શોધખોળ કરો
Advertisement
ISના નવા આતંકી આકાએ અમેરિકાને આપી ધમકી, ઓડિયોમાં કહ્યું બહુ.........
ઉલ્લેખનીય છે કે, દુનિયાનું સૌથી ખૂંખાર આતકી સંગઠન ઇસ્લામિક સ્ટેટે નવો વીડિયો જાહેર કર્યો છે, અને પોતાના આકા અબુ બકર અલ-બગદાદી માર્યો ગયો હોવાની પુષ્ટિ કરી છે
બેરુતઃ ઇસ્લામિક સ્ટેટે ખુદ કબલ્યુ છે કે તેમનો આકા અબુ બકર અલ બગદાદી અમેરિકન સેનાના ઓપરેશનમાં માર્યો ગયો છે, સાથે તેમને ISના નવા ચીફ તરીકે અબુ ઇબ્રાહિમ અલ-હાશિમીને પોતાનો નવો આતંકી આકા બનાવી દીધો છે. આ વાત એક ઓડિયો વાયરલ કરીને આતંકી સંગઠને ISએ જાહેર કરી છે.
પણ આ બધાની વચ્ચે ખાસ વાત એ છે કે, નવા આતંકી આકા અલ હાશિમીએ અમિરકાને ચેતાવણી સાથે ધમકી આપી છે. ઓડિયોમાં ISએ કહ્યું કે અમેરિકાએ બહુ જશ્ન મનાવવાની જરૂર નથી, ખુશ થવાની જરૂર નથી.
ISના ઓડિયોમાં બોલી રહેલો નવો આકા કહી રહ્યો છે કે નવા ખલીફા પ્રતિ નિષ્ઠા રાખો, હવે અમેરિકાએ "બહુ જશ્ન મનાવવાની" જરૂર નથી.
ઉલ્લેખનીય છે કે, દુનિયાનું સૌથી ખૂંખાર આતકી સંગઠન ઇસ્લામિક સ્ટેટે નવો વીડિયો જાહેર કર્યો છે, અને પોતાના આકા અબુ બકર અલ-બગદાદી માર્યો ગયો હોવાની પુષ્ટિ કરી છે.
આઇએસએ પોતાનો નવો આકા અબુ ઇબ્રાહિમ અલ-હાશિમીને બનાવ્યો છે. આ નવા વીડિયોમાં અબુ હસન અલ-મુહાઝિરના માર્યા જવાની પણ પુષ્ટિ કરવામાં આવી છે, તે બગદાદીનો ખુબ નજીકનો માનવામાં આવતો હતો.
અલ-મુહાઝિરને રવિવારે ઉત્તર સીરીયાના ઝારબિલસમાં અમેરિકન ઓપરેશનમાં ઠાર માર્યો હતો. ઉલ્લેખનીય છે કે, અગાઉ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બગદાદી સુરંગમાં છુપાયેલો હતો અને અમેરિકન સેનાએ તેના પર હુમલો કર્યો અને તેનુ મોત થયુ હોવાનુ કહ્યું હતુ.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ટેકનોલોજી
દુનિયા
દેશ
Advertisement