ભારતના પાડોશી દેશમાં કોરોનાનો રાફડો ફાટતા બે વર્ષ બાદ અહીં લાદ્યુ સૌથી મોટુ લૉકડાઉન, જાણો
રિપોર્ટ છે કે, ચીનમાં ફરી એકવાર કોરોના કેસોમાં રાફડો ફાટ્યો છે. અહીંથી કોરોના મહામારીની શરૂઆત થઇ હતી,
નવી દિલ્હીઃ કોરોના વાયરસ હજુ ગયો નથી, દુનિયામાં ફરી એકવાર ધીમે ધીમે આગળ વધી રહ્યો છે, અને દુનિયાના કેટલાય દેશોમાં કેસોમાં ઝડપથી વધારો જોવા મળી રહ્યો છે. યૂરોપથી લઇને જાપાન સુધી કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રૉને કેર વર્તાવવાનુ શરૂ કરી દીધુ છે.
રિપોર્ટ છે કે, ચીનમાં ફરી એકવાર કોરોના કેસોમાં રાફડો ફાટ્યો છે. અહીંથી કોરોના મહામારીની શરૂઆત થઇ હતી, હવે ફરી એકવાર ચીનના સુંદર શહેર શાંધાઇમાં મંગળવારે કોરોનાનો રેકોર્ડ નવા 4477 કેસો નોંધાયા છે, આ પછી શહેરમાં હડકંપ મચી ગયો છે.
શાંધાઇ પોતાની આલિશાન ઇમારતો, શાનદાર રસ્તાંઓ અને જિંદાદિલ લોકો માટે જાણીતુ છે. શાંધાઇને ગ્લૉબલ ફાઇનાન્શિયલ હબ પણ કહે છે, પરંતુ આજકાલ શાંધાઇ એક મોટી મુસીબતમાં છે. શાંધાઇના રસ્તાંઓ સુમસામ દેખાઇ રહ્યો છે, કેમ કે ઝડપથી વધતા કોરોનાનો કેસોના કારણે અહીં શાંધાઇમાં ફરી એકવાર સૌથી મોટુ લૉકડાઉ લાદવામા આવ્યુ છે. લોકો માટે ટેસ્ટિંગ ફરજિયાત અને ઘરેથી બહાર નીકળવા માટે કોરોના ટેસ્ટિંગ કરવુ અનિવાર્ય કરી દેવામા આવ્યુ છે.
શાંધાઇ એક્સ્પૉ સેન્ટરમાં આઇસૉલેશન સેન્ટર બનાવવામાં આવ્યુ છે. જ્યાં છે હજાર દર્દીઓની સારવાર માટે વ્યવસ્થા કરવામાં આવી છે. એટલુ જ નહીં શાંધાઇના મોટા મોટા સ્ટેડિયમને પણ કોરોના કેર સેન્ટરમાં ફેરવી દેવામાં આવ્યા છે.
આ પણ વાંચો........
રશિયા યૂક્રેનના કીવ-ચર્નિહીવમાંથી સેના ઓછી કરશે, જાણો શું છે યૂક્રેનનો નવો શાંતિ પ્રસ્તાવ
આ ડાયટ રૂટીન ક્યારેય ન અપનાવો થઇ શકે છે સ્વાસ્થ્યને ભારે નુકસાન, જાણો શું છે એક્સ્પર્ટનો મત