શોધખોળ કરો

World: 26 વર્ષીય યુવા વૈજ્ઞાનિકે કચરાના ઢગલામાંથી શોધ્યુ 24 અબજ ડૉલરનું 'અદ્રશ્ય સોનુ', લોકો ચોંક્યા

South Africa Gold News: દક્ષિણ આફ્રિકાને સોનાનો મોટો ખજાનો મળ્યો છે, જેની ભારતીય ચલણમાં કિંમત લગભગ 1999 અબજ રૂપિયા હોવાનું કહેવાય છે

South Africa Gold News: દક્ષિણ આફ્રિકાને સોનાનો મોટો ખજાનો મળ્યો છે, જેની ભારતીય ચલણમાં કિંમત લગભગ 1999 અબજ રૂપિયા હોવાનું કહેવાય છે. ખરેખર, એક યુવાન શોધકર્તાએ માસ્ટર ડિગ્રી માટે થીસીસ તૈયાર કરવાની હતી, અને તેના સંશોધન દરમિયાન તેને તેના પોતાના શહેર જોહાનિસબર્ગમાં સેંકડો ટન અદ્રશ્ય સોનાનો ભંડાર શોધી કાઢ્યો હતો, જેની કિંમત $24 બિલિયન છે.

યૂનિવર્સિટીએ હવે તેની ડિગ્રીને પીએચડીમાં અપગ્રેડ કરી છે. સ્ટેલેનબૉશ યૂનિવર્સિટીના 26 વર્ષીય વિદ્યાર્થી સ્ટીવ ચિંગવારુએ જોહાનિસબર્ગના ખાણ ડમ્પને સંશોધનનો વિષય બનાવ્યો. આ ડમ્પ સોનાની ખાણના કચરામાંથી બનેલો છે, જે મણના રૂપમાં દેખાય છે.

ચિંગવારું જણાવ્યું કે તે બાળપણથી જ આ કચરાના ટેકરાઓ જોતો આવ્યો છે. જ્યારે અહીં જોરદાર પવન આવતો ત્યારે આ ટેકરાઓમાંથી નીકળતી ધૂળ લોકોના વાળ, કપડા અને ગળા પર ચોંટી જતી. જ્યારે તે મોટો થયો ત્યારે તેને ટેલિંગ વિશે ખબર પડી. ટેલિંગ એ કચરાનો જથ્થો છે જે ખનિજો કાઢ્યા પછી રહે છે. ચિંગવારુએ કહ્યું કે લોકો પહેલાથી જ આ ટેલિંગમાંથી સોનું કાઢતા હતા, પરંતુ તેમાંથી માત્ર 30 ટકા જ રિકવર થઈ રહ્યું હતું. ચિંગવારુ કહે છે કે હું જાણવા માંગતો હતો કે બાકીના 70 ટકા ક્યાં છે. શા માટે તેઓ તેને શોધી શક્યા નથી?

અત્યારે એવી કોઇ સસ્તી ટેકનિક નથી 
સંશોધનમાં ખાણોના ઢગલામાંથી નમૂનાઓની તપાસ કરવામાં આવી હતી. એવું જાણવા મળ્યું કે મોટા ભાગનું સોનું પાયરાઈટ નામના ખનિજમાં છુપાયેલું હતું. ચિંગવારુએ ગણતરી કરી કે કચરાના આ ઢગલા-પહાડમાં 420 ટન અદ્રશ્ય સોનું છુપાયેલું છે, જેની કિંમત 24 અબજ ડૉલર છે. તેમનું સંશોધન દર્શાવે છે કે અહીં ઘણું સોનું છે, પરંતુ મોટો સવાલ એ છે કે આ સોનું કાઢવા માટે કોઈ સસ્તી ટેક્નોલોજી નથી, જેથી તેને સરળતાથી કાઢી શકાય. જ્યાં સુધી કોઈપણ કંપની તેમાં રોકાણ ના કરે ત્યાં સુધી તેમાંથી સોનું કાઢી શકાય નહીં. ચિંગવારુ કહે છે કે તેણે દક્ષિણ આફ્રિકામાં મોટા લોકો સાથે વાત કરી છે. સૌએ સ્વીકાર્યું છે કે સોનું કાઢવું ​​મોંઘું પડશે. તેણે રસ દાખવ્યો છે અને કહ્યું છે કે આમાંથી નફો મેળવી શકાય છે. કેટલીક કંપનીઓ પણ રોકાણ કરવા તૈયાર છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

India-Bangladesh Tension: બાંગ્લાદેશ હાઈ કમિશને તમામ વિઝા સેવાઓ કરી બંધ, ઢાકાએ કેમ લીધો આ મોટો નિર્ણય?
India-Bangladesh Tension: બાંગ્લાદેશ હાઈ કમિશને તમામ વિઝા સેવાઓ કરી બંધ, ઢાકાએ કેમ લીધો આ મોટો નિર્ણય?
Gujarat Police Bharti: PSI-LRD માટે ફોર્મ ભરવાની કાલે છેલ્લી તારીખ! OJAS પર ટ્રાફિક જામ થશે! છેલ્લી ઘડીની રાહ ન જોતા
Gujarat Police Bharti: PSI-LRD માટે ફોર્મ ભરવાની કાલે છેલ્લી તારીખ! OJAS પર ટ્રાફિક જામ થશે! છેલ્લી ઘડીની રાહ ન જોતા
મહારાષ્ટ્રમાં બાદ વધુ એક રાજ્યમાં ભાજપની પ્રચંડ જીત! કોંગ્રેસના સૂપડા સાફ
મહારાષ્ટ્રમાં બાદ વધુ એક રાજ્યમાં ભાજપની પ્રચંડ જીત! કોંગ્રેસના સૂપડા સાફ
ટીમ ઈન્ડિયા નહીં! રોહિત, સૂર્યા અને દુબે હવે એકસાથે રમશે, જાણો કઈ ટીમ?
ટીમ ઈન્ડિયા નહીં! રોહિત, સૂર્યા અને દુબે હવે એકસાથે રમશે, જાણો કઈ ટીમ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે જોખમમાં જીવ ?
Nitin Patel : વાહન પર ખેસ લગાવી ફરવાથી નેતા ન બનાય, નીતિન પટેલે યુવાનોને ચોખું સંભળાવી દીધું
Congress MLA Vimal Chudasma : કોંગ્રેસ MLAનો આક્રમક અંદાજ, પોલીસને લીધી આડેહાથ
Raghavji Patel : પૂર્વ મંત્રી રાઘવજી પટેલે ફોટા એડિટ કરી મુકવા મામલે નોંધાવી ફરિયાદ
Hun To Bolish : હું તો બોલીશ : આવું કેમ ચાલે છે પંચાયતોમાં ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
India-Bangladesh Tension: બાંગ્લાદેશ હાઈ કમિશને તમામ વિઝા સેવાઓ કરી બંધ, ઢાકાએ કેમ લીધો આ મોટો નિર્ણય?
India-Bangladesh Tension: બાંગ્લાદેશ હાઈ કમિશને તમામ વિઝા સેવાઓ કરી બંધ, ઢાકાએ કેમ લીધો આ મોટો નિર્ણય?
Gujarat Police Bharti: PSI-LRD માટે ફોર્મ ભરવાની કાલે છેલ્લી તારીખ! OJAS પર ટ્રાફિક જામ થશે! છેલ્લી ઘડીની રાહ ન જોતા
Gujarat Police Bharti: PSI-LRD માટે ફોર્મ ભરવાની કાલે છેલ્લી તારીખ! OJAS પર ટ્રાફિક જામ થશે! છેલ્લી ઘડીની રાહ ન જોતા
મહારાષ્ટ્રમાં બાદ વધુ એક રાજ્યમાં ભાજપની પ્રચંડ જીત! કોંગ્રેસના સૂપડા સાફ
મહારાષ્ટ્રમાં બાદ વધુ એક રાજ્યમાં ભાજપની પ્રચંડ જીત! કોંગ્રેસના સૂપડા સાફ
ટીમ ઈન્ડિયા નહીં! રોહિત, સૂર્યા અને દુબે હવે એકસાથે રમશે, જાણો કઈ ટીમ?
ટીમ ઈન્ડિયા નહીં! રોહિત, સૂર્યા અને દુબે હવે એકસાથે રમશે, જાણો કઈ ટીમ?
GIFT City: ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટછાટ વધારાઈ, હવે આ લોકોને પરમિટની જરૂર નહીં
GIFT City: ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટછાટ વધારાઈ, હવે આ લોકોને પરમિટની જરૂર નહીં
AAP MLA ચૈતર વસાવા તોડપાણી કરે છે! સાંસદ મનસુખ વસાવાનો આરોપ, 75 લાખની...
AAP MLA ચૈતર વસાવા તોડપાણી કરે છે! સાંસદ મનસુખ વસાવાનો આરોપ, 75 લાખની...
MP Politics: ભાજપના મંત્રીએ જ સરકારની પોલ ખોલી!
MP Politics: ભાજપના મંત્રીએ જ સરકારની પોલ ખોલી! "ચૂંટણી જીતવા વાયદા કર્યા, પણ હવે અમલ માટે પૈસા નથી"
Gold-Silver Price Today: સોના-ચાંદીમાં ઐતિહાસિક તેજી! ચાંદી ₹10,400 મોંઘી, સોનું પણ રેકોર્ડ હાઈ પર
Gold-Silver Price Today: સોના-ચાંદીમાં ઐતિહાસિક તેજી! ચાંદી ₹10,400 મોંઘી, સોનું પણ રેકોર્ડ હાઈ પર
Embed widget