Trending: અમેરિકામાં 2000 બાળકોએ એક સાથે ભાગવત કથા કરી, વીડિયો જોઈને મંત્રમુગ્ધ થઈ જશો
સમગ્ર વિશ્વમાં ભારતીય સંસ્કૃતિનો દબદબો છે. દર વર્ષે લાખો પ્રવાસીઓ વિદેશથી ભારતના ધાર્મિક સ્થળો જોવા આવે છે. મથુરા-વૃંદાવન અને ઋષિકેશમાં વિદેશી પ્રવાસીઓનો ધસારો જોવા મળતો હોય છે.
2000 Kids Chanted Bhagavad Gita: સમગ્ર વિશ્વમાં ભારતીય સંસ્કૃતિનો દબદબો છે. દર વર્ષે લાખો પ્રવાસીઓ વિદેશથી ભારતના ધાર્મિક સ્થળો જોવા આવે છે. મથુરા-વૃંદાવન અને ઋષિકેશમાં વિદેશી પ્રવાસીઓનો ધસારો જોવા મળતો હોય છે. અત્યારે ભારતમાં જ નહીં, વિદેશોમાં પણ ભારતીય સંસ્કૃતિની ઝલક જોવા મળે છે.
હાલમાં જ વિશ્વના સૌથી શક્તિશાળી દેશ અમેરિકામાંથી એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો જોયા પછી દરેક ભારતીયની છાતી ગર્વથી ફુલી જશે. અમે તમને વીડિયો વિશે માહિતી આપીએ એ પહેલા તમારે આ વીડિયો એકવાર જરૂર જોવો.
From WA Univ:
— RVAIDYA2000 🕉️ (@rvaidya2000) August 16, 2022
2000 kids chanted entire Bhagavad Gita by heart in Dallas, USA. They were practicing intensely for 1 year.:)) RT pic.twitter.com/bRrW1t8nCd
સોશિયલ મીડિયા પર સામે આવેલા આ વીડિયોમાં તમે એક મોટું ઇન્ડોર સ્ટેડિયમ જોશો. આ સ્ટેડિયમની અંદર હજારો બાળકો એકસાથે ભગવદ ગીતાનો (Bhagavad Gita) પાઠ કરી રહ્યા છે. તમે વીડિયોમાં જોઈ શકો છો કે 2 હજાર બાળકો એકસાથે ભાગવત કથા કરી રહ્યા છે. આ દ્રશ્ય અદ્ભુત છે.
એક વર્ષથી તૈયારી કરી રહી હતીઃ
પ્રાપ્ત માહિતી અનુસાર, આ વાયરલ વીડિયો અમેરિકાના ડલ્લાસનો (Dallas) છે. અહીં બાળકોએ સાથે મળીને ભાગવત કથાનું પઠન કર્યું હતું. વીડિયો પર આપેલા કેપ્શન પ્રમાણે આ બાળકો છેલ્લા એક વર્ષથી આની તૈયારી કરી રહ્યા હતા. સાથે જ તેમણે ભાગવત પાઠ કરીને સમગ્ર વિશ્વમાં ભારતીય સંસ્કૃતિનું માન વધાર્યું છે.
વાયરલ થયો વીડિયોઃ
આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર RVAIDYA2000 નામના એકાઉન્ટથી પોસ્ટ કરવામાં આવ્યો છે. 16 ઓગસ્ટે શેર કરવામાં આવેલો આ વીડિયો અત્યાર સુધીમાં 5.5 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે. વીડિયોને 12 હજારથી વધુ યુઝર્સે લાઈક કર્યો છે.
આ પણ વાંચોઃ
Amreli : વાડી વિસ્તારમાં 2 ખેતમજૂરે વિજશોક મૂકી સિંહને મોતને ઘાટ ઉતાર્યો