શોધખોળ કરો
Advertisement
કાશ્મીર મુદ્દે અમેરિકાએ પાકિસ્તાનનો લઈ લીધો ઉધડો, કહ્યું- ભારત સામે આક્રમકતા થયા વગર આતંકવાદ......
પાકિસ્તાનને કહ્યું છે કે LoC પર ઘૂસણખોરી કરવાના સમર્થન સહિત પાકિસ્તાને કોઇપણ પ્રકારની બદલાની કાર્યવાહીથી બચવું જોઇએ.
નવી દિલ્હીઃ અમેરિકાએ પાકિસ્તાનને કડક મેસેજ આપતા કહ્યં કે, તે ભારતને ધમકી આપવાની જગ્યાએ પોતાની જમીન પર ચાલતા આંતકવાદને હટાવવા માટે કાર્રવાઈ કરે. અમેરિકાનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ભારેત આર્ટિકલ 370 અને આર્ટિકલ 35એ હટાવી જમ્મૂ કાશ્મીરને બે ભાગમાં વહેંચવાની જાહેરાતના જવાબમાં પાકિસ્તાને ભારત વિરૂદ્ધ તમામ સંબંધોમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે. આ પહેલા પાકિસતાનાનના પીએમ ઈમરાન ખાને પણ કહ્યું હતું કે, ભારતને આ નિર્ણયના પરિણામ ભોગવવા પડશે. આ જ મુદ્દે અમેરિકાએ પાકિસ્તાનને કહ્યું કે, તે દેશમાં ચાલતા આતંકીઓ વિરૂદ્ધ કાર્રવાઈ કરીને બતાવે.
અમેરિકન હાઉસ અફેર્સ કમિટીના એક નિવેદનમાં આ વાત કહેવામાં આવી છે. આ કમિટીના ચેરમેન એલિએટ એલ અંગેલ અને સેનેટર બોબ મેનેંડેઝ એ સંયુકત નિવેદન રજૂ કરતાં કહ્યું કે, દુનિયાના સૌથી મોટા લોકતંત્ર હોવાના નાતે ભારતની સમક્ષ પોતાના તમામ નાગરિકોની સુરક્ષા અને સમાન અધિકારોને પ્રોત્સાહિત કરવાની જવાબદારી છે. આ જ રીતે બધા માટે દરેક પ્રકારની સ્વતંત્રતા સુનિશ્ચિત કરવી, સૂચનાની ઉપલબ્ધતા અને કાયદા પ્રમાણે સૌને સમાન સંરક્ષણ આપવાની તક છે. પારદર્શિતા અને રાજકીય સહભાગિતા પ્રતિનિધિ લોકતંત્રનો આધારસ્તંભ છે. અમને આશા છે કે જમ્મુ-કાશ્મીરમાં આ સિદ્ધાંતોનું અનુપાલન કરશે.
તેની સાથે જ આ નિવેદનમાં પાકિસ્તાનને કહ્યું છે કે LoC પર ઘૂસણખોરી કરવાના સમર્થન સહિત પાકિસ્તાને કોઇપણ પ્રકારની બદલાની કાર્યવાહીથી બચવું જોઇએ. તેની સાથે જ પાકિસ્તાની જમીન પર પોષતા આતંકી માળખાની વિરૂદ્ધ નિર્ણાયક કાર્યવાહી કરીને દેખાડવી જોઇએ."At the same time Pakistan must refrain from any retaliatory aggression—including support for infiltrations across the Line of Control—and take demonstrable action against the terrorist infrastructure on Pakistan’s soil."https://t.co/W3LflqbulB
— House Foreign Affairs Committee (@HouseForeign) August 7, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દુનિયા
ટેકનોલોજી
Advertisement
gujarati.abplive.com
Opinion