પતિને અન્ય યુવતી સાથે જોઇને ભડકી પત્ની, પોતાના જ 5 બાળકોની કરી નાંખી હત્યા
પોતાના પતિને અન્ય યુવતી સાથે લફરું હોવાથી પત્ની નારાજ હતી. આ નારાજગીને કારણે પોતાના જ બાળકોની હત્યા કરી નાંખી હતી. હત્યા પહેલા તેણે પતિને મેસજ કર્યો હતો કે, હવે તે બાળકોને ક્યારેય નહીં જોઇ શકે.
![પતિને અન્ય યુવતી સાથે જોઇને ભડકી પત્ની, પોતાના જ 5 બાળકોની કરી નાંખી હત્યા A woman murder of her five children after watch husband photo with girl પતિને અન્ય યુવતી સાથે જોઇને ભડકી પત્ની, પોતાના જ 5 બાળકોની કરી નાંખી હત્યા](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/12/27140904/3-45-year-old-women-have-an-affair-with-14-year-old-boy-in-kannauj.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
જર્મનીમાં એક મહિલાએ પોતાના જ પાંચ બાળકોની હત્યા કરી નાંખતા ખળભળાટ મચી ગયો છે. પોતાના પતિને અન્ય યુવતી સાથે લફરું હોવાથી પત્ની નારાજ હતી. આ નારાજગીને કારણે પોતાના જ બાળકોની હત્યા કરી નાંખી હતી. હત્યા પહેલા તેણે પતિને મેસજ કર્યો હતો કે, હવે તે બાળકોને ક્યારેય નહીં જોઇ શકે. કોર્ટે આ ગુનામાં મહિલાને આજીવન કેદની સજા સંભળાવી છે.
મિરર યુવકે પ્રમાણે, બીજી યુવતી સાથે પોતાના પતિની તસવીરો જોયા પછી 28 વર્ષીય ક્રિસ્ટિયન ભડકી હતી. તેણે ગત 3 સપ્ટેમ્બર 2020ના રોજ જર્મનીના સોલિંગનમાં પોતાના પાંચ બાળકોની ગળું દબાવીને હત્યા કરી નાંખી હતી. ક્રિસ્ટિયનના કુલ 6 બાળકો હતો.
તેણે કોર્ટમાં જણાવાયું કે, તમામ બાળકોની ઉંમર 11 વર્ષથી ઓછી હતી. પાંચ બાળકોને બાથ ટબમાં ડૂબીને મારી નાંખ્યા હતા. આ પહેલા બાળકોને નશીલો પદાર્થ ખવડાવ્યો હતો. હત્યા કર્યા પછી ક્રિસ્ટિયને તેમની લાશો ટુવાલમાં લપેટીને બેડ પર રાખી દીધી હતી. તેનો સૌથી મોટો 11 વર્ષીય દીકરો બચી ગયો હતો, કેમકે તે સમયે તે ઘરે હાજર નહોતી.
બાળકોની હત્યા કર્યા પછી ક્રિસ્ટિયને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. તે ડસેલડોર્ફ સેન્ટ્રલ સ્ટેશન પર ટ્રેન સામે કૂદી ગઈ હતી, પરંતુ તેનો બચાવ થયો હતો. તપાસ ટીમે દાવો કર્યો છે કે, ક્રિસ્ટિયને પોતાના પતિની અન્ય યુવતી સાથેની તસવીર જોઇ લીધી હતી. તેના પતિને અન્ય યુવતી સાથે આડા સંબંધ હોવાની તેને શંકા હતા. ક્રિસ્ટિયને હત્યા કર્યા પહેલા પોતાના પતિને મેસેજ કર્યો હતો કે, હવે તે પોતાના બાળકોને ક્યારેય નહીં જોઇ શકે.
પાછલા દિવસોમાં કોર્ટે ક્રિસ્ટિયનને દોષી જાહેર કરી હતી અને તેને ઉંમર કેદ ફટકારી હતી. આ સુનાવણી દરમિયાન કોર્ટે 40થી વધુ સાક્ષીઓને સાંભળ્યાહતા. કોર્ટે તેના એક માત્ર બચી ગયેલા દીકરાને તેની દાદી પાસે દેખરેખ માટે મોકલી આપ્યો છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)