શોધખોળ કરો
Advertisement
કોરોનાની રસીને લઈને સામે આવ્યા પોઝિટિવ પરિણામ, જાણો ક્યા દેશના વડાએ કર્યો દાવો
આ પહેલી ઘટના નથી જ્યારે ટ્રમ્પે રસીને લઈને કોઈ દાવો કર્યો હોય. ટ્રમ્પ પહેલાથી જ કહેતા આવ્યા છે કે આ વર્ષના અંત સુધીમાં કોઈપણ કિંમતે કોરોના વાયરસની રસી બનાવી લેશે.
નવી દિલ્હીઃ કોરોના વાયરસની રસીને લઈને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મોટો દાવો કર્યો છે. ટ્રમ્પનું કહેવું છે કે અમેરિકાની પાસે રસીના બે મિલિયનથી વધારે ડોઝ તૈયાર છે. ટ્રમ્પે આ દાવો ગુરુવારે રસીને લઈને થયેલ મીટિંગ બાદ કર્યો છે. જોકે હજુ સુધી આ રસીની સુરક્ષા તપાસ થવાની બાકી છે. સુરક્ષા તપાસ બાદ રસીનું ટ્રાન્સપોર્ટેશન શરૂ કરવામાં આવશે.
ટ્રમ્પે કહ્યું કે, ‘અમેર રસીને લઈને એક બેઠક કરી અને અમે આ મામલે ખૂબ જ સારું કામ કરી રહ્યા છીએ. રસીને લઈને અમે ઝડપથી આગળ વધીરહ્યા છીએ. જો રસી સુરક્ષા તપાસમાં પાસ થઈ જાય તો અમે તેના બે મિલિયનથી વધારે ડોઝ તૈયાર કરી રહ્યા છે.”
ઉપરાંત ટ્રમ્પે કહ્યું કે, તે કોરોના વાયરસથી પ્રભાવિત તમામ 186 દેશોની સાથે મળીને રસી પર કામ કરી રહ્યા છે. તેમમે કહ્યું કે, તે આ મામલે ચીનની સાથે કામ કરી રહ્યા છે પરંતુ જે થયું છે તે ન થવું જોઈતું હતું.
ટ્રાયલના આવ્યા પોઝિટિવ પરિણામ
જણાવીએ કે, આ પહેલી ઘટના નથી જ્યારે ટ્રમ્પે રસીને લઈને કોઈ દાવો કર્યો હોય. ટ્રમ્પ પહેલાથી જ કહેતા આવ્યા છે કે આ વર્ષના અંત સુધીમાં કોઈપણ કિંમતે કોરોના વાયરસની રસી બનાવી લેશે. ઉપરાંત અમેરિકામાં કોરોના વાયરસની સારવારમાં રેમેડેસિવીર દવાનો ઉપયોગ પણ થઈ રહ્યો છે. એવો દાવો કરવામાં આવ્યો છે તેનાથી સારા પરિણામ મળ્યા છે.
કોરોના વાયરસની રસીનું અમેરિકા સહિત વિશ્વના ઘણાં મોટા દેશોમાં ક્લીનિકલ ટ્રાયલ ચાલી રહ્યું છે. અમેરિકામાં ટ્રાયલ ત્રીજા તબક્કામાં છે અને તેના પોઝિટિવ પરિણામ આવવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
અમદાવાદ
ક્રિકેટ
દેશ
Advertisement