અગ્નિપથ યોજનાનો વિરોધ કેમ? કેન્દ્ર સરકાર વિરુદ્ધ જોરદાર નારેબાજી, ટ્રાફિક થયો ઠપ્પ
સેનામાં ભરતી માટેની અગ્નપથ યોજનાનો જોરદાર વિરોધ થઇ રહ્યો છે. પ્રદર્શનકારીઓ રસ્તા પર ઉતરીને સરકારની આ નીતિનો વિરોધ કરી રહ્યો છે. વિરોધના કારણો શું છે જાણીએ
![અગ્નિપથ યોજનાનો વિરોધ કેમ? કેન્દ્ર સરકાર વિરુદ્ધ જોરદાર નારેબાજી, ટ્રાફિક થયો ઠપ્પ Why oppose Agneepath scheme અગ્નિપથ યોજનાનો વિરોધ કેમ? કેન્દ્ર સરકાર વિરુદ્ધ જોરદાર નારેબાજી, ટ્રાફિક થયો ઠપ્પ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/16/9de13432b9842856b11f5208ced8a0b6_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Agneepath scheme :નવાદાના વિદ્યાર્થીઓએ કેન્દ્ર સરકાર વિરુદ્ધ જોરદાર નારેબાજી કરી, અને આ યોજનાને પાછી ખેંચવા માટે કહ્યું. વિદ્યાર્થીઓના પ્રદર્શનના કારણે ટ્રાફિક ઠપ થઇ ગયો છે.
અગ્નિપથ યોજનાનો વિરોધ કેમ?
અગ્નિપથ યોજના હેઠળ સરકારની યોજના ચાર વર્ષ માટે દળોમાં યુવાનોની ભરતી કરવાની છે. જેમાં યુવકોને 21 વર્ષની વયે નિવૃત્ત કરી દેવાશે. ભરતી થયેલા સૈનિકોમાંથી માત્ર 25 ટકા જ સેનામાં રાખવામાં આવશે. જેને લઈને વિદ્યાર્થીઓમાં વિરોધ જોવા મળી રહ્યો છે.
આંદોલનકારી યુવાનોની સૌથી મોટી સમસ્યા એ છે કે શા માટે માત્ર ચાર વર્ષથી જ ભરતી કરવામાં આવી રહી છે. સેનામાં શોર્ટ સર્વિસ કમિશન હેઠળ ઓછામાં ઓછી 10 થી 12 વર્ષની સેવા હોય છે અને તેમાં સૈનિકોને આંતરિક ભરતીમાં પણ તક મળે છે. 'અગ્નિપથ યોજના'માં યુવાનોની સૌથી મોટી સમસ્યા એ છે કે ચાર વર્ષ પછી 75% યુવાનોએ બહાર નીકળવાનો રસ્તો બતાવી દેવાશે.
કોવિડનના કારણે સેનાની ભરતી પણ મુલતવી રખાઇ હતી. છેલ્લા બે વર્ષથી ભરતીઓ થઈ ન હતી અને કેટલાકના પરિણામો બાકી હતા. દરમિયાન, સરકારે અગ્નિપથ યોજના શરૂ કરી છે અને આ નવી યોજના હેઠળ તમામ જૂની ભરતીઓને આવરી લેવાનું નક્કી કર્યું છે. સરકારના આ નિર્ણયથી એવા યુવાનોમાં ઊંડી નિરાશા થઈ છે જેમની વય મર્યાદા હવે સમાપ્ત થઈ ગઈ છે અથવા લગભગ સમાપ્ત થવા જઈ રહી છે. મોટાભાગના વિદ્યાર્થીઓ જૂની ભરતીના પરિણામની રાહ જોઈ રહ્યા હતા. આ જ કારણ છે કે તેઓ સરકારની આ નવી યોજનાનો વિરોધ કરી રહ્યા છે.
અગ્નિવીર યોજના'ને લઇને બિહારમાં વિદ્યાર્થીઓનુ પ્રદર્શન ગુરુવારે સવારે પણ યથાવત રહ્યું, સવારે બિહારના નવાદા અને જહાનાબાદમાંથી આવી તસવીરો ફરી એકવાર સામે આવી. આ યોજનાનો વિરોધ દર્શાવતા અલગ અલગ જગ્યાઓ પર વિદ્યાર્થીઓ હંગામો કરી રહ્યાં છે. આક્રોશમાં કેટલીય જગ્યાઓએ ટ્રેનોને પણ નિશાન બનાવવામાં આવી છે, નવાદામાં ટ્રાફિકને પુરેપુરી રીતે ઠપ કરી દેવામાં આવ્યો છે. રસ્તાંઓ પર આગચંપી પણ કરવામાં આવી, ટાયર પણ સળગાવવામાં આવ્યા.
નવાદાના વિદ્યાર્થીઓએ કેન્દ્ર સરકાર વિરુદ્ધ જોરદાર નારેબાજી કરી, અને આ યોજનાને પાછી ખેંચવા માટે કહ્યું. વિદ્યાર્થીઓના પ્રદર્શનના કારણે ટ્રાફિક ઠપ થઇ ગયો છે. સ્પેશ્યલ પોલીસ દળને તૈનાત કરવામાં આવ્યુ છે. નવાદાના પ્રજાતંત્ર ચોક પર પણ આક્રોશિત વિદ્યાર્થીઓનો હંગામો જોવા મળ્યો. ગુસ્સામાં ભરાયેલા વિદ્યાર્થીઓનુ કહેવુ હતુ કરે ફિજીકલ અને મેડિકલ થયા બાદ પણ એક્ઝામ રદ્દ કરી દેવામા આવી છે. આ એક્ઝામને લેવામાં આવે અને જે નવી સ્કીમ છે તેને સરકાર રદ્દ કરે.
જહાનાબાદમાં પણ પ્રદર્શન -
નવાદાની સાથે સાથે બિહારના જાહાનાબાદમાં પણ કેટલીક એવી તસવીરો જોવા મળી, સેના ભરતીની નવી સ્કીમનો વિરોધમાં જહાનાબાદમાં પણ વિદ્યાર્થીઓએ ટ્રેનો રોકી, રસ્તાંઓ પર ટાયર સળગાવવાની પ્રદર્શન કરવામાં આવ્યુ. ટાયર સગળાવીને એનએચ-83 અને એનએચ-110ને જામ કરી દીધો હતો.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)