(Source: ECI/ABP News/ABP Majha)
Abdul Rehman Makki: કોણ છે અબ્દુલ રહેમાન મક્કી જેને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા વૈશ્વિક આતંકવાદી જાહેર કરાયો છે?
અબ્દુલ રહેમાની મક્કી 26/11ના મુંબઈ હુમલાના માસ્ટરમાઇન્ડ હાફિઝ સઈદના આતંકવાદી સંગઠન જમાત-ઉદ-દાવાનો સભ્ય છે.
Abdul Rehman Makki: સંયુક્ત રાષ્ટ્રએ પાકિસ્તાની આતંકવાદી અબ્દુલ રહેમાન મક્કીને આંતરરાષ્ટ્રીય આતંકવાદીઓની યાદીમાં મૂક્યું છે. ચીન લાંબા સમયથી આ પાકિસ્તાની આતંકવાદીને સમર્થન કરતું હતું પરંતુ ચીને આખરે તેનો હાથ ખેંચી લીધો છે.
ઉલ્લેખનીય છે કે, અમેરિકા પહેલા જ મક્કીને આતંકવાદી જાહેર કરી ચૂક્યું છે. સોમવારે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે પણ તેને ગ્લોબલ ટેરરિસ્ટની યાદીમાં સામેલ કર્યો છે. વૈશ્વિક આતંકવાદીઓની યાદીમાં મક્કીનો સમાવેશ થતાં પાકિસ્તાનની સાથે સાથે આતંકવાદી હાફિઝ સઈદને પણ મોટો ઝટકો લાગ્યો છે. વાસ્તવમાં અબ્દુલ રહેમાન મક્કી હાફિઝ સઈદનો સાળો છે. આ સાથે સઈદને ઘણો વફાદાર માનવામાં આવે છે.
આવો જાણીએ કોણ છે અબ્દુલ રહેમાન મક્કી?
અબ્દુલ રહેમાની મક્કી 26/11ના મુંબઈ હુમલાના માસ્ટરમાઇન્ડ હાફિઝ સઈદના આતંકવાદી સંગઠન જમાત-ઉદ-દાવાનો સભ્ય છે. મક્કીને ભારત અને અમેરિકામાં વૈશ્વિક આતંકવાદી જાહેર કરવામાં આવ્યો છે. ભારતે ગયા વર્ષે યુએનમાં પ્રસ્તાવ પણ લાવ્યો હતો, જેથી મક્કીને વૈશ્વિક આતંકવાદી જાહેર કરી શકાય, પરંતુ ચીને હંમેશની જેમ અવરોધ ઉભો કર્યો. જે બાદ તેને વૈશ્વિક આતંકવાદી જાહેર કરી શકાયો ન હતો.
એવું કહેવાય છે કે કાશ્મીરમાં ઘણી આતંકી ઘટનાઓને અંજામ આપવામાં પણ મક્કીનો હાથ હતો. આ સાથે મક્કી ભારત વિરુદ્ધ આતંકવાદીઓને પણ તૈયાર કરે છે. મક્કી કટ્ટરપંથી બનાવે છે અને યુવાનોને હિંસા માટે ઉશ્કેરે છે.
મુંબઈ બ્લાસ્ટમાં પણ તેની મહત્વની ભૂમિકા હતી.
મક્કી હાફિઝ સઈદનો સૌથી ખાસ સંબંધી છે જે હંમેશા તેની બ્લેક ગેમમાં તેને વફાદારીથી સપોર્ટ કરે છે. મક્કીએ મુંબઈ વિસ્ફોટોમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તે યુએસ દ્વારા નિયુક્ત વિદેશી આતંકવાદી સંગઠન (FTO) લશ્કરમાં વિવિધ નેતૃત્વની ભૂમિકાઓ સંભાળી રહ્યો છે. અગાઉ, તે લશ્કરની કામગીરી માટે ભંડોળ એકત્ર કરવામાં પણ ભૂમિકા ભજવી ચૂક્યો છે.
પાકિસ્તાને 6 મહિનાની સજા ફટકારી હતી
લગભગ બે વર્ષ પહેલા પાકિસ્તાનની એક આતંકવાદ વિરોધી અદાલતે પણ અબ્દુલ રહેમાન મક્કીને ટેરર ફંડિંગ કેસમાં 6 મહિનાની સજા સંભળાવી હતી.
મિલકત જપ્ત કરવામાં આવશે
મક્કીને વૈશ્વિક આતંકવાદી જાહેર કર્યા બાદ તેના પર અનેક નિયંત્રણો લાદવામાં આવશે. મક્કીની સંપત્તિઓ ફ્રીઝ કરવામાં આવશે. આ સિવાય મક્કીની યાત્રા પર પણ પ્રતિબંધ રહેશે.