Israeli Ship: ઇઝરાયેલી જહાજને કરવામાં આવ્યું હાઇજેક, યમનના હુતી લડવૈયાઓએ ઘટનાને આપ્યો અંજામ
Israeli Ship Galaxy Leader Hijacked by Houthi Militia: યમનના હુતી મિલિશિયા લડવૈયાઓએ લાલ સમુદ્રમાં 'ગેલેક્સી લીડર' નામના ઇઝરાયેલી જહાજને હાઇજેક કર્યા હોવાના અહેવાલ છે.
Israeli Ship Galaxy Leader Hijacked by Houthi Militia: યમનના હુતી મિલિશિયા લડવૈયાઓએ લાલ સમુદ્રમાં 'ગેલેક્સી લીડર' નામના ઇઝરાયેલી જહાજને હાઇજેક કર્યા હોવાના અહેવાલ છે. ન્યૂઝ એજન્સી અલ અરેબિયાના અહેવાલ મુજબ જહાજમાં 22 લોકો સવાર હતા. અહેવાલ મુજબ, ઇઝરાયેલના સૂત્રોએ જણાવ્યું હતું કે હુતી લડવૈયાઓએ લાલ સમુદ્રમાં આંશિક રીતે ઇઝરાયેલની માલિકીનું જહાજ કબજે કર્યું છે. જોકે, આ જહાજમાં કોઈ ઈઝરાયેલ નાગરીકો સવાર ન હતા. જોકે, હમાસ સાથેના યુદ્ધ વચ્ચે ઈઝરાયલી જહાજને હાઈજેક કરવામાં આવતા આગામી સમયમાં સ્થિતિ વધુ વણસી શકે છે.
An Israeli ship named “Galaxy Leader” has reportedly been hijacked by #Yemen’s #Houthi militia in the Red Sea. #Israel https://t.co/JKb43bC3QJ pic.twitter.com/9kewY5CDx8
— Al Arabiya English (@AlArabiya_Eng) November 19, 2023
ઇઝરાયલી ધ્વજ લઈ જતા જહાજોને નિશાન બનાવવાની ચેતવણી
આ અગાઉ રવિવારના રોજ, ઈરાન સમર્થિત હુતિઓના પ્રવક્તા યાહ્યા સરિયાએ જણાવ્યું હતું કે જૂથની ટેલિગ્રામ ચેનલ અનુસાર, જૂથ ઇઝરાયેલી કંપનીઓની માલિકીના અથવા સંચાલિત અથવા ઇઝરાયેલી ધ્વજ વહન કરતા તમામ જહાજોને નિશાન બનાવશે.
સરિયાએ નાગરિકોને પરત બોલાવવાનું આહવાન કર્યું
તો બીજી તરફ, સરિયાએ તમામ દેશોને આવા કોઈપણ જહાજના ક્રૂ પર કામ કરતા તેમના નાગરિકોને પાછા બોલાવવા માટે આહ્વાન કર્યું હતું.
હુતી સેના ઇઝરાયેલ પર વધુ હુમલા કરશે
મંગળવારે, હુતીસના નેતાએ ચેતવણી આપી હતી કે તેમના દળો ઇઝરાયેલ પર વધુ હુમલા કરશે અને તેઓ લાલ સમુદ્ર અને બાબ અલ-મંડેબ સ્ટ્રેટમાં ઇઝરાયેલી જહાજોને નિશાન બનાવી શકે છે.
ઇઝરાયેલી જહાજ પર સતત દેખરેખ
અબ્દુલમલીક અલ-હોથીએ પ્રસારણ ભાષણ દરમિયાન જણાવ્યું હતું કે, લાલ સમુદ્રમાં, ખાસ કરીને બાબ અલ-મંડબ અને યમનના પ્રાદેશિક પાણીની આસપાસના કોઈપણ ઇઝરાયેલી જહાજોની સતત દેખરેખ અને શર્ચ કરવા માટે અમે સતત એલર્ટ છીએ.
હુતીઓ પાસે બેલેસ્ટિક મિસાઇલો અને સશસ્ત્ર ડ્રોનનો વિશાળ ભંડાર છે
હુતીઓ 2015 થી આરબ નેતૃત્વ હેઠળના ગઠબંધન સામે યુદ્ધમાં છે. તે અરેબિયન દ્વીપકલ્પમાં એક મોટી લશ્કરી શક્તિ તરીકે ઉભરી આવ્યું છે, જેમાં હજારો લડવૈયાઓ અને બેલિસ્ટિક મિસાઇલો અને સશસ્ત્ર ડ્રોનનો વિશાળ શસ્ત્રાગાર છે. આ જૂથ ઉત્તર યમન અને તેના લાલ સમુદ્રના તટીય વિસ્તારને નિયંત્રિત કરે છે.