Anant Radhika Pre-Wedding:જામનગરમાં કેમ રાખવામાં આવ્યું દીકરાનું પ્રિ વેડિંગ ફંકશન, નીતા અંબાણીએ કર્યો ખુલાસો
દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી તેની મંગેતર રાધિકા મર્ચન્ટ સાથે જીવનનો નવો અધ્યાય શરૂ કરવા જઈ રહ્યા છે. આ બંને જુલાઈમાં લગ્ન કરી રહ્યા છે. આ પહેલા જામનગરમાં આજથી તેમના ત્રણ દિવસીય પ્રી-વેડિંગ ફંકશન શરૂ થઇ ગયું છે
Anant Ambani Radhika Merchant Pre Wedding:1 થી 3 માર્ચ સુધી ચાલનાર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ ફંકશનનો આજથી ગુજરાતના જામનગરમાં પ્રારંભ થયો છે. દંપતીની ખુશીમાં સામેલ થવા માટે શાહરૂખ ખાન સ્ટારર ફિલ્મ 'જવાન'ના દિગ્દર્શક અટલી સહિતના સેલેબ્સ જામનગર પહોંચી ગયા છે. મુંબઇને છોડીને જામનગર પ્રિ વેડિંગ ફંકશન માટે કેમ પસંદ કરવામાં આવ્યું તે અંગે નીતા અંબાણીએ ખુલાસો કર્યો છે.
દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી તેની મંગેતર રાધિકા મર્ચન્ટ સાથે જીવનનો નવો અધ્યાય શરૂ કરવા જઈ રહ્યા છે. આ બંને જુલાઈમાં લગ્ન કરી રહ્યા છે. આ પહેલા જામનગરમાં આજથી તેમના ત્રણ દિવસીય પ્રી-વેડિંગ ફંકશન શરૂ થઇ ગયું છે.
જામનગરમાં શા માટે પ્રી-વેડિંગ ફંક્શન યોજાઇ રહ્યું છે?
નીતા અંબાણીએ તેમના પુત્રના પ્રી-વેડિંગ ફંક્શન પહેલા એક વીડિયો જાહેર કર્યો છે. આમાં તે કહેતી જોવા મળે છે કે, 'મારી આખી જિંદગી હું કલા અને સંસ્કૃતિથી ખૂબ પ્રભાવિત રહી છું. હું તેને લઇને ઉત્સાહિત રહું છું. હવે જ્યારે મારો નાનો પુત્ર અનંત રાધિકા સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે, ત્યારે મારી બે મહત્વની ઈચ્છાઓ છે. એક તો આપણા મૂળીયા જ્યાં છે તેની ઉજવણી કરવી. જામનગર અમારા હૃદયમાં વસે છે. તે આપણા માટે વિશેષ મહત્વ ધરાવે છે. મુકેશ અને તેના પિતાએ રિફાઇનરી શરૂ કરી. મારી કારકિર્દી અહીંથી શરૂ થઈ. આ રેતાળ જમીનને હરિયાળી બનાવી.
#WATCH | Jamnagar, Gujarat | Founder and chairperson of Reliance Foundation Nita Ambani speaks on the pre-wedding function of her son Anant Ambani with Radhika Merchant.
— ANI (@ANI) March 1, 2024
"...When it came to my youngest son Anant's wedding with Radhika, I had two important wishes - first, I… pic.twitter.com/udOVozqbWP
અનંત-રાધિકાના પ્રી-વેડિંગ ફંક્શનની થીમ શું છે?
અનંત અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ સેલિબ્રેશનની થીમ જાહેર કરવામાં આવી છે. નીતા અંબાણીએ પોતે એક વીડિયો જાહેર કરીને કહ્યું છે કે, આ ફેસ્ટિવલની મુખ્ય થીમ 'કલા અને સંસ્કૃતિ' છે. નીતા અંબાણીએ કહ્યું કે, તેમને શરૂઆતથી જ કલા અને સંસ્કૃતિ પ્રત્યે ઊંડો લગાવ છે. હવે જ્યારે અનંત રાધિકા સાથે તેના જીવનનો એક નવો અધ્યાય શરૂ કરી રહ્યો છે, તેણે ત્રણ દિવસના કાર્યક્રમની થીમ તરીકે 'કલા અને સંસ્કૃતિ' પસંદ કરી છે.
દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી તેની મંગેતર રાધિકા મર્ચન્ટ સાથે જીવનનો નવો અધ્યાય શરૂ કરવા જઈ રહ્યા છે. આ બંને જુલાઈમાં લગ્ન કરી રહ્યા છે. આ પહેલા જામનગરમાં આજથી તેમના ત્રણ દિવસીય પ્રી-વેડિંગ ફંકશન શરૂ થઇ ગયું છે.