શોધખોળ કરો
Advertisement
એકતા કપૂર પોતાના દીકરાની તસવીરો કેમ સોશિયલ મીડિયામાં નથી મૂકતી ? કઈ અંધશ્રધ્ધા છે આ માટે જવાબદાર ?
એકતા કપૂરે હાલમાંજ 7 જૂને પોતાનો 44મો જન્મદિવસ ઉજવ્યો. તુષાર કપૂર અને એકતા કપૂર બન્ને સરોગેસી દ્વારા બાળકોના પેરેન્ટ્સ બન્યા છે. એકતાએ આજ સુધી પોતાના પુત્રની તસવીર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી નથી.
મુંબઈ: એક્ટર તુષાર કપૂર અને એકતા કપૂર બન્ને સરોગસી દ્વારા બાળકોના પેરેન્ટ્સ બન્યા છે. અને બાળકોને લઈને આ બન્ને ખૂબજ ખુશ છે. તુષારનો પુત્ર લગભગ ત્રણ વર્ષનો છે જ્યારે એકતાનો પુત્ર રવિ હજુ થોડાક જ મહિનાનો છે. એકતા કપૂર પુત્રની તસવીર સોશિયલ મીડિયા પર શેર કરવાનું ટાળે છે. જેના પાછળ પણ એક મોટું કારણ છે. જેનો ખુલાસો ભાઈ તુષાર કપૂરે કર્યો છે.
એકતાએ આજ સુધી પોતાના પુત્રની તસવીર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી નથી. જેને લઈને તુષારે ખુલાસો કર્યો છે. તુષારે કહ્યું કે તેમનો પરિવાર નથી ઇચ્છતો કે નવજાત બાળકોની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવે. પરિવાર માને છે બાળક નાનું હોય તો તેની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરવી જોઈએ નહીં. જો કે બન્નેએ નવજાત બાળકોની તસવીર શેર કરી હતી પરંતુ બાળકનો ચેહરો દેખાડ્યો નથી.
તુષારે જણાવ્યું કે આ વાત પરિવાર સાથે ચર્ચા થઈ હતી અને નિર્ણય લેવામાં આવ્યો હતો બાળક થોડુંક મોટું થઈ જાય ત્યારે જ તસ્વીરો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવે.
એકતાનો પરિવાર માને છે કે, નાનાં બાળકોની તસવીરો સોશિયલ મીડિયામાં મૂકાય તો બાળક માટે કંઈક અળભુ બને છે. જિતેન્દ્રના પરિવારે નક્કી કર્યું છે કે એકતાનો પુત્ર રવિ કપૂર જ્યારે એક વર્ષથી વધુ વર્ષનો થશે ત્યા સુંધી તેની તસવીરો શરે કરવામાં નહીં આવી.View this post on Instagram
તુષારનું કહેવું છે કે બાળકનો જન્મ થતાંની સાથેજ તસ્વીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ જાય છે. તેથી તેમનો પરિવાર નાના બાળકોની તસવીરો શેર કરવામાં સહજ નથી. જો કે તુષારે એ પણ કહ્યું કે પોતાના પુત્ર લક્ષ્યની તસ્વીર શેર કરવા તે કમ્ફર્ટેબલ છે.View this post on Instagram
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
બિઝનેસ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion