે મંડી લોકસભા બેઠક પણ ભાજપ હારી ગયો છે.  હિમાચલ પ્રદેશમાં મંડી લોકસભા અને અર્કી, ફતેહપુર, જુબ્બલ-કોટખાઈ વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી તેમના જ નેતૃત્વમાં લડવામાં આવી રહી હતી. આ હારના કારણે માનવામાં આવી રહ્યુ છે કે સીએમની શાખની સાથે-સાથે તેમના રાજકીય ભવિષ્ય પર પણ સંકટ હોવાનું ભાજપના નેતા સ્વીકારે છે. ભાજપે તાજેતરમાં જ જે રીતે ત્રણ રાજ્યોના મુખ્યમંત્રી બદલ્યા છે એ રીતે ઠાકુર પણ બદલાઈ શકે છે.  હિમાચલની હારથી જયરામ ઠાકુરના માથે જોખમ છે.

હિમાચલ પ્રદેશમાં મંડી લોકસભા અને અર્કી, ફતેહપુર, જુબ્બલ-કોટખાઈ વિધાનસભા બેઠકો કોંગ્રેસે જીતી છે. આ જીત કોંગ્રેસ માટે 2022ના વિધાનસભા ચૂંટણીથી પહેલા શુભ સંકેત છે અને પાર્ટી માટે માહોલ બનાવવાનો અવસર મળ્યો છે. આ જીતના પગલે વિપક્ષ કોંગ્રેસ  વિપક્ષ પણ ભાજપ સામે આક્રમક મોડમાં આવી ગયો છે.

હિમાચલના કોંગ્રેસ પ્રભારી રાજીવ શુક્લાએ કહ્યુ કે, કેન્દ્ર સરકારે અર્થતંત્રીની હાલત ખરાબ કરીને જનતાનાં ખિસ્સાં ખંખેરવાનું શૂ કર્યું તેના કારણે લોકોમાં આક્રોશ છે.  પેટ્રોલ-ડીઝલ, રસોઈ ગેસના ભાવમાં બેફામ વધારો થઈ રહ્યો છે.  તેના કારણે ભાજપ સરકાર સામે વિરોધ વધતો જઈ રહ્યો છે. તેનો પ્રભાવ ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી પર પણ પડશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ચીન બાદ હવે આ દેશમાં HMPVનો કેસ મળતા ચિંતા, સરકારે કહ્યુ- 'કારણ વિના ઘરની....'

HMPV Virus: ચીનમાં આતંક મચાવી રહેલા હ્યુમન મેટાન્યુમોવાયરસે દેશની વધારી ચિંતા, દિલ્લીમાં એડવાઇઝરી જાહેર

અશ્વિન બાદ આ ભારતીય ક્રિકેટરે લીધી નિવૃતિ, IPL 2025માં કોઇએ ખરીદ્યો નહોતો

Gold Rate: સપ્તાહમાં ગોલ્ડના ભાવમાં 1300થી વધુનો વધારો, જાણો હાલમાં કેટલી છે 10 ગ્રામ સોનાની કિંમત?

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કાતિલ દોરીના સોદાગર કોણ?Hun To Bolish : હું તો બોલીશ : ST અમારી, જવાબદારી તમારીAravalli news: અરવલ્લીના ભિલોડામાં ચાઈનીઝ દોરીના કારણે યુવકનું ગળું કપાયુંSurat Police : ભેસ્તાન વિસ્તારમાં બાળકીઓ સાથે અડપલાં કરનારનો પોલીસે વરઘોડો કાઢ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ચીન બાદ હવે આ દેશમાં HMPVનો કેસ મળતા ચિંતા, સરકારે કહ્યુ- 'કારણ વિના ઘરની....'
ચીન બાદ હવે આ દેશમાં HMPVનો કેસ મળતા ચિંતા, સરકારે કહ્યુ- 'કારણ વિના ઘરની....'
HMPV Virus: ચીનમાં આતંક મચાવી રહેલા હ્યુમન મેટાન્યુમોવાયરસે દેશની વધારી ચિંતા, દિલ્લીમાં એડવાઇઝરી જાહેર
HMPV Virus: ચીનમાં આતંક મચાવી રહેલા હ્યુમન મેટાન્યુમોવાયરસે દેશની વધારી ચિંતા, દિલ્લીમાં એડવાઇઝરી જાહેર
અશ્વિન બાદ આ ભારતીય ક્રિકેટરે લીધી નિવૃતિ, IPL 2025માં કોઇએ ખરીદ્યો નહોતો
અશ્વિન બાદ આ ભારતીય ક્રિકેટરે લીધી નિવૃતિ, IPL 2025માં કોઇએ ખરીદ્યો નહોતો
Gold Rate: સપ્તાહમાં ગોલ્ડના ભાવમાં 1300થી વધુનો વધારો, જાણો હાલમાં કેટલી છે 10 ગ્રામ સોનાની કિંમત?
Gold Rate: સપ્તાહમાં ગોલ્ડના ભાવમાં 1300થી વધુનો વધારો, જાણો હાલમાં કેટલી છે 10 ગ્રામ સોનાની કિંમત?
BPSC Protest: પટના પોલીસે પ્રશાંત કિશોરની કરી અટકાયત, ગાંધી મેદાનમાં બેઠા હતા ધરણા પર

કેવું રહેશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે નવું વર્ષ 2025, કુંડળીમાં ગ્રહોની સ્થિતિ કેવી છે

કરસન પટેલે તોડ્યું મૌન: પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું, યુવાનો શહીદ થયા અને રાજકીય રોટલા શેકાયા

માત્ર કોહલી-રોહિત જ નહીં, ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાના આ 5 ખેલાડીઓનું પત્તું કપાશે!

Embed widget