Trending Video: એલ્યુમિનિયમની ફેક્ટરીમાં આગ લાગી અને 50 સેકન્ડમાં બધું રાખ થઈ ગયું, જુઓ વીડિયો
સોશિયલ મીડિયા પર સામે આવેલા આ વીડિયોમાં તમે જોશો કે કેવી રીતે એલ્યુમિનિયમની ફેક્ટરીમાં આગ લાગે છે અને એક નાનકડો તણખો આગનું રૂપ લઈ લે છે.
Fire And Blast In Aluminium Factory: આગ લાગવાની ઘટનાઓના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા હોય છે. આ વીડિયો જોયા બાદ લોકો ચોંકી જતા હોય છે. જ્યાં આગ લાગે છે ત્યાં નુકસાન પણ ખુબ થાય છે. આ દિવસોમાં આવો જ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોયા પછી તમારા રુંવાડા ઉભા થઈ જશે.
સોશિયલ મીડિયા પર સામે આવેલા આ વીડિયોમાં તમે જોશો કે કેવી રીતે એલ્યુમિનિયમની ફેક્ટરીમાં આગ લાગે છે અને એક નાનકડો તણખો આગનું રૂપ લઈ લે છે. ફેક્ટરીમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગે છે અને જોતા જ બધું બળીને રાખ થઈ જાય છે.
વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે એલ્યુમિનિયમ ફેક્ટરીમાં કેટલાક કામદારો કામ કરી રહ્યા છે. અચાનક મશીનમાં શોર્ટ સર્કિટ થાય છે અને તણખો ઝરે છે. થોડી જ વારમાં મશીન આગની લપેટમાં આવી જાય છે. આ પછી, ઝડપથી ઘણા વધુ મશીનોમાં આગ પ્રસરી જાય.
extruded.aluminium factory pic.twitter.com/StldII7iZz
— That Looked Expensive (@LookedExpensive) August 10, 2022
50 સેકન્ડમાં ફેક્ટરી રાખઃ
તમે વીડિયોમાં જોશો કે માત્ર 50 સેકન્ડમાં જ આખી ફેક્ટરી રાખ થઈ ગઈ છે. આગ લાગી તે દરમિયાનના આ વીડિયો જોઈને લાગે છે કે જાણે ફેક્ટરીમાં ભયંકર વિસ્ફોટ થયો છે. વીડિયોની શરૂઆતમાં, કામદારો આગની જગ્યાથી દૂર જાય છે. જોકે, ફેક્ટરીમાં એટલી જોરદાર આગ લાગી હતી કે બધું બળીને ખાખ થઈ ગયું હતું.
આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર ધેટ લુક એક્સપેન્સિવ નામના એકાઉન્ટથી પોસ્ટ કરવામાં આવ્યો છે. થોડા કલાકો પહેલા પોસ્ટ કરવામાં આવેલ આ વીડિયોને અત્યાર સુધીમાં લગભગ 2 લાખ લોકો જોઈ ચૂક્યા છે. વીડિયોને લાઈક કરનારા લોકોની સંખ્યા પણ હજારોમાં છે.
આ પણ વાંચોઃ
AHMEDABAD : સ્કૂલે વાલીઓને કહ્યું, ચડ્ડા અને નાઈટડ્રેસ પહેરીને નહીં, યોગ્ય કપડાં પહેરીને બાળકોને મુકવા આવો
Crime News : પોતાની પુત્રીની ઉંમરની સહકર્મીની 20 વર્ષની પુત્રી સાથે CISF જવાને શારીરિક અડપલાં કર્યા, ફરિયાદ બાદ અટકાયત